ફિલ્મ રિવ્યુ : તેરે નાલ લવ હો ગાયા

કૉમન સ્ટોરીની તેરે નાલ લવ હો ગયા રિતેશ-જેનિલિયાની કેમિસ્ટ્રી અને કૉમેડીને લીધે રોમૅન્ટિક ફિલ્મના ચાહકો માટે સારો વિકલ્પ

tere-nal-pyaar-ho-gayaકોઈ પણ રોમૅન્ટિક ફિલ્મ એના પ્રોમો અને ટ્રેલર પરથી સ્ટોરી વિશેનો લગભગ અંદાજ તો આપી જ દે છે. ‘તેરે નાલ લવ હો ગયા’ એવી જ ઘણી વખત બૉલીવુડમાં ઉપયોગ થઈ હોય એવી લવસ્ટોરી લાગી રહી હતી. જોકે આ ફિલ્મ સરપ્રાઇઝ આપવામાં સફળ થાય છે. સ્ટોરી તો એ જ જૂની રેકૉર્ડને ચલાવતી રહે છે, પણ થોડા સમય પહેલાં જ પરણેલાં રિતેશ-જેનિલિયાની કેમિસ્ટ્રી અને અમુક સારી કૉમેડીને કારણે રોમૅન્ટિક ફિલ્મોના ચાહકો માટે આ એક ઘણો સારો અનુભવ રહેશે.

લગ્નથી બચવા વીરેન (રિતેશ) પાસેથી કરાવેલા કિડનૅપિંગનું નાટક મિની (જેનિલિયા)ને તેની નજીક લાવે છે. જોકે વીરેન પાછળ મિનીના ધનવાન પિતા (ટિનુ આનંદ) છે અને એમાંથી બચવા તેઓ જેમના આધારે જાય છે એ સાચા કિડનૅપર્સ છે. જોકે ત્યાં સુધીમાં બન્ને એકબીજાના પ્રેમમાં હોય છે, તો તેમને કોઈ રોકી શકશે?

jodi-breakers-review1નવોદિત ડિરેક્ટર મનદીપકુમારના દિગ્દર્શનમાં ઘણું સાતત્ય રાખવામાં આવ્યું છે. સ્ટોરીમાં કોઈ મોટા પ્રયોગો ન કરવાના હોવાથી પાત્રોને મહત્વ આપી ઘણી સારી રીતે એને દર્શકો સમક્ષ મૂકવામાં આવી છે. જોકે અમુક સમયે ફિલ્મ કંટાળાજનક બની જાય છે. સ્ટોરીમાં કોઈ નવીનતા ન હોવી એ આ ફિલ્મ માટે નુકસાનકારક છે.

રિતેશ દેશમુખની કૉમિક ટાઇમિંગ તો પહેલાંની ફિલ્મોથી સાબિત થઈ જ છે અને તે નિરાશ નહીં કરે. જેનિલિયા સ્વતંત્રમિજાજી યુવતી તરીકે ક્યારેક ઓવર-ઍક્ટ કરે છે, પણ બાકી તેને પણ પસંદ કરવામાં આવશે. ઓમ પુરી જેવા કલાકારને સારો રોલ મળે પછી તેઓ દરેક સીનમાં છાપ છોડે એ તો ચોક્કસ જ હોય.

- શુભા શેટ્ટી-સહા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK