જાણો કેવી છે ફિલ્મ 'હેટ સ્ટોરી ૪'

હેટ સ્ટોરી શૃંખલાની વિશાલ પંડ્યા ડિરેક્ટેડ ચોથી ફિલ્મમાં ઉર્વશી રાઉતેલા અને ઇહાના ઢિલ્લન સિવાય જોવાનું કશું જ નથી (તો એ જ તો જોવાનું છે એમ માનનારાઓ રિવ્યુને અવગણીને ઝટ થિયેટર પહોંચી જાય). ફિલ્મમાં એક પણ મોમેન્ટ એવી નથી જેમાં તમને કંઈક ભલીવાર લાગે

hate

ફિલ્મ-રિવ્યુ - હેટ સ્ટોરી ૪

પાર્થ દવે


આઇ ઍમ સમબડી હુ કૅન ગેટ ઍનીબડી, બટ આઇ ઓન્લી વૉન્ટ યૉર બૉડી. ફિલ્મમાં રહેલા બે હીરોલોગમાંનો એક હીરો હિરોઇનને ફિલ્મના અંતે આ ડાયલૉગ ફટકારે છે અને એ ફટકાર સીધી તમને લાગે છે. સાલું, તમે માથું ખંજવાળો છો કે આ બોલ્યો શું? બીજો ડાયલૉગ ફિલ્મના સ્ટાર્ટિંગમાં આવે છે, જે હિરોઇન આપણને નરેટ કરતાં બોલે છે : કહાની બિલકુલ ઝિંદગી કી તરહ હોતી હૈ. શુરુ હોતી હૈ આખિર મેં ખતમ હોને કે લિએ. ઔર દોનોં કે અંત કા ફૈસલા... શુરુઆત મેં હોતા હૈ... બોલો! તમને ખબર હતી આ? મિલાપ મિલન ઝવેરીએ આ ફિલ્મના ડાયલૉગ લખ્યા છે અને રિડિક્યુલસ કક્ષાના લખ્યા છે. અમુક તો હસી-હસીને બેવડ વળી જઈએ એટલા હિલેરિયસ થઈ ગયા છે. તમે ટ્રેલરમાં એના ચમકારા જોઈ જ ચૂક્યા છો. પેલો હોઠવાળો ડાયલૉગ તો કોઈને વન-લાઇનર જોક કરતા હોઈએ એવો લાગે છે!

વેલ, તમને થશે કે આ બધું શું છે? એક્ઝૅક્ટ્લી એવી જ ફીલિંગ ફિલ્મ જોતી વખતે આવે છે કે ભઈ વિશાલ પંડ્યાસાહેબ, આ છે શું?

હા. આવો-આવો. શરૂથી શરૂઆત કરીએ. આ તો ફિલ્મ જોઈને જરાક...  

(ઓન્લી) સ્ટોરી

ફિલ્મની શરૂઆત થાય છે તાશા (ઉર્વશી રાઉતેલા)ના અવાજથી. કહ્યું એમ, તે વાર્તા નરેટ કરે છે અને વારંવાર જૂનીપુરાણી કહેવતો ઉચ્ચાર્યા કરે છે. ઝિંદગી દૂસરા મૌકા નહીં દેતી પ્રકારના ઓવર ક્લિશે ડાયલૉગ્સ બોલ્યા કરે છે. તો તાશા અને આર્યન (વિવાન ભતેના) કંઈક વાતને લઈને બાજી રહ્યાં છે. ત્યાં વચ્ચે કોઈ ત્રીજી છોકરી આવે છે અને કટ ટુ ફ્લૅશબૅક. 

ફ્લૅશબૅકમાં આપણને સદરહુ જાણ થાય છે કે તાશા તો લંડનમાં બિચારી બાર-ડાન્સર હતી. અને આ બાજુ આર્યન અને તેનો સગો નાનો ભાઈ રાજવીર (કરણ વાહી) બિલ્યનેર બિઝનેસમેન હતા અને છે. બે ભાઈના એક જ પપ્પા મિસ્ટર વિક્રમ ખુરાના (ગુલશન ગ્રોવર) છે. એ વિક્રમ ખુરાનાના ટૂરિઝમ કૅમ્પેન માટે મૉડલ તરીકે એક નવો ચહેરો ખપતો હોય છે. આર્યન અને તેની પ્રેમિકા-કમ-બિઝનેસ ઍડ્વાઇઝર રિશ્મા (ઇહાના ઢિલ્લન) રાજવીરને તે શોધી લાવવા માટે કહે છે. રાજવીર પહેલેથી જ છોકરીઓ બાબતે રંગીન. એ પાછા તેના બાપા અને ભાઈ બેઉ જાણે. રાજવીર ચહેરો ગોતી આવે છે. તે ચહેરા અને શરીરનું નામ તાશા. એટલે કે આપણી ફિલ્મની હિરોઇન ઉર્વશી રાઉતેલા. ઉર્વશી રાજવીરભાઈને મારું સપનું છે આકાશમાં ઊડવાનું, પણ લોકો બિસ્તર પર બોલાવે છે એટલે હું જમીન પર રહીને આકાશમાં ઊડીશ એવું બધું અગડંબગડં બોલે છે. રાજવીર કહે છે, થઈ જશે ગાંડી, ચિંતા કર મા. હું બેઠો છુંને! આ બાજુ આર્યનને પણ રિશ્મા સાથે કોઈ કારણ વિના મજા નથી આવતી અને તેને પણ મનોમન તાશા ગમવા લાગે છે. આ બધું જોઈને અને ગુલશન ગ્રોવરનું મોં જોઈને તમને થાય છે કે ક્યાંક આને પણ તાશા ગમવા ન લાગે! (હસીએ... આપ બૉલીવુડ ઇરૉટિક થ્રિલર દેખ રહે હૈં...) 

સો, બે ભાઈઓને એક છોકરી ગમે છે. રિલેશનશિપ કૉમ્પ્લેક્સ થાય છે. રિશ્માને ચિંતા થાય છે. આર્યન ને રાજવીર સામસામા આવી જાય છે. બેઉના પપ્પાને પોતાના બિઝનેસ ને કંઈક ચૂંટણીબૂંટણીનું ટેન્શન વધી જાય છે. આમાં બધા વચ્ચે આપણે વધારે માથાં પછાડીએ એ વાસ્તે હેટ સ્ટોરી ફ્રૅન્ચાઇઝી અગાઉની ફિલ્મોની જેમ તાશાનો કંઈક ફ્લૅશબૅક નીકળે છે. એમાં તો બિટ્રેયલ, બદલો અને વેરની વસૂલાતની વાતું છે બાપ વાતું!

વાસી રિવેન્જ ડ્રામા

હેટ સ્ટોરી શૃંખલાની આ ચોથી ફિલ્મ છે. એવી બીક લાગે છે કે આ રિવ્યુ લખાઈ જાય ત્યાં સુધી પાંચમી ફિલ્મ ન આવી જાય! પહેલો ભાગ ડિરેક્ટર અતુલ અગ્નિહોત્રીએ વર્ષ ૨૦૧૨માં ઇરૉટિક થ્રિલર કહીને રજૂ કર્યો હતો અને જે પ્રમાણમાં ઠીક કહી શકાય એવો હતો. બીજો, ત્રીજો અને ચોથો ભાગ વિશાલ પંડ્યાએ બનાવ્યો છે. આ ચોથો ભાગ તો વિશાલભાઈને ન બનાવવો હોય અને ગમે તેમ કરીને બનાવી નાખ્યો હોય એવું લાગે છે, કેમ કે તેમણે ટી-સિરીઝ સાથે ત્રણ ફિલ્મની ડીલ કરી હતી. હાશ, હવે પૂરી થઈ! પાંચમા ભાગમાં તેઓ અગાઉની બધી નાયિકાઓને ભેગી કરીને બધાને એકઝાટકે ખતમ કરી શકે. (વૉટ ઍન આઇડિયા!)

‘હેટ સ્ટોરી ૪’ એ લવ, લસ્ટ, રિવેન્જ અને વેરના વાસી કૉકટેલથી વિશેષ કશું જ નથી. અબ્બાસ મસ્તાનની નબળી ‘રેસ ૨’ જેવા સમયાંતરે આવતા ટર્ન ઍન્ડ ટ્વિસ્ટમાં પણ અહીં કશી ભલીવાર નથી. તમે બધું જ પ્રેડિક્ટ કરી શકો છો. ‘રેસ ૨’માં કલાકારો ઍક્ટિંગ તો કરતા હતા, અહીં તો ઍક્ટિંગ કરવાનો પ્રયત્ન જ નથી કરતા. ઉર્વશી રાઉતેલાના સુંદર મજાના શરીર સિવાય કંઈ જ જોવા જેવું આ ફિલ્મમાં નથી. સુંવાળા ને બની શકે એટલાં ઓછાં કપડાંમાં તેને જુઓ, બાકી જેવી તે ડાયલૉગ બોલે, બૉસ પૈસા પડી જાય! સિરિયસ એક પણ સીનમાં તે ફિટ નથી બેસતી કે ઊભતી, સૂવાનો પ્રશ્ન જ નથી. સેમ ઍઝ અધર વૂડન ઍક્ટ્રેસ ઇહાના ઢિલ્લન. તે પણ સર-સ લાગે છે. બસ લાગે છે. વિવાન ભતેના એટલો પણ સારો નથી લાગતો જેટલો કરણ સિંહ ગ્રોવર ‘હેટ સ્ટોરી ૩’માં લાગ્યો હતો. (એય... પણ કરણ ક્યાં લાગ્યો હતો? તો વિચારો, વિવાન એટલો પણ નથી લાગતો!) ક્રિકેટરમાંથી મૉડલ, હોસ્ટ અને ઍક્ટર બનેલા કરણ વાહીએ ઍવરેજ અને પાસેબલ પર્ફોર્મન્સ આપ્યો છે. ગુલશન ગ્રોવર આફ્ટર ઇન્ટરવલ કૉમેડી કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેને કોઈ ગણકારતું જ નથી! ટિયા બાજપાઈ અને શાદ રંધાવાના કૅમિઓમાં અબોવ ઍવરેજ દેખાઈ જાય છે.

ફિલ્મની સ્ટોરી જ ઓલ્ડ રિવેન્જ ડ્રામાની કૅટેગરીમાં આવે છે સિવાય કે શોપીસ તરીકેની બે નાયિકાઓ! તે નવી છે. ફિલ્મનો પ્લૉટ અને એના પરથી લખાયેલી સ્ક્રિપ્ટ એકદલ ફ્લૅટ છે અને નરેશન લાઉડ છે! નરેશનની જેમ સની અને ઇન્દર બાવરાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લાઉડ છે. એક પણ ગીતનું ફિલ્મની સ્ટોરી સાથે અનુસંધાન નથી અને યાદ રહે એવાં પણ નથી. સિવાય કે આશિક બનાયા આપને, કેમ કે એ હિમેશ રેશમિયાની કમાલ છે! એ પણ જૂની. આ પ્રકારની ફિલ્મોમાં ગીતો રાખવામાં જ એટલે આવે છે કે એમાં લીડ પેર વચ્ચે કિસિંગ ઍન્ડ ઇન્ટિમેટ ઍન્ડ લવ સીન્સ નાખી શકીએ.  

ઓવર મેલોડ્રામા

એક વાત એ સમજાતી નથી કે ઇરૉટિક થ્રિલર જોનરની ફિલ્મોમાં આપણા બૉલીવુડ મેકર શા માટે આટલોબધો મેલોડ્રામા ભભરાવી દે છે? જેમ કે અહીં રિશ્મા આર્યનને કહે છે, તને મારું શરીર એટલે ગમે છે કેમ કે મારા શરીરમાં ૬૫ ટકા પાણી છે! (એટલે શું?) બીજી બાજુ પેલો રાજવીર તાશાને પૂછે છે, તુમ યહાં અકેલી રહેતી હો? તો પેલી કહે, હાં અકેલી હૂં, તન્હા નહીં! (અરે! વિધાઉટ ફૅમિલી રહું છું કહી દેને યાર!) ૧૩૦ મિનિટની ફિલ્મમાં આ પ્રકારના હાસ્યાસ્પદ ડાયલૉગ્સનું પ્રદર્શન એકાધિક વાર છે. 

જોવી કે નહીં?

આખી ફિલ્મ દરમ્યાન ફીમેલ ઍક્ટ્રેસને ખબર છે કે કૅમેરો તેમનાં કપડાં પર ફોકસ થયેલો છે એટલે ઍક્ટિંગ કરવાની જરૂર જ નથી! શરીર બતાવો, આગળ વધો! ટ્રેલરમાં બતાવે છે એ મુજબ બિકિની વડે ઢંકાયેલી મૉડલ પર કૅમેરો ઝૂમ ઇન-આઉટ થયા કરે છે. 

સો, આ હેટ સ્ટોરીમાં સ્ટોરીનાં કંઈ ઠેકાણાં નથી અને બાકીનું બધું હેટ કરવા લાયક છે. છતાંય તમે આ ફ્રૅન્ચાઇઝીના ઉત્સાહી અને ધગધગતા પ્રેમી હો તો ઉર્વશી ને મેનકાને મોટા પડદે જોવા જઈ શકો છો. બાકી બે મહિનામાં ઝરીન ખાનની ‘૧૯૨૧’ની જેમ આ પણ ઍમેઝૉન પ્રાઇમ પર આવી જ જશે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK