ફિલ્મ રિવ્યુઃ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'

કંગના રાનોતે ફરી એકવાર તેની દમદાર એકટિંગ આ ફિલ્મથી પુરવાર કરી દીધી છે. આ ફિલ્મમાં કંગનાની ડબલરોલ એકટિંગ એટલી જોરદાર છે કે એક સીન માટે પણ તમે પલકારો પણ નહી મારો.


tanuwedsmanu
પ્રકારઃ રોમેન્ટિક/ કોમેડી


ડાયરેક્ટરઃ આનંદ એલ રાય


સ્ટારકાસ્ટઃ કંગના રાનોત, આર.માધવન, જીમ્મી શેરગીલ, દિપક ડોબરીયલ, એઝાજા ખાન, સ્વરા ભાસ્કર


સંગીત નિર્દેશકઃ કૃષ્ણા સોલો, તનિષ્ક-વાયુ


રેટિંગઃ 3.5 સ્ટારશુભા શેટ્ટી શહા


કંગનાએ આ ફિલ્મમાં ડબલ ડ્રામેટિકલી રોલ ગજબ રીતે ભજવ્યા છે. એક રોલમાં તે એકદમ હરખઘેલી, જોશીલી, બિન્દાસ અને આત્મવિશ્વાસુ તનુ છે, તો બીજા રોલમાં તે એકદમ દેશી હરિયાની ગર્લ છે. જે એક ઉભરતી ખેલાડી છે. તે એક રોલ માંથી બીજા રોલમાં એકદમ એક વાર્તાની જેમ બદલાય છે. આમ જોવા જઈએ તો આવી એકટિંગ અઘરી જ નહી પણ ઘણી સંઘર્ષ મય છે. આ રોલ કંગના માટે એક મોટી સિધ્ધિ કરીએ તો પણ ખોટુ નહી ગણાય.

'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' એ ઓરિજનલ ફિલ્મ તનુ વેડ્સ મનુના પાંચ વર્ષના ગેપ બાદ આવેલી આગળ વધતી ફિલ્મ છે. જેમાં એક મિસમેચ કપલ (કંગના અને આર.માધવન) છે. જેઓ ફરી ચાર વર્ષના ગેપ બાદ સાથે આવ્યા છે. ડાયરેક્ટર આનંદ એલ રા. અને રાઈટર હિમાંશુ શર્માએ આ સ્ટોરીને સારો એવો નિચોડ આપ્યો છે. આ ફિલ્મમાં ડેયરકટરે એ વાસ્તવિકતાને ઉજાગર કરી છે કે કેવી રીતે રિઅલ અને રિલ લાઈફમાં લગ્નનો વધારે પડતી અપેક્ષાઓ અને મિસમેચ કપલને કારણે એક ન વિચારેલુ સ્વરૂપ ધારણ કરે છે.

લગ્નના ચાર વર્ષમાં તનુ અને મનુ ખુબ આગળ વધી જાય છે. આટલા સમયમાં વાત એ હદે પહોંચે છે કે તનુને મનુ ખુબ બોર લાગવા માંડે છે તો મનુને તનુ ખુબ વધારે પડતી માંગણીઓ કરતી લાગે છે. તનુ ફરી કાનપુર આવી જાય છે, અને ફરી પાછી તેની જ જુની લાઈફનમાં જીવવા લાગે છે, અને આ ઘટના વચ્ચે એવુ બને છે કે મનુ અન્ય એક છોકરી કુસુમ જે તનુ જેવી લાગે છે તેના પ્રેમમાં પડે છે.

ફિલ્મની કહાની એકદમ આઘાત પમાડે તે રીતે શરૂ થાય છે, કારણ કે ફિલ્મની શરૂઆતમાં જ એક મેન્ટલ હોસ્ટિપટલનો સીન છે, અને સીનથી જ તમારા હૃદયના ઘબાકારા વધી જશે. જો કે ફિલ્મ એકદમ ફેમિલિયર છે. આખી ફિલ્મ એક સારા કહી શકાય તેવા મોડ પરથી પસાર થાય છે અને લાઈફ એકદમ સરસ રીતે આગળ વધતી જાય છે.

આ ફિલ્મમાં કગના રાનોતના ડાયલોગ્સ લાજવાબ છે. ફિલ્મના ડાયલોગ્સ તમને એકદમ ઓરીજીનલ લાગશે તે ફિલ્મના મૂળીયાને જકડી રાખે છે. આ ફિલ્મમાં કોઈ પણ લાઈન્સ આર્થ સભર અને આનંદી છે. આ ડિલાઈટફુલ ફિલ્મ લગ્નો તૂટવાના કારણોને ખુબ સારી રીતે સમજાવી જાય છે.

આ ફિલ્મમાં ખુબ સુંદર વિચારોને રજૂ કરવામાં આવ્યા છે. આનંદ એલ રાયએ આ ફિલ્મથી સાબિત કરી દીધુ છે કે તે બોલીવુડનો બેસ્ટ ડાયરેક્ટર છે. ફિલ્મમાં લાગણીઓ અને સંબંધોને બખુબી રીતે વણી લેવાયા છે. શા માટે લગ્નો તૂટી રહ્યા છે એ મુદ્દાને ખુબ રમૂજ સાથે અર્થસભર રીતે સમજાવ્યુ છે કે જેના માટે આનંદ એલ રાયને તમારે શાબાશી આપવી જ રહી.
આ ફિલ્મ તેના ફસ્ટ વર્ધનને મળતી જ છે એટલે તમને સિક્વલ છે તેવો ખ્યાલ ખુબ ઓછો આવશે. ફિલ્મનો બીજો ભાગ પણ પહેલા જટલો જ રસપ્રદ લાગે છે એવુ જરાય ફિલ નહી થાય કે આ ફિલ્મ તમે એક સિકવલમાં જોઈ રહ્યા છો.

આ ફિલ્મમાં તમારી આંખોને કંગનાની એકટિંગ તો ગમશે જ પણ સાથે આર.માધવન, સ્વરા ભાસ્કર સહિતના અન્ય એકટરોની એકટિંગ પણ તમે નોટિસ કરશો, કારણ કે કંગના સિવાયના આ તમામ એકટર્સો એ ફિલ્મને સારો એવો સપોર્ટ આપ્યો છે. માધવન ફરી એક ડિસન્ટ એકટર સાબિત થયો છે. તે બે સ્ત્રીઓ સાથે કેવી રીતે ડિલ કરે છે તે બાબત ખુબ સહજ અને એટલી જ મજબુતાઈ સાથે બતાવવામાં આવી છે. દિપક ડોબ્રરિયાલની એકટિંગ પણ સારી છે. આ તમામ લોકોએ ફિલ્મની સફળતા માટે યોગ્ય પ્રયાસો કર્યા છે.

પાંચ વર્ષ પછી પણ આ ફિલ્મમાં કંગના તમને જરાય ઓલ્ડ નહી લાગે, તેની એકટિંગ પહેલી જ ફિલ્મ જેટલી દમદાર છે. આ ફિલ્મ જોયા પછી તમે જરૂર કહેશો કે કંગના ખરેખર રિઅલ સ્ટાર છે. આ સિકવલ વિશે વધુ કેહવાની જરૂર નથી. ફિલ્મ તમારે થિએટરમા જઈને જોવી જ પડે તેટલી ઈન્ટરેસ્ટીંગ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK