ફિલ્મ રિવ્યુઃ 'ઉંગલી'

શોભા શેટ્ટી સહા

આજે રિલિઝ થયેલી ફિલ્મ 'ઉંગલી'ચાર મિત્રોની કહાની છે.જેમની એક 'ઉંગલી ગેંગ' છે.જે ભ્રષ્ટ્રાચાર અને ભ્રષ્ટ સિસ્ટમને 'ઉંગલી'બતાવે છે.

ungli



પ્રકારઃ એકશન અને ડ્રામા

ડાયરેકટરઃ રેન્ઝિલ ડિસિલ્વા

કાસ્ટઃ ઈમરાન હાશ્મી,કંગના રાનૌત,રણદીપ હૂડા,સંજય દત્ત,નેહા ધુપિયા,અંગદ બેદી અને નીલ ભૂપલમ

રેટિંગઃ 3 સ્ટાર



આ ગેંગ ખરાબ સિસ્ટમ અને લોકો વિરૂધ્ધ પોતાની રીતે જંગ લડે છે.આ ચાર મિત્રોની ગેંગમાં એક પાંચમો મિત્ર પણ ભળે છે.જે ઈમરાન હાશ્મી હોય છે.તે ભ્રષ્ટ કર્મચારીને સજા આપે છે અને મીડિયાને ટેપ મોકલીને સાચા સંદેશા આપતો રહે છે.આ કેસ પર કામ કરવા માટે પોલીસ ઓફિસર કાલેને તૈયાર કરવામાં આવે છે.આ પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે સંજય દત્ત.તે પણ આખી પોલીસ સિસ્ટમને 'ઉંગલી' બતાવે છે.

ફિલ્મ ઉંગલીનો વિષય ખુબ સારો છે.આ ફિલ્મમાં વર્તમાન મુદ્દોને આવરી લેવામાં આવ્યા છે.આ ફિલ્મ થકી આજે પણ વ્યકિત ભ્રષ્ટ સિસ્ટમ સામે કેવી રીતે ઝઝુમી રહ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ ફિલ્મમાં ભ્રષ્ટ અધિકારીઓને સજા આપવાની પધ્ધતિ પણ રોચક છે.ફિલ્મના ડાયરેક્ટર રોંસિલ ડિસિલ્વા આ પહેલા રંગ દે બંસતી જેવી ફિલ્મ લખી ચૂક્યા છે,પણ અફસોસ કે તેઓ ઉંગલીમાં જોઈએ તેવી સ્ક્રિપ્ટ આપી શકયા નથી.ફિલ્મની કહાની ડચકા ખાતા ખાતા આગળ જાય છે.ફિલ્મના પ્રોમોમાં ઈમરાન હાશ્મીને હીરો બનાવીને રજૂ કરાયો છે,પણ ફિલ્મમા તો હીરો રણદીપ હૂડા જ સાબીત થાય છે.

આ ફિલ્મમાં ઈમરાન હાશ્મીનો ઉપયોગ માત્ર સ્પેશ્યલ સીન પૂરતો કરવામાં આવ્યો હોય તેવુ લાગે છે.કંગના રાનૌતની એકટિંગ એક્સપ્રેશન વગરની છે.ગીતોનો સમાવેશ પરાણે કરાયો હોય તેવુ લાગી રહ્યુ છે.ગીતો પણ એવા છે કે થિએટરની બહાર નિકળ્યા બાદ યાદ પણ ન રહે.ફિલ્મમાં જો કે તમને પસંદ પડે તેવી ઘણી બાબતો પણ છે.ખાસ કરીને ભ્રષ્ટ અધિકારીઓને સજા આપવાની પધ્ધતિ ઘણી સારી છે.ફિલ્મ લગભગ 2 કલાકની છે.આ ફિલ્મ વિશે એવુ કહી શકાય કે વિષય ઘણો સારો છે પણ દમદાર સ્ક્રિપ્ટની ખામીને કારણે ફિલ્મને જોઈએ તેવી સફળતા નહી મળી શકે.












Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK