ફિલ્મ રિવ્યું: મેરી કોમ

જોરદાર પ્રમોશન અને પ્રચાર-પ્રસાર બાદ આજે ફિલ્મ મેરી કોમ રિલિઝ થઈ ગઈ.આ ફિલ્મની દર્શકો પણ આતુરતાથી રાહ જોતા હતા.સાહસી બોક્સર મેરી કોમ મણીપુરની રહેવાસી છે. ઓલ્મ્પિક ગેમ્સમાં જોરદાર પરફોર્મન્સ આપીને મેરી કોમે એક લેડી બોક્સર તરીકે ખુબ સંઘર્ષ બાદ નામના મેળવી છે.ત્યારબાદ ડાયરેક્ટર ઉમંગ  કુમારે મેરી કોમના જીવન પર ફિલ્મ બનાવી.


ડાયરેક્ટર: ઉમંગ કુમાર

કાસ્ટ: પ્રિયંકા ચોપરા, સુનિલ થાપા, દર્શન કુમાર

રેટિંગ: ***


મેરી કોમના પિતા તેની બોક્સિંગની પસંગદીની વિરુધ્ધ હતા.તેની પાછળનું કારણ તે ખુબ ગરીબ પરિવારમાંથી આવતા હતા અનું હતુ.આજ દિન સુધી મેરી કોમનો પરિવાર આર્થિક સંઘર્ષ કરી રહ્યો છે.પણ બોક્સર બનવાના સપનાને પૂર્ણ કરવાનું મેરી કોમે પાક્કુ મન બનાવી લીધુ હતુ અને તે માટે તેણે ત્યાંના લોકલ કોચની મદદ લીધી.આજે મેરીકોમે એ હાઈટ મેળવી છે જે કોઈના પણ માન્યમાં ન આવે.આ સંઘર્ષમય સ્ટોરી લાઈન વાળી ફિલ્મને કેવી રીતે અન્યાય કરી શકાય?

ફિલ્મમાં અનેક ખામીઓ છે,આ ફિલ્મનો શરૂઆતનો ભાગ થોડો કંટાળાજનક છે,પણ અંત હૃદય દ્રવી ઉઠે તેવો છે. ફિલ્મમાં ઘણો મસાલો ઉમેરવામાં આવ્યો છે.જે મેરી કોમની રિઅલ લાઈફથી ઘણો દૂર છે.ફિલ્મની સ્ટોરી લાઈનમાં પણ અનેક ખામીઓ દેખાય છે.છતા ફિલ્મ ચાહકોના દિલને સ્પર્શે તેવી છે.ફિલ્મમાં પ્રિંયકાએ પરસેવો પાડી દે તેવો રોલ પ્લે કર્યો છે.એટલે ઘણા ખરા એવોર્ડ તે આ વર્ષે પોતાના નામે કરે તો નવાઈ નહી.આ ફિલ્મમાં પ્રિયંકાનું હાર્ડ વર્ક ઉડીને આંખે વળગે તેવુ છે.ફિલ્મમાં મેરી કોમના જીવનમાંથી પ્રેરણાત્મક દર્શયોની કમી છે.

બોક્સરના રોલ માટે પ્રિયંકા ચોપરાએ જે ફિઝિકલ વર્ક આઉટ કર્યુ છે તે માઈન્ડ બ્લોઈંગ છે.તેનુ વર્ક આઉટ એક મેજીકથી કમ નથી. તેના પિતના વરોધ છત્તાં મેરી કોમનો દ્દઢ સંકલ્પ તેને આજે આ મુકામે લઈ આવ્યો છે. શરૂઆતના સમયમાં મદદહીન મેરી કોમની લાઈફ મધર બન્યાં સુધી ખુબ સંઘર્ષ મય રહી છે. મેરી કોમના રોલમાં પ્રિયંકાએ પોતાનો જીવ નિચોડી દીધો છે તેવું કહીએ તો ખોટુ નહી ગણાય.

મેરી કોમના હસબન્ડની ભૂમિકા દર્શન કુમારે ભજવી છે.તે પહેલી નજરે તમને ડિસન્ટ લાગે,પણ મેરી કોમના કોચની ભૂમિકા ભજવનાર નરીજીત સિંઘની એકટિંગ લાસ્ટ મુમેન્ટમાં થોડી નિરાશાજનક લાગે છે.ફિલ્મમાં મેરી કોમના પોતાના સંપૂરણ સંઘર્ષમય જીવનને બતાવવાની જરૂર હતી,જેમાં ડિરેક્ટર નિષ્ફળ ગયા છે.પણ દર્શકોને આકર્ષિત કરવા અને ફિલ્મ હીટ નિવડે તે માટે ફિલ્મમાં માસાલો ઉમેરવાથી ફિલ્મ મેરી કોમના જીવનથી ઘણી દૂર લાગે છે.જો કે મેરી અને પ્રિયંકા એક સારી ફિલ્મના હકદાર જરૂર રહ્યાં છે.
















Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK