ફિલ્મ-રિવ્યુ : તેરા સુરૂર

હિમેશ રેશમિયા, હિમેશ રેશમિયા, હિમેશ રેશમિયા અને સાથે છે નસીરુદ્દીન શાહ, શેખર કપૂર, કબીર બેદી અને ફારાહ કરીમીનું ટૉપિંગ

'Teraa Surroor' - Movie Review


અજય બ્રહ્માત્મજ

હિમેશ રેશમિયાની ખૂબી એ છે કે તેને પોતાની ખૂબીઓની ખબર છે અને એ ખૂબીઓનો હિમેશ ભરપેટ ઉપયોગ કરે છે અને તેનું પોતાનું ફોકસ પણ તેના પર જ રહે છે. ‘તેરા સુરૂર’માં હિમેશે આયરલૅન્ડનું ડબ્લિન દેખાડ્યું છે. ડબ્લિનના ઍરિયલ-શૉટ્સ અદ્ભુત છે, આ શૉટ્સ આ શહેરની ખૂબસૂરતીની સુપર્બ ઝલક આપે છે. હિમેશ રેશમિયા સાથે આ શહેર પણ તમને સતત દેખાયા કરે છે. હિમેશની ગાયકી સાથે પણ એ દેખાય છે અને વિચારોમાં ગળાડૂબ થઈ ગયેલા હિમેશ સાથે પણ ડબ્લિનની ખૂબસૂરતી દેખાયા કરે છે.

ઍક્શન-શૉટ્સમાં પણ આ બ્યુટિફુલ શહેર પોતાની છાપ છોડવાનું કામ કર્યા વિના રહેતું નથી અને આ જ કારણોસર ફિલ્મમાં સ્લો મોશન મોમેન્ટનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી તમે બ્યુટિફુલ ડબ્લિનને પણ જોવાની તક ચૂકો નહીં. બાય ધ વે, એવું જરા પણ નથી કે ‘તેરા સુરૂર’માં ડબ્લિન સિવાય બીજું કંઈ જોવા જેવું નથી. છે, બીજું પણ જોવા જેવું છે. લુક ચેન્જ કરીને ફ્રેશ થઈ ગયેલો હિમેશ પણ એમાં જોવા મળે છે અને ફારાહ કરીમીની નજાકત પણ એમાં જોવા મળે છે. શહેનાઝ પટેલની મમતા પણ ભારોભાર જોવા મળે છે તો લાંબા સમય પછી સેલ્યુલૉઇડ સ્ક્રીન પર દેખાયેલા શેખર કપૂરની સાથોસાથ કબીર બેદી અને નસીરુદ્દીન શાહ પણ જોવા મળે છે.

ફિલ્મની શરૂઆત રઘુ (હિમેશ રેશમિયા)ના બચપણથી થાય છે. હિન્દી ફિલ્મોની જુનિયર આર્ટિસ્ટ એવી મા (શહેનાઝ પટેલ)નો દીકરો રઘુ નાનપણની કેટલીક પરિસ્થિતિઓને કારણે અપરાધી બની જાય છે, પણ જેલમાંથી છૂટ્યા પછી રઘુ પોલીસ માટે કામ કરવા માંડે છે અને દેશવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ખતમ કરવાના કામ પર લાગી જાય છે. આવા આરોપીઓને ખતમ કરતાં પહેલાં તેના મોઢે એક વાત બોલાવાનું રઘુ ભૂલતો નથી, ભારતમાતા કી જય. મારતાં પહેલાં રાષ્ટ્રની જય બોલાવવાની આ જે રીત છે એ ચોક્કસ રીતે નાના સેન્ટરના ઑડિયન્સની તાળીઓ લઈ જાય એવું બની શકે છે. ઍની વે, ફિલ્મની સ્ટોરી આગળ વધારીએ. તારા (ફારાહ કરીમી) રઘુ માટે સર્વસ્વ છે, તે તારા માટે કંઈ પણ કરી શકે છે. જોકે એક ઘટના એવી બને છે કે ડ્રગ્સ સાથે તારા આયરલૅન્ડથી પકડાય છે અને જેલમાં જાય છે. રઘુભાઈની એક જ મકસદ હવે છે, કોઈ પણ હિસાબે તારાને છોડાવવી. શરૂઆત કાયદાની રીતે કરવામાં આવે છે, પણ એમાં તેને જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે રઘુ સૅન્ટિનોની હેલ્પ લે છે. સૅન્ટિનો ૧૯ વખત જેલ તોડીને ભાગ્યો છે અને અત્યારે તે પોતાને આરામ મળે એટલે ડબ્લિનની જેલમાં કેદ છે. ફિલ્મ અને રઘુ છેલ્લે સુધી તારાને જેલમાંથી છોડાવવાની વાત પર ફર્યા કરે છે. જોકે વાત ચ્યુઇંગ ગમની જેમ ખેંચાયા ન કરે એટલે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે વચ્ચે-વચ્ચે સસ્પેન્શના નાના-નાના ફુગ્ગાઓ ફૂટ્યા કરે છે. એટલું કહેવું પડે કે ફિલ્મનો સ્ક્રીનપ્લે મજબૂત છે અને ઘટનાઓ ક્રમશ: આગળ વધ્યા કરે છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મ એવી ફાસ્ટ થઈ જાય છે કે ખાલી હીરો રઘુ નહીં, પરંતુ ઑડિયન્સે પણ એ તમામ ટ્રૅક દિમાગમાં રાખવા અઘરા થવા માંડે છે.

આખી ફિલ્મ રઘુના દૃષ્ટિકોણથી કહેવામાં આવી છે, કહોને કે વર્ણવવામાં આવી છે જેથી ફિલ્મની સ્ટોરી થોડી ફાસ્ટ ચાલે. કહેવું પડે કે જે રીતે હિમેશને પોતાની ખૂબીઓની ખબર છે એ જ રીતે તમામ ઍક્ટરની ખામીઓને પણ ધ્યાનમાં રાખીને આગળ વધવામાં આવ્યું છે, જેને લીધે બને છે એવું કે ફિલ્મમાં રહી ગયેલી કચાશ વિશે વાત કરવાનો કોઈ સમય મળતો નથી. માનવું પડે કે હિમેશબાપુની ઍક્ટિંગમાં નિખાર આવી ગયો છે. હિમેશના ફૅન્સને આ ફિલ્મ ગમશે. આ વખતે તો હિમેશે તેના ભાઈબંધ સલમાનની જેમ શર્ટ ઉતારવાનું કામ પણ કર્યું છે.

નસીરુદ્દીન શાહ, શેખર કપૂર અને કબીર બેદી પણ ફિલ્મમાં છે તો બ્યુટિફુલ ફારાહ કરીમી પણ છે. આ બધા ઍક્ટર્સને કારણે ફિલ્મ સમૃદ્ધ બની છે, પણ આ ઍક્ટરોના કૅરૅક્ટરને બહુ લંબાવવામાં નથી આવ્યાં. ફિલ્મના કેન્દ્રમાં માત્ર એક જ વ્યક્તિ છે, હિમેશ રેશમિયા અને એમાં ખોટું પણ શું છે. ફિલ્મ આખી તેણે એકલાએ પોતાના ખભા પર ઊંચકી લીધી છે. જ્યાં પણ ખભો કામ નથી આવ્યો ત્યાં તેણે પોતાના ગળાનો ઉપયોગ કરીને ફિલ્મને બચાવી લીધી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK