ફિલ્મ રિવ્યુ : તમાશા

પ્રેમ અને જિંદગીનું નવું સરનામું


 


અજય બ્રહ્માત્મજ


રૂટીન ફિલ્મો અને રૂટીન મનોરંજનથી એકદમ હટકે ફિલ્મમાં બનાવવા માટે ઇમ્તિયાઝ અલીએ મોટું જોખમ લીધું છે : ફિલ્મનાં ગીતોના શબ્દો અને સંગીત દીપિકા અને રણબીરના પર્ફોર્મન્સમાં તાલ પુરાવતાં જોવા મળે છે

ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ ‘તમાશા’માં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર જેવા કલાકારોની મદદથી પ્રેમ અને અસ્મિતાના વિવિધ ભાવોને દર્શકો સામે રજૂ કર્યા છે. સીધીસાદી ફિલ્મોના સમયે તેમણે આ ફિલ્મ દ્વારા ખૂબ જ મોટું જોખમ લીધું છે. ઇમ્તિયાઝે બે લોકપ્રિય ઍક્ટરોની મદદથી માનવામાં ન આવે એવી વાર્તા અને અગાઉ ક્યારેય જોવા નહીં મળ્યાં હોય એવાં પાત્રોને રજૂ કર્યાં છે. વર્ષોથી એકસરખી ફિલ્મો જોવાનો અનુભવ અને એના મનોરંજનની રીતમાં ફેરબદલી થાય ત્યારે દર્શકો ખૂબ જ વિચલિત થઈ જાય છે. દર્શકો એવું ઇચ્છતા હોય છે કે તેમનું જીવન રૂટીનમાં ચાલતું રહે અને તેમને રૂટીન ફિલ્મો દ્વારા રૂટીન મનોરંજન મળતું રહે. જોકે ઇમ્તિયાઝ અલીએ આ વખતે તેમની ફિલ્મ દ્વારા કોઈ પણ લક્ષ્ય વગર જીવનમાં સતત ભાગતા યુવાનો પર રોક લગાવી તેમને એ વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું તેઓ પોતાના પર રોક લગાવી પોતાની જાતને ભૂલી બેઠા છે?

વેદ અને તારા આજના જમાનાનાં પાત્રો છે જેમને પરિવાર અને સમાજે એક રસ્તો બતાવ્યો છે જેના પર તેમણે ચાલવાનું છે. આ રસ્તા પર ચાલવાથી જ તેઓ સફળ વ્યક્તિ કહેવાશે એવું માની લેવામાં આવે છે. સમાજનું એવું માનવું છે કે લોકો એક જ પ્રકારે જીવન વિતાવે અને એ મુજબ જ રહે. શિમલામાં જન્મેલા અને ત્યાં જ મોટા થયેલા વેદનું મન વાર્તાઓમાં ખૂબ જ રસ લે છે. તે કોઈ પણ જાતની પરવા કર્યા વગર એકદમ બેપરવા જીવન વિતાવવા માગતો હોય છે અને એની જ શોધમાં તે ફ્રાન્સના કોર્સિકામાં પહોંચી જાય છે જ્યાં તેની મુલાકાત તારા સાથે થાય છે. તારા અને વેદ એકબીજાની નજીક આવે છે, પરંતુ એકબીજાને પ્રૉમિસ કરે છે કે તેઓ એકબીજાના જીવન વિશે કોઈ સવાલ નહીં પૂછે. તેમ જ તેઓ એકબીજા વિશે જે કંઈ પણ જણાવે એ ખોટું જ બોલશે અને એકબીજાને જીવનમાં ફરી કોઈ વાર નહીં મળે એવો પ્રયત્ન કરશે. વેદનું બેપરવાપણું તારાને પસંદ પડી જાય છે અને તેના જીવનમાં બદલાવ આવવા માંડે છે. તારા અને વેદની વચ્ચે સ્પાર્ક હોય છે, પરંતુ તેઓ એને પ્રેમનું નામ આપવા નથી માગતાં. જીવનની સફર પર તેઓ ફરી નીકળી પડે છે અને વેદ ફરી તેના જીવનના જંગમાં જોડાઈ જાય છે. લાંબા સમય બાદ ફરી તેમની મુલાકાત થાય છે. તારા એવું મહેસૂસ કરે છે કે બેપરવા વેદ કેવી રીતે જીવનના જંગમાં મશીન બની ગયો છે. તારા એ વેદને સ્વીકારી નથી શકતી. વેદ પ્રત્યેની તેની લાગણીઓને પણ તે દબાવીને રાખે છે. તારા આ વેદને સ્વીકારી ન શકતી હોવાથી વેદ પણ પોતાના પ્રત્યે થોડો સભાન થાય છે. તે પોતાની અંદર જુએ છે અને મહેસૂસ કરે છે કે પ્રોડક્ટ મૅનેજર બનીને તે દુનિયાના કમર્શિયલાઇઝેશનમાં ભળી ગયો છે.

ઇમ્તિયાઝની ‘તમાશા’ જલદીથી સફળ અને પૈસાદાર બનવાની ફિલોસૉફીની વિરુદ્ધ છે. રોજના રૂટીન જીવનમાં બંધાઈને આપણે ઘણું ખોઈ બેસીએ છીએ. તારા અને વેદનું જીવન પણ આ બંધનથી અલગ નથી. તેમને એ રીતે દર્શાવવામાં આવ્યાં છે કે તેઓ પોતાની ઇચ્છાઓથી જ અજાણ થઈ જાય છે. ઇમ્તિયાઝનાં પાત્રો તેમની અગાઉની ફિલ્મોની જેમ જ સફર કરતાં જોવા મળે છે. આ સફરમાં તેઓ એકબીજાને મળ્યા બાદ છૂટાં પડીને ફરી મળતાં તેમની સ્ટોરી પૂરી થઈ જાય છે. ઇમ્તિયાઝનાં પાત્રોમાં બદલાવ આવ્યા છે, પરંતુ તેમની ફિલ્મ બનાવવાની કળા હજી પણ એની એ જ છે. આ વખતે તેમણે વાર્તાની જરૂરિયાત અનુસાર એમાં થિયેટર અને રંગમંચના પ્રદર્શનનો સમાવેશ કર્યો છે, કારણ કે કલાકારોના આત્મસંઘર્ષને વ્યક્ત કરવા માટે તેમને આની જરૂર પડી છે. એવી સંભાવના રાખવામાં આવી હતી કે ‘તમાશા’ના ડાયલૉગને ખૂબ જ અઘરા રાખવામાં આવ્યા હશે, પરંતુ ઇમ્તિયાઝે રોજિંદી ભાષામાં જ ખૂબ જ ઊંચી અને પરિવર્તનકારી વાતો કરી છે.

આ ફિલ્મ રણબીર અને દીપિકાના પર્ફોર્મન્સ પર પૂરેપૂરો આધાર રાખે છે અને તેમના પર્ફોર્મન્સે દર્શકોને જરા પણ નિરાશ નથી કર્યા. તેમણે ãસ્ક્રપ્ટની માગ અનુસાર તેમનાં પાત્રોને સ્ક્રીન પર એકદમ જીવંત કર્યાં છે. આ કોઈ સામાન્ય ફિલ્મ નથી, એથી તેમનાં પાત્રો અસામાન્ય હોય એ સ્વાભાવિક છે. ‘તમાશા’ બૉલીવુડની રેગ્યુલર પ્રેમકહાણી કરતાં એકદમ અલગ છે. આ ફિલ્મમાં વેદ અને તારા એકબીજાની મદદથી પોતાને ઓળખી શકે છે અને એકબીજાની નજીક આવે છે.

ફિલ્મનાં ગીતના બોલ અને સંગીત પણ ખૂબ જ સુંદર છે. ઇર્શાદ કામિલે વેદ અને તારાના મનોભાવને તેમના શબ્દો દ્વારા ખૂબ જ સચોટ રીતે રજૂ કર્યા છે અને એના પર એ. આર. રહમાનનું સંગીત ચાર ચાંદ લગાવી દે છે. એ. આર. રહમાનની ખૂબી મુજબ તેમનું સંગીત એક વાર સાંભળવાથી પસંદ ન આવે, પરંતુ ત્યાર બાદ દર્શકો તેમના સંગીતના દીવાના થઈ જાય છે. ફિલ્મના સંગીતના કારણે પણ પાત્રોના પર્ફોર્મન્સ પર ખૂબ જ અસર જોવા મળે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK