ફિલ્મ-રિવ્યુ : સિંઘમ રિટર્ન્સ

શેટ્ટીભાઉ, આતા ગરબડ ઝાલી,પ્રમોશન પામીને પાછા ફરેલા સિંઘમની ત્રાડમાં દમ નથી
ફાલતુઃ *

ઠીક ઠીકઃ * *

ટાઈમપાસઃ * * *

પૈસા વસુલઃ * * * *

બહુ જ ફાઈનઃ * * * * *


યશ મહેતા

માત્ર ભૂતકાળની ભવ્યતા પર રાજ કરવા નીકળો તો લોકો ‘હમારે ઝમાને મેં’વાળા આત્મારામ તુકારામ ભિડેની જેમ હસી કાઢે. બાજીરાવ સિંઘમે ભારતીય પોલીસની ઇમેજ બદલીને એને લગભગ સુપરહીરો સ્ટાઇલમાં પેશ કરેલી, પરંતુ એની સીક્વલ ‘સિંઘમ રિટન્સર્‍’ પહેલા ભાગમાં વાપરેલી એકની એક ટ્રિક્સ સિવાય કશું જ નવું ઑફર કરતી નથી અને એટલે જ આખી ફિલ્મ ઢીલી અને ચવાયેલી પૉટબૉઇલર બનીને રહી જાય છે.

વાતમાં દમ, સ્ટોરીમાં બોરડમ

બાજીરાવ સિંઘમ (અજય દેવગન) અત્યારે મુંબઈમાં Dઘ્ભ્ તરીકે ફરજ બજાવે છે. અહીં તેના પરમ આદરણીય ગુરુજી (અનુપમ ખેર) રાજકારણમાં બદલાવ લાવવા માટે એક નવો પક્ષ બનાવે છે, પરંતુ ગૉડમૅન ટાઇપના એક લંપટ બાબાજી (અમોલ ગુપ્તે) અને તેમના રાજકારણી-દોસ્ત પ્રકાશરાવ (ઝાકિર હુસેન)ને આ માફક નથી આવતું એટલે તેઓ ગુરુજીની હત્યા કરાવી નાખે છે. એ હત્યાની છાનબીનમાં સિંઘમને ખબર પડે છે કે આ બાબાજીએ તો પોતાના જ ગામ શિવગઢની બાજુના એક નાનકડા ગામની ફૅક્ટરીમાં કાળું નાણું છુપાવવાની પોતાની જ સ્વિસ બૅન્ક ખોલી નાખી છે. અંતે સિંઘમનો પંજો બાબાજીની બોચી સુધી પહોંચી જાય છે અને તે CIDના દયા (દયાનંદ શેટ્ટી) જેવા જાંબાઝ પોલીસ-અધિકારીઓની મદદથી બાબાજીની બાબાજી કા ઠુલ્લુ ટાઇપની ગેમ કરી નાખે છે.અરે હા યાદ આવ્યું, ‘સિંઘમ રિટન્સર્‍’માં કરીના કપૂર ખાન પણ છે, જેનાં લગ્ન સિંઘમ સાથે થવાનાં છે. જોકે આખી ફિલ્મમાં તે બેમોઢે ખાવા સિવાય કશું જ કામ નથી કરતી.

ઓવર-કૉન્ફિડન્સ કરુ નકા

રોહિત શેટ્ટીએ ‘સિંઘમ’ને તામિલમાંથી અદ્ભુત રીતે હિન્દીમાં રીક્રીએટ કરી બતાવી હતી. ઍક્ટિંગ, સ્ટાઇલ, ડાયલૉગ્સ, ઍક્શન, થિþલ... દરેક ડિપાર્ટમેન્ટમાં એ ફિલ્મે સેન્ચુરી મારેલી; પરંતુ એની તામિલ સીક્વલને અનુસરવાને બદલે આ વખતે રોહિત શેટ્ટીએ આપણા દેશના વર્તમાન ઘટનાક્રમમાંથી વિગતો એકઠી કરીને ફિલ્મ બનાવી છે. હવે રોહિત શેટ્ટીનો ઓવર-કૉન્ફિડન્સ કહો કે આળસ; તેણે આ વખતે સ્ટોરીથી લઈને લગભગ અનેક ઠેકાણે વેઠ ઉતારી છે એટલું જ નહીં, કશુંક નવું કરવાને બદલે ‘સિંઘમ’ની જ બધી ફૉમ્યુર્‍લાઓ વાપરી છે.

પહેલાં ફિલ્મની પૉઝિટિવ વાતો કરી લઈએ. બાજીરાવ સિંઘમ તરીકે અજય દેવગન અગાઉની જેમ જ જામે છે. તેને જોઈને લાગે કે એક પર્ફેક્ટ પોલીસમૅન આવો જ હોવો જોઈએ, જે ગુનાખોરી અને ભ્રક્ટાચારને જરાય સાંખી ન લે અને સાથોસાથ દયાળુ પણ એટલો જ હોય. આ વખતે સિંઘમની ટીમમાં CID ફેમ ઇન્સ્પેક્ટર દયા પણ છે. ગુનેગારોની સામે પોતાની સ્ટાઇલમાં કામ લેતી સિંઘમ આણિ મંડળીને જોવાની મજા પડે છે. સારી સિનેમૅટોગ્રાફી અને સીક્વન્સિસને લીધે ઍક્શન દૃશ્યો પણ દિલધડક લાગે છે. બે-ચાર ઠેકાણે ફિલ્મ સારો મેસેજ પણ આપે છે, પરંતુ અફસોસ કે એ પછી તો માઇક્રોસ્કોપ લઈને બેસીએ તોય કશું પૉઝિટિવ મળતું નથી.

અઢી કલાકની આ ફિલ્મનો લગભગ પહેલો આખો કલાક બધાં કૅરૅક્ટરની ઓળખ-પરેડમાં જ જતો રહે છે. હીરો કેવો દમદાર છે, વિલન કેવો ખૂનખાર છે, ગુરુજી કેવા મહાન છે, હિરોઇન કેવી ફટાકડી છે... આ બધી મનોહર કહાનિયાંની માંડણીમાં મૂળ વાર્તા શરૂ જ થતી નથી. રોહિતભાઉએ સ્ટોરીની ક્રેડિટ પોતે લીધી છે. એ સ્ટોરીના નામે તેમણે આમ આદમી પાર્ટી અને અણ્ણા હઝારેને લીધા અને તેમની સામે વિલન તરીકે આસારામ બાપુ, સત્યસાંઈ બાબા અને નર્મિલબાબાનું કૉમ્બિનેશન કરીને એક બાબા બનાવ્યા. પછી બન્નેને ભિડાવી દીધા અને એની ઉપર બ્લૅક મની ભભરાવી દીધા.

‘સિંઘમ રિટન્સર્‍’ના રાઇટિંગમાં બહુ બધા રસોઈયા છે. સ્ટોરી રોહિત શેટ્ટીની, સ્ક્રીનપ્લે યુનુસ સજાવલનો અને ડાયલૉગ્સ વનલાઇનર્સનો ગૃહઉદ્યોગ ચલાવતા સાજિદ-ફરહાદના. આ બધા રસોઈયાઓએ ભેગા મળીને રસોઇ એવી બગાડી છે કે એકેય ટેસ્ટ સરખો આવતો નથી. સ્ટોરી એટલી હદે પ્રિડિક્ટેબલ છે કે તમે ડાયલૉગ્સ સાથે એનું અનુમાન લગાવી શકો. પહેલા ભાગમાં હતી એ કૅચી આતા માઝી સટકલી અને આલી રે આલી આતા તુઝી બારી આલી ટાઇપની લાઇન્સનું રિપીટેશન કરવા સિવાય કોઈ નવાં વનલાઇનર્સ પણ નાખ્યાં નથી. ખાલી એકાદ-બે જગ્યાએ મસ્તક-દસ્તક, ગતિ-પ્રગતિ જેવી વેવલી લાઇન્સ છે એટલું જ.

હીરોની સામે એક દમદાર વિલન ન હોય તો તેની હીરોગીરી જામતી નથી. અહીં મુખ્ય વિલન છે ઍક્ટર-ડિરેક્ટર અમોલ ગુપ્તે. ભેજાગેપ વિલનની ઍક્ટિંગ કરવામાં તેમની માસ્ટરી છે (વિશાલ ભારદ્વાજની ‘કમીને’ એનું પર્ફેક્ટ એક્ઝામ્પલ છે), પરંતુ અમોલભાઉ જયકાંત શિકરે જેવા ખૂનખાર લાગતા નથી. ઇન ફૅક્ટ, ક્લાઇમૅક્સનાં દૃશ્યોમાં તો તેમના પાત્રમાં જયકાંત શિકરેનો આત્મા પ્રવેશી ગયો હોય એવું લાગે છે.

હવે વાસ્તવિકતાની ધરતી પર પગ રાખીને ફિલ્મ બનાવી હોય તો લૉજિકનું પૂંછડું તો પાછળ આવવાનું જ, પરંતુ અહીં લૉજિકના નામે ભારત-બંગલા દેશની સરહદ પર હોય છે એવડાં મોટાં બાકોરાં છે. જેમ કે મુખ્ય પ્રધાન કક્ષાનો માણસ અત્યંત ગોપનીય વિગતો સૌની સામે વેરતો ફરે, ખૂબ જ મહkવના સાક્ષીને ર્કોટમાં રજૂ કરતી વખતે સાવ સામાન્ય પૉકેટમાર જેવી સિક્યૉરિટી હોય, જેટલો સમય જામીન મળતાં લાગે એટલામાં તો ગુનેગાર બાઇજ્જત બરી પણ થઈ જાય વગેરે.

વળી આ ફિલ્મમાં ક્લિશે એટલે કે ચવાઈ ગયેલાં સ્ટિરિયો-ટાઇપ્સનો પણ પાર નથી. જેમ કે અક્કલ વગરના સવાલો પૂછતા મીડિયા પર્સન્સ, ભ્રષ્ટ નેતાઓ અને તેમની ‘ચુનાવ સર પે હૈ’ ટાઇપની લાઇન્સ, હીરોની હીરોગીરી બતાવવા માટે પુરાતન પાષાણ યુગનાં હથિયારો લઈને લડતા ગુંડાલોગ, ‘રાજનીતિ કો બદલ ડાલો’ ટાઇપની આદર્શવાદી વાતો કરતા યુવા નેતાઓ, શૅરબજારિયા અને ચાયપાની આપીને માંડવલી કરતા ગુજરાતીઓ વગેરે. આ બધું ખોટું હોવા છતાં આપણે એને સાડી સત્તરસો વાર જોઈ ચૂક્યા હોઈશું.

સિંઘમ અને વિલનની ચોર-પોલીસની ગેમ બતાવવામાં ઝાકિર હુસેન, મહેશ માંજરેકર, ગોવિંદ નામદેવ, સરિતા જોશી, શરત સક્સેના જેવા ઉમદા કલાકારોનો અક્ષમ્ય વેડફાટ થયો છે. માત્ર આંખોથી પણ ખોફ ફેલાવી દેવામાં પાવરધો ઍક્ટર ઝાકિર હુસેન તો અહીં સાવ કાટૂર્‍ન બનીને રહી ગયો છે. અને હા, સોનાક્ષી-ઇલિએના-કાજલ અગ્રવાલ-તમન્ના જેવી માત્ર શોભાના ગાંઠિયા જેવી હિરોઇનો માટે હોય છે એવો સાવ મૅનિક્વિન જેવો રોલ કરીનાએ શા માટે સ્વીકાર્યો હશે?મ્યુઝિક-ડિપાર્ટમેન્ટમાં પણ ચાર-ચાર સંગીતકારોનાં નામ છે, પણ હરામ જો એકેય ગીતમાં ભલીવાર હોય તો. ઈવન ફિલ્મના અંતે આવતું હની સિંહનું ‘આતા માઝી સટકલી’ તો ‘લુંગી ડાન્સ’ની વધેલી વાસી તર્જમાંથી બનાવી નાખ્યું હોય એવું લાગે છે.

તમે સિંઘમના પરમ ભક્ત છો?

જો આ સવાલનો જવાબ તાત્કાલિક ધોરણે ‘હા’માં આવે તો જ થિયેટર સુધી ધક્કો ખાજો. નો ડાઉટ, રોહિત શેટ્ટીની આ ફિલ્મ સુપરસફેદીવાળા વૉશિંગ પાઉડરથી ધોઈ હોય એવી સાફસૂથરી છે, પણ આપણે ટમેટાંના ભાવની જેમ વધી ગયેલી મલ્ટિપ્લેક્સોની ટિકિટોનું પણ વિચારવાનુંને. એટલે જો આ સાતમ-આઠમના તહેવારોમાં ઘરે સખત બોર થતા હો તો થિયેટરમાં પૈસા ખર્ચીને બોર થઈ શકાય. નહીંતર આ ફિલ્મની Dસ્D બહાર પડે ત્યારે નિરાંતે જોજો. ત્યાં સુધી ચૅનલોમાં તો દર બીજા દિવસે ‘સિંઘમ’ આવતી જ રહેવાની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK