ફિલ્મ રિવ્યુઃ ખુબસુરત

શંશાક ઘોષની 'ખુબસુરત'ની તુલના જો રિષિકેશ મુખર્જીની 'ખુબસુરત' સાથે કરીને જોવામાં આવે તો દર્શકોને જરૂર નિરાશા મળશે.આ ફિલ્મ જુના તત્વોને આજની જનરેશનનો ટચ આપીને બનાવવામાં આવી છે


પ્રકારઃરોમેન્ટિક/કોમેડી


કાસ્ટઃ સોનમ કપૂર,ફવાદ ખાન,રત્ના પાઠક શાહ,કિરન ખેર,અદિતિ રાઓ-હૈદરી.


ડાયરેકટરઃ શશાંક ઘોષ


રેટિંગઃ ***


.એક અનુશાસિત અને કઠોર માહોલના એક પરિવારમાં ચુલબુલી છોકરી આવે છે.જે પોતાના નૈસર્ગિક ગુણો દ્વારા ત્યાંની વ્યવસ્થા બદલે છે.નિર્દેશક શંશાક ઘોષે અને રાઈટરે મૂળ ફિલ્મની સમકક્ષ પહોંચવામાં કોઈ કમી નથઈ રાખી.તેમણે ન્યુ જનરેસનને ગમે તેવા કેરેકટરને પ્રાધાન્ય પણ આપ્યું છે.

ફિલ્મની કહાનીમાં એવુ છે કે એક દુર્ઘટનાને કારણે રાજસી પરિવારમાં એટલી ઉદાસી વ્યાપી જાય છે કે લોકો હસવાનુ પણ ભૂલી જાય છે.આ બધી જ વ્યકિતઓ જીવી રહી છે માત્ર અપૌચારિકતા ખાતર.હેડ ઓફ ધ ફેમિલિ ઘુંટણની બીમારીને કારણે ચાલી નથી શકતા.તેમના ઉપચાર માટે ફિજિયોથેરાપિસ્ટ મિલી ચક્રવર્તીનુ આગમન થાય છે.દિલ્હીના મિડલક્લાસ ફેમિલિમાં પંજાબી માતા અને બંગાળી પિતાની દિકરી મિલિ ચક્રવર્તી ચુલબુલી અને એકદમ નિખાલસ સ્વભાવની છે.તે પોતાની માતાને નામથી જ બોલાવતી હોય છે.રાજપ્રસાદના શિષ્ટાચારથી અપિરિચિત મિલીના મિડલક્લાસ ફેમિલિના આચાર અને વ્યવહારથી રાણી સાહેબા ચીડાય છે.તેના આગમનથી અને વ્યવહારથી પરિવારના અનુશાસનમાં ખલેલ પહોંચે.ઘણા લોકો તેને ગમાર સમજે છે.પણ તે પોતાની નિખાલસતાથી રાણી સાહેબા અને આખા પરિવારની પ્રિય બની જાય છે.હિંદી ફિલ્મોની એક મજબુરી પ્રેમ છે.આ ફિલ્મમાં વિક્રમ સિંહ રાઠોડ અને મિલી વચ્ચે પ્રેમ ખીલવાના વધારાના દર્શયોને જબરજસ્તીથી ઉમેરવામાં ન આવ્યા હોત તો આ ફિલ્મ વધારે સરળ અને સ્વાભાવિક લાગત.ઘણા બીજા દર્શયોમાં પણ તમને બોરિંગ ફિલ થાય.જો કે તેમ છત્તાં ફિલ્મ મનોરંજક અને તાજગીથી ભરપુર છે.ફિલ્મમાં નવા રંગ,એનર્જી અને નવી વિચારધારા જોવા મળે છે.

મિલિ મિડલ ક્લાસ પરિવારમાં જન્મી હોવા છત્તાં દેશની સાંસ્કૃતિક વિવિધતા તેનામાં છે.નિયમો અને ઔપચારિકતામાં ઘણીવાર ઈચ્છાઓ દબાઈ જતી હોય છે.મહાનગરમાં આવીને આ છોકરી પોતાના સપના અને વિચાર પર જામેલા થરને દૂર કરી નાંખે છે.ફિલ્મમાં તે રાણી સાહેબા સાથે ક્યારેય ટશલમાં નથી ઉતરતી કે ન તો તેમને સબક શિખવાડવાની કોશિશ કરે છે.બધુ જ તેની મેળે બદલાતુ જાય છે,અને આખરે રાણી સાહેબાને મેહસુસ થાય છે કે તેમણે પોતાના પર જે બોજ ઉઠાવી રાખ્યો હતો તે બેકારણ હતો.પરિવારના દરેક સભ્યો સાથે તેમનો વ્યવહાર અલગ-અલગ છે.દરેક પોતાના જીવનમાં કંઈક બીજુ ઈચ્છે છે.આ ફિલ્મ હિન્દી ફિલ્મોમાં આવી રહેલી વિવિધતાનુ એક સુંદર ઉદાહરણ પણ છે.

મિલિના રોલમાં સોનમ એકદમ નિખાલસ દેખાય છે.એને જોતા એવુ લાગે છે કે તેણે ખાસ મેહનત નથી કરવી પડી.સોનમે મિલિના સ્વભાવને પોતાના હાવ-ભાવ અને અભિનયથી રોચક બનાવ્યો છે.રાણી સાહેબાના પાત્રમાં રત્ના પાઠક શાહ એકદમ ઠસ્સાદાર લાગી રહ્યાં છે.વિક્રમ સિંહ રાઠોડની ભૂમિકામાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન પોતાની પ્રતિભાથી મુગ્ધ છે.તેણે પોતાના અભિનયમાં સંયમ અને શિષ્ટતાનો પરિચય કરાવ્યો છે.રાજા સાહેબની ભૂમિકામાં અમીર રાજા હુસૈન જચે છે.રામસેવકના નાનકડા રોલમાં અશોક બાંઠિયાની નોંધ પણ લેવી જ રહી.Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK