ફિલ્મ રિવ્યુઃ હૈદર

કલાકારઃ શાહિદ કપૂર,તબ્બૂ,શ્રધ્ધા કપૂર,આમિર બશીર,ઈરફાન,કેકે મેનન,સુમિત કૌલ,નરેન્દ્ર ઝા

નિર્માતાઃ સિધ્ધાર્થ રોય કપૂર,રેખા ભારદ્વાજ

નિર્દેશકઃ વિશાલ ભાદ્વરાજ

રેટિંગઃ ***1/2



મકડી અને માચિસ જેવી ફિલ્મ બનાવનાર વિશાલ ભાદ્વરાજે  આ વખતે શેક્સપિઅરના નાટક પર હાથ અજમાવ્યો છે.શેક્સપિયરના નાટક પરથી બનેલી મકબૂલે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.આ વખતે હૈદરના રૂપમાં વિશાલે શેક્સપિયરના નાટક હેમલેટ ફિલ્મ બનાવી.વિશાલની આ ફિલ્મ બેશક હેમલેટ પર આધારીત છે.પરંતુ ફિલ્મમાં નેવુના દાયકામાં કાશ્મીર ઘાટીમાં ફેલાયેલા આતંકવાદને મહત્વનો ભાગ બનાવવામાં આવ્યો છે.

પોતાના અભ્યાસ માટે હૈદર (શાહિદ કપૂર) શ્રીનગર સ્થિત પોતાના ઘરથી દૂર જાય છે.આ સમય વચ્ચે હૈદરના પિતા જે ડોક્ટર છે તે અચાનક લાપતા થઈ જાય છે.વાસ્તવમાં તો ડોકટરને સુરક્ષા એંજન્સીના અધિકારીઓ તેમને તપાસ માટે લઈ જાય છે.સુરક્ષા એંજન્સીઓને એવો શક હોય છે કે ડોકટર ઘાટીમાં સક્રિય એક આતંકી સંગઠન માટે કામ કરે છે.ત્યારબાદ ડોકટર ગાયબ થઈ જાય છે.પિતાને શોધવા હૈદર ધરે પરત ફરે છે અને પછી તપાસમાં લાગી જાય છે.હૈદરને પોતાના પિતાને શોધવા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જેના કારણે તેનુ માનસિક સંતુલન બગડે છે.

પોતાના પિતાને શોધવા નિકળેલા હૈદરને આ દરમ્યાન એ વાતની જાણ થાય છે કે તેના પિતાનુ રહસ્યમયી મોત થઈ ચુક્યુ છે.આ સમયગાળા દરમ્યાન હૈદરની અમ્મી ગજાલા બેગમ (તબ્બુ) અને તેના કાકા ખુર્રમ (કે.કે.મેનન) નિકાહ કરવાના હોય છે, તો પહેલેથી જ પોતાના પિતાના હત્યારાઓ સામે બદલો લેવાની ફિરાકમાં લાગેલો હૈદર પોતાના કાકા અને પોતાની માના સંબંધોનો ભેદ જાણવામાં પરોવાઈ જાય છે.હિન્દી ફિલ્મો કોઈપણ વિષય પર બને પરંતુ તેમાં હિરો-હિરોઈનનો રોમાંસ તો હોય જ.માટે અહીં આર્શિયાં (શ્રધ્ધા કપૂર) જે હૈદરને પ્રેમ કરે છે તેને પણ બતાવવામાં આવી છે.શ્રધ્ધા અને હૈદર પર ફિલ્માવવામાં આવેલા સિન્સ ફિલ્મને કારણ વગર ખેંચે છે.

હૈદરનો રોલ શાહિદે અત્યારસુધી કરેલી ફિલ્મમાંથી સૌથી બેસ્ટ છે.શાહિદે ફિલ્મની શરૂઆતથી લઈને એન્ડ સુધી કમાલની એકટિંગ કરી છે.શાહિદે પોતાની જીવંત એકટિંગના દમ પર હૈદરની અંદર છુપાયેલા ગુસ્સા અને હૈદરના માનસિક સંતુલનને હલાવી દેતા સિન્સ બખુબી નિભાવ્યાં છે.તબ્બૂની ભૂમિકા પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે.જો કે તબ્બૂ પોતાના રોલને સંપૂર્ણ પણે આ ફિલ્મમાં ઢાળી નથી શકી. આર્શિયાના રોલમાં શ્રધ્ધા કપૂર અને ખુર્રમની ભૂમિકામાં કે.કે.મેનને સારી એવી મેહનત કરી છે.

લોકોશનના સિલેકશન બાબતે વિશાલને સાબિશી આપવી જ પડે.ઘણા દાયકા બાદ વિશાલે કાશ્મીરની ખુબસુરતીને કેમેરામાં બખુબી દર્શાવી છે.બરફમાં છવાયેલી વાદીઓ વાળા સિન કોઈ હિન્દી ફિલ્મમાં વર્ષો પછી દેખાયા છે.ફિલ્મની શરૂઆત ધીમી છે.શાહિદ અને કે.કે.મેનન પાસેથી વિશાલે સારામાં સારુ કામ લીધુ છે.વિશાલ ભલે પોતાની આ ફિલ્મને હેમલેટ સાથે સરખાવતા હોય પણ ફિલ્મનો અંદાજ ટોટલી બોલિવુડ સ્ટાઈલનો છે.દરેક ડિરેકટરોની જેમ વિશાલે કેમેકા સાથે અનેક પ્રયોગ કર્યાં છે.ફિલ્મમાં ઘણા સિન્સ ડાર્ક છે તો ઘણા સિનની ચમત સિનેમાં હોલને ઝગમગતો કરી દે છે.ફિલ્મને કારણ વગર ખેંચવામાં આવી છે.સ્ક્રીનપ્લે ખુબ કમજોર છે.

વિશાલે ગુલઝારના લખેલા ગીતોને કાશ્મીરી અંદાજમાં અસરદાક રીતે પેશ કર્યાં છે.ગીતોનુ ફિલ્માંકન વખાણવા લાયક છે.પરંતુ સિનેમાની બહાર આવ્યા પછી તમને કદાચ જ કોઈ સોંગ યાદ રહે તેવુ છે.શાહિદ કપૂરની લાજવાબ એકટિંગને નિહાળવા આ ફિલ્મ જોવા જેવી છે.ફિલ્મમાં બરફથી ઢંકાયેલી કાશ્મીરી ઘાટીઓને જોતા આંખોને એકદમ ઠંડક મળે છે.ક્લાઈમેક્સમાં બરફથી ઢંકાયેલા ક્બ્રસ્તાનમાં લાંબા ખુની ખેલના સિનથી મહિલાઓ અને બાળકો વિચલિત થઈ જાય તેવા છે.











Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK