ફિલ્મ રિવ્યુઃ 'તેવર'

પહેલી વખત ડાયરેકટર અમિત શર્માએ ફિલ્મના પોઝીટીવ પાસાઓને ઉજાગર કર્યા છે,પણ ફિલ્મમાં વધારે પડતી નિર્દયતાના રંગો ફિલ્મની નાજુકતાને હણી નાંખે છે.

Tevar


ફિલ્મ રિવ્યુઃ 'તેવર'


પ્રકારઃ એકશન/રોમાંસ


ડાયરેકટરઃ અમિત શર્મા


કાસ્ટઃ અર્જુન કપૂર,સોનાક્ષી સિંહા,મનોજ બાજપાઈ


રેટિંગઃ 2.5 સ્ટારશુભા શેટ્ટી સહા


ફિલ્મની શરૂઆત જ અનેક અડચણો સાથે થાય છે.આ ફિલ્મ 2003માં આવેલી તેલુગુ ફિલ્મ ઓકુડુ પરથી બનાવવામાં આવી છે.એકના એક જ વિષયને નવેસરથી પિરસવાને કારણે ફિલ્મ થોડી બોરિંગ લાગી રહી છે.એક દાયકા જુની આ ફિલ્મમાં નિર્દેશક અમિત શર્માએ વર્તમાન સમયના નવા રંગો ઉમેરી ફિલ્મ બનાવી છે.નિર્દેશક અમિત શર્મા આ ફિલ્મને સારી રીતે સવારવામાં પણ ઉણા ઉતર્યા છે.આ ફિલ્મમાં 80નો દાયકાની યાદ અપાવવામાં આવી છે.જે બેકગ્રાઉન્ડ પર બોલિવુડમાં અગાઉ ઘણી ફિલ્મો બની ચુકી છે.અગાઉની ફિલ્મોની જેમ આમાં પણ હીરો એક ડઝન ગુંડાઓનો એક સાથે સામનો કરે તે દર્શયોનો તડકો ઉમેરવામાં આવ્યો છે.આ ફિલ્મમાં નેતા કોઈ એક વસ્તુ મેળવવા કેવી રીતે પોતાની વગનો ઉપયોગ કરે છે તે નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યુ છે.

આગ્રાના દમદાર બે વ્યકિતઓ ઘનશ્યામ અને પીંટૂ (અર્જુન કપૂર) એક પોલીસ (રાજ બબ્બર)નો દિકનો છે.તે કબડ્ડીનો પાક્કો ખેલાડી છે.તે ખુબ બળવાને છે તે વગ ધરાવતા લોકોથી હેરાન પરેશાન કરતી છોકરીઓને બચાવવા દોડી જાય છે.રાધિકા (સોનાક્ષી સિંહા) જે એક કોલેજ ગર્લના રોલમાં છે.તે મથુરાની હોય છે.તેની પાછળ ત્યાંનો લોકોલ ગુંડો (મનોજ બાજપાઈ) જે બદમાશ રાજકારણી છે તેની પાછળ પડ્યો હોય છે.મનોજ બાજપાઈ એવા રાજકારણીની ભૂમિકામાં છે જે તે રાધિકાને મેળવવા કોઈ પણ હદે જઈ શકે છે.પીંટૂ રાધિકાને બચાવે છે અને ત્યારથી સ્ટોરીમાં યુટર્ન આવે છે.

અમિત શર્માએ આ ફિલ્મમાં થોડા હકારાત્મક પાસાને પણ ઉમેર્યા છે.આ ફિલ્મમાં આગ્રા,મથુરાની આસપાસના વિસ્તારોમાં વસતા લોકો કેવી રીતે રોજની મુસિબતો સામે ઝઝુમે છે તે પાસાને હકારાત્મક રીતે રજૂ કરાયા છે.ઘણા પાસા મનમોહક,સ્પેશલ છે જે પિન્ટુના પરિવારમાં જોવા મળે છે.પરંતુ ફિલ્મના વધારે મારધાડ વાળા સિન ફિલ્મની સમગ્ર સ્ટોરીલાઈનને ઝાંખી કરી નાંખે છે.ફિલ્મમાં હિંસા વધારે પડતી છે અને દરેક સીનમાં તે જોવા મળે છે.ધૈર્યાના પાસાને પાછળ કરી ફિલ્મની વાર્તા એકશન સિનથી જ ભરપુર છે અને તેનાથી જ આગળ વધે છે.

સમગ્ર ફિલ્મનો ભાર અર્જુન કપૂરના ખભે છે.તેણે જ ફિલ્મમાં મર્દાના હિરોની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં અર્જુન કપૂર ઘણા સિન્સમાં ડગમગતો જોવા મળે છે,પણ તેની ગંભીરતા અને
વિવેક પૂર્ણ વ્યવહાર ફિલ્મમાં હકારાત્કતા પુરે છે.મનોજ બાજપાઈની એકટિંગ વિશે ક્યારેય કંઈ કેહવાની જરૂર નથી.તેણે ઘણી પરફેક્ટ એકટિંગ કરી છે.સોનાક્ષી સિંહાએ પણ સારી રીતે પોતાનો રોલ નિભાવ્યો છે.ભારતીય નારીની ઈમેજ તેણે સારી રીતે જાળવી છે.શ્રુતિ હાસનનું એક આઈટમ સોંગ પણ ફિલ્મમાં છે.

જો તો તમે આ ફિલ્મ જોશો તો બોલિવુડના 80ના દાયકાની ફિલ્મની યાદ તમને આવશે,તમે અર્જુન કપૂરના ચાહક હો તો આ ફિલ્મ જોવા જેવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK