Ra.OnE ના રામ રામી જશે?

ફિલ્મની રિલીઝની તારીખ જેમ-જેમ નજીક આવી એમ એક જ શંકા ઊભી થતી હતી કે જે પ્રકારની જાયન્ટ રિલીઝ છે અને પહેલાં ક્યારેય જોવા ન મળ્યું હોય એ પ્રકારનું પ્રમોશન ફિલ્મ માટે કરવામાં આવ્યું છે એ જોતાં દર્શકોની આશા પર એ ખરી ઊતરી શકશે કે નહીં. ઘણા પ્રયાસો છતાં ફિલ્મના રાઇટિંગને લીધે પ્રેક્ષકોને પસંદ પડે એની શક્યતા ઘણી ઓછી છે.

 

ગઈ કાલે રિલીઝ થયેલી શાહરુખ ખાનની 'Ra.OnE' જોયા પછી અમુક પ્રશ્નો આપમેળે વિચારી શકાશે. પહેલો પ્રશ્ન એ કે ફિલ્મમાં ટાઇટલ-રોલ કરનારા અને જેના લુક તથા ફિલ્મમાં ભાગ માટે આટલું સસ્પેન્સ ઊભું કરવામાં આવ્યું હતું એ અજુર્ન રામપાલ ફિલ્મમાં ગેસ્ટ-અપિઅરન્સ જેટલો જ કેમ મર્યાદિત હતો? બીજો પ્રશ્ન એ કે પ્રિયંકા ચોપડા, સંજય દત્ત, રજનીકાન્ત અને અમિતાભ બચ્ચન (બૅકગ્રાઉન્ડમાં વૉઇસ-ઓવર)ને ફિલ્મમાં કેમ લેવામાં આવ્યાં હતાં? અને મુખ્ય પ્રશ્ન એ કે શૂટિંગ અને પ્રમોશનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરનારા કિંગ ખાનને અમુક સારા રાઇટર્સ પાસે સ્ક્રિપ્ટ લખાવવામાં શું વાંધો હતો?

 

આ ફિલ્મ એક ગેમમેકર શેખર (શાહરુખ ખાન) અને તેના કુટુંબની સ્ટોરી છે. શેખર અને તેના દીકરા પ્રતીક (અરમાન વર્મા) વચ્ચે જનરેશન-ગૅપ હોવાને લીધે શેખર નક્કી કરે છે કે દીકરાને તે એક એવી ગેમ બનાવી આપશે જેના વિલનને હરાવવો ઘણો મુશ્કેલ હોય. જોકે તેનો આ પ્લાન બૅકફાયર થાય છે અને વિલન અમુક કારણસર પોતાની રીતે સ્વતંત્ર નર્ણિયો લેતો થઈ જાય છે તથા રિયલ લાઇફમાં પ્રવેશ કરી લે છે. પ્રતીકે આ વિલન ય્ખ્.બ્ઁચ્ને હરાવવાની કોશિશ કરી હોવાને કારણે તેનો ટાર્ગેટ તે બની રહે છે. પ્રતીકનો બચાવ કઈ રીતે થશે?

 

'Ra.OnE' બૉલીવુડની કમાણીની દૃષ્ટિએ નહીં, એન્ટરટેઇનર તરીકે પણ એક લૅન્ડમાર્ક ફિલ્મ સાબિત થઈ શકે એમ હતી. સુપરહીરો ફિલ્મનો આજ સુધી બૉલીવુડમાં ખૂબ જ ઓછો પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ આ ફિલ્મમાં ઘણી વખત બૉલીવુડની ફિલ્મોમાં જોવા મળતી ભૂલો કરવામાં આવી છે. દેશી સ્વરૂપ આપવા માટે ફૅમિલી-ડ્રામા અને ત્યાર પછી લવસ્ટોરી જેવી બાબતો ઉમેરીને આ ફિલ્મને એક ટોટલ એન્ટરટેઇનર બનાવવાની કોશિશ કરવામાં આવી છે. જોકે આ પ્રકારની ફિલ્મમાં બને એટલો સમય મુખ્ય વિષય પર ફિલ્મ બતાવવામાં આવે તો જ એની મજા બની રહે છે. આ જ બાબત આ ફિલ્મમાં જોવા મળતી નથી. જ્યારે એવું લાગે કે ઍક્શન અને થિ્રલ જોવા મળશે ત્યારે જ ગીત અથવા ડ્રામા વડે સ્ટોરીને અલગ દિશામાં લઈ જવામાં આવી છે.

 

આ ઉપરાંત ફિલ્મમાં અગાઉ કહ્યું એમ સારું રાઇટિંગ પણ જોવા નથી મળ્યું. અમુક કૉન્સેપ્ટ્સ અને સીન તો હૉલીવુડ અને બૉલીવુડની ફિલ્મોમાંથી કૉપી કર્યા જ છે ત્યારે ડાયલૉગ્સ પણ આ રીતે જ કોઈ પ્રકારની નવીનતા વગર રાખવામાં આવ્યા છે. ફિલ્મનો સૌથી ગુસ્સો અપાવતો ભાગ એમાં ઍડલ્ટ વાતચીત અને દૃશ્યોનો ઉમેરો છે. સુપરહીરો ફિલ્મમાં કૉમેડી અને એ પણ આ પ્રકારની હોય ત્યારે એમાંથી રસ ઊડી જાય તો નવાઈ નહીં.

 

જોકે ફિલ્મને બચાવનાર અને સાચા સુપરહીરો ડિરેક્ટર અનુભવ સિંહા છે. ભલે આ ફિલ્મ શાહરુખ ખાનની હોય અને તેના નામથી જ એને આટલું પ્રમોશન મળ્યું હોય, પણ અનુભવ સિંહાની મહેનત આ ફિલ્મનાં મહત્વનાં (ઍક્શન, ચેઝ-સીક્વન્સ અને ક્લાઇમૅક્સ) તમામ દૃશ્યોમાં જોવા મળે છે. જે પ્રકારનું ટેક્નિકલ ડિટેલિંગ તેમણે કર્યું છે એ કારણે જ્યારે પણ ઍક્શન કે ફાઇટ આવે ત્યારે તમે દંગ રહી જશો અને એ કારણે આ ફિલ્મ નવીન અનુભવ તો રહેશે જ. આ સાથે જે ભાગ માટે સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે એ સ્પેશ્યલ ઇફેક્ટ્સમાં પણ ફિલ્મ સાચે જ આજ સુધીની ભારતની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. વિઝ્યુઅલી જો ભારતીય ફિલ્મોમાં નવા પ્રયોગો કરવામાં આવે તો એ આ ફિલ્મની ભેટ હશે. સુપરહીરો અને સુપરવિલન બન્નેનાં કૉસ્ચ્યુમ્સ અને તેમના બૉડી-વર્કમાં ફિલ્મ તમને ચોંકાવી દેશે. ફિલ્મનું સંગીત તો ચાર્ટબસ્ટર છે જ અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આ ફિલ્મનો વધુ એક પૉઝિટિવ ભાગ છે.

 

શાહરુખ ખાનની કક્ષાના કલાકાર માટે આ ફિલ્મના બન્ને રોલ (શેખર અને G.OnE)માં તે ફરીથી સાબિત કરે છે કે કોઈ પણ પ્રકારનો રોલ હશે તે પોતાની રીતે એમાં ઘણું નવીન કરી શકે છે. કરીના કપૂર પણ તેનો ભાગ સારી રીતે ભજવે છે અને ફિલ્મનાં ગીતોમાં છવાઈ જાય છે. અજુર્ન રામપાલ નાનકડા રોલમાં ઘણો પ્રભાવશાળી છે અને વિલન તરીકેની પર્ફેક્ટ ઇફેક્ટ ઊભી કરે છે. અરમાન વર્મા તેની પહેલી ફિલ્મ કરી રહ્યો છે, પણ શાહરુખ અને કરીના જેવા કલાકારોની હાજરીમાં પણ તે પોતાની છાપ છોડી શકે છે. આ બાળકને વધુ ફિલ્મો જરૂર મળશે. રજનીકાન્તનો ભાગ સીટી અને તાળીઓથી વધાવવામાં આવશે.

'Ra.OnE'ની જે પ્રકારની પબ્લિસિટી કરવામાં આવી હતી અને એને પ્રોજેક્ટ કરવામાં આવી હતી એમાં એ ખરી નથી ઊતરતી અને પ્રેક્ષકો ફિલ્મ જોઈને નારાજ થશે એ ચોક્કસ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK