ફિલ્મ રિવ્યુઃ શમિતાભ

સિમ્પલ ફિલ્મો માટે જાણીતા આર બાલ્કીની ફિલ્મ શમિતાભ પણ કંઈક આવી જ છે.કેરેકટ,વિષય અને લૂકમાં ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે.

સ્ટાર કાસ્ટઃ અમિતાભ બચ્ચન,ધનુષ,અક્ષરા હાસન અને રેખા


નિર્દેશકઃ આર બાલ્કી


સંગીતકારઃ ઈલિયારાજા


રેટિંગઃ 3.5




અમિત કર્ણ


શમિતાભની કહાની એક મૂંગા વ્યકિતની છે,જે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બનવા ઈચ્છે છે.તેની પાસે ન તો કોઈ ફિલ્મી સગા સંબંધીઓ છે.ન તે સાધન સંપન્ન છે.ન તો તે ટિપિકલ હીરો જેવો લાગે છે.તેમ છતા તેને સુપરસ્ટાર બનવુ છે.તેમ છતા આર બાલ્કીએ આ વિષયને બખુબી સાથે પેશ કર્યો છે.શમિતાભ એક ખુબસુરત હિંદી ફિલ્મ છે.જેને વધારે સારી રીતે એમ પણ કહી શકાય કે માઈંડલેસ મસાલા ફિલ્મોને તો શમિતાભ આડે હાથ લે છે.ફિલ્મમાં અમિતાભ બચ્ચનની અંગત જીંદગીના ઘણા પાસાને વણી લેવામાં આવ્યા છે.તેમને પોતાની અંગત જીંદગીમાં હિંદી ફિલ્મ જગતને બોલિવુડ કહેવુ પસંદ નથી.ફિલ્મ એ સવાલો પણ ઉઠાવવે છે કે શુ એક સામાન્ય ચેહરા-મોહરા વાળો વ્યકિત સુપરસ્ટાર ન બની શકે?

શમિતાભમાં પાત્રોની અસુરક્ષા,અવિશ્વાસ અને મહત્વની જે વાત છે તે ગુત્થમગુથ્થીની છે.આ ગ્લેમર જગતમાં નામ અને દામ કમાવવા સંઘર્ષમય બે શખ્સ દાનિશ (ધનુષ) અને અમિતાભ સિન્હા (અમિતાભ બચ્ચન)ની ગાથા છે.મુંબઈ પાસે આવેલા ઈગતપુરી વિસ્તારમાં દાનિશ મૂંગો,ગરીબ અને આમ ચેહરા-મોહરા વાળો ઈંસાન છે.પણ તે બાળપણથી ફિલ્મોનો દિવાનો છે.તેને અસલ જીંદગીમાં પણ હીરો બનવુ છે.તેની મા તેના આ મુશ્કેલ સપનાને કારણે પરેશાન અને ચિંતિત છે.દાનિશ મોટો થાય છે અને બસ ડ્રાઈવર બની પોતાની માને સહારો આપે છે ,પણ તેની મા જીવનની દોર છોડી જાય છે.ત્યારબાદ તે મુંબઈ શહેરમાં પોતાના સપના સાકાર કરવા આવે છે.તે યેન-કેન પ્રકારે એક ફિલ્મની એડી અક્ષરા (અક્ષરા હાસન) સાથે ટકરાય છે.

અક્ષરા તેના ઝનુનથી ઘણી પ્રભાવીત થાય છે.તે તેને મદદ કરવા ઈચ્છે છે,પરંતુ દાનિશનુ મૂંગાપણુ અડચણરૂપ બને છે.ટેકનિકની મદદથી દાનિશ એના કાબિલ બની શકે છે કે તે કોઈ બીજાનો અવાજ પોતાના મોઢેથી કાઢે છે.પછી તેઓ નિકળી પડે છે દમદાર અવાજની તલાશમાં.તે સફરમાં તે એક કુંઠિક,સનકી અને શરાબી વૃધ્ધ શમિતાભ સિન્હા સાથે ટકરાય છે.જે ખુદ 40 વર્ષ પહેલા હીરો બનવા અહીં આવ્યા હોય છે.પણ તેમના અવાજને કારણે તેમને કામ નથી મળતુ.આવામાં કોમન ઈંટરેસ્ટનો મેળ બેસે છે અને પછી બની જાય છે તેમની જુગલબંધી.દાનિશનુ નવુ નામ શમિતાભ રાખવામાં આવે છે.પહેલી જ ફિલ્મ સુપરહિટ થઈ જાય છે.આગળ પણ તેઓ અનેક સફળ પ્રોજેક્ટ એકસાથે કરે છે.પરંતુ બંને વચ્ચે ખુબ જલ્દી ઈગો અને ક્રેડિટ લેવાની ભાવના ટકરાય છે.

ફિલ્મ સંપૂર્ણ રીતે અમિતાભ બચ્ચનના નામ પર છે.તેમના ચોટદાર સંવાદો એ બયાન કરે છે કે તેઓ 70 વટાવી ચૂક્યા હોવા છતા ઘણી ઉર્જા અને ઉત્સાહ પોતાનામા સંઘરીને બેઠા છે.શમિતાભ એ તરફ ઈશારો કરે છે કે અમિતાભને તેમના કદ અનુસારની સ્કિપ્ટ આપવામાં આવે.ધનુષ પોતાની ભૂમિકામા અમિતાભ બચ્ચનના બુલંદ અવાજ અને ચેહરાના હાવભાવને જોઈએ તેવી ઉર્જા સાથે પેશ નથી કરી શક્યો.અક્ષરા હાસને આ ફિલ્મથી ડેબ્યુટ કર્યુ છે.તેણે આસિસ્ટન્ટ ડાયરેકટર એટલે કે એડીની ભૂમિકા ભજવી છે.આર બાલ્કીએ 156 મિનિટની ફિલ્મને જરા પણ બોરિંગ નથી થવા દીધી.તેમણે તમામ રંગોને ખુબ રોચક અને તાર્કિક રીતે ઉપયોગમાં લીધા છે.ઈલિયારાજાનુ સંગીત કર્ણપ્રિય છે.પીસી શ્રીરામની સિનેમૈટોગ્રાફી ઉમદા છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK