ફિલ્મ-રિવ્યુ : પ્યાર કા પંચનામા-૨

લડકોંવાલી ફિલ્મ : માત્ર બૉય્ઝના ઍન્ગલથી જ પેશ થઈ હોવા છતાં આ ફિલ્મ મસ્ત ટાઇમપાસ છે : જુઓ, જેવી રીતે લેડીઝ-જેન્ટ્સ ટૉઇલેટ, ટ્રાયલ-રૂમ, ટિકિટની લાઇન, દર્શન કરવાની લાઇન આદિ-ઇત્યાદિ અલગ-અલગ હોય છે અમુક ફિલ્મોનું પણ એવું જ હોય છે

pyaar ka punchnamaજયેશ અધ્યારુ

ગઈ કાલે રિલીઝ થયેલી સીક્વલ ‘પ્યાર કા પંચનામા-૨’ જ એક બૉય્ઝ ઓન્લી ફિલ્મ છે. પત્ની, ગર્લફ્રેન્ડ કે પછી જરાતરા પણ ફેમિનિસ્ટ વ્યક્તિની સાથે આ ફિલ્મ જોવા ગયા તો ગાળો પડવાના પૂરેપૂરા ચાન્સિસ છે; કારણ કે અહીં યુવતીઓને પુરુષોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી લેતી, કાવાદાવા કરતી અને બિલકુલ પોતાનાં મમ્મી-પપ્પાના અંગૂઠા નીચે દબાયેલી રહેતી જ બતાવવામાં આવી છે. તેમ છતાં પહેલા ભાગની જેમ આ સીક્વલ પણ મસ્ત રીતે લખાયેલી છે અને સતત એક પછી એક લાફિંગ મોમેન્ટ્સ પૂરી પાડતી રહે છે.

પ્રીત ના કરિયો કોઈ

ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સ ગોગો (કાર્તિક આર્યન), ઠાકુર (ઓમકાર કપૂર) અને ચૌકા (સની સિંહ નિજ્જર) દિલ્હીમાં એક પૉશ ફ્લૅટ ભાડે રાખીને રહે છે. ચિક્કાર કમાય છે, ચકાચક ગાડીઓમાં ફરે છે, વીક-એન્ડ્સમાં પાર્ટી-શાર્ટી કરે છે અને વાંઢાવિલાસમાં જલસાપાણી કરે છે. તેમની આ ચલતી કા નામ ગાડી જેવી જિંદગીમાં પંક્ચર પડે છે છોકરીઓના આગમનથી. ટૂ મિનિટ નૂડલ્સની ઝડપે ત્રણેય જણ અનુક્રમે રુચિકા ઉર્ફ ચીકુ (નુસરત ભરૂચા), કુસુમ (ઈશિતા રાજ) અને સુપ્રિયા (સોનાલી સહગલ)ના પ્રેમમાં ઊંધેકાંધ પડે છે. થોડો સમય તો પ્રેમની ચ્યુઇંગ-ગમ મીઠી લાગે છે, પણ ચ્યુઇંગ-ગમ મોળી પડ્યા પછી સમજાય છે કે એક જણ તેની ગર્લફ્રેન્ડ પ્લસ ગર્લફ્રેન્ડની બહેનપણીઓનો ટૉયબૉય બની ગયો છે. બીજાની લાઇફની પાઈએ પાઈનો હિસાબ તેની ગણતરીબાજ પ્રેમિકા રાખી રહી છે અને સાથોસાથ સરકારી તિજોરીની જેમ હજારો રૂપિયા ઉડાડી રહી છે, જ્યારે ત્રીજો પ્રેમકૈદી તો બિચારો તેની પ્રેમિકાના ઘરનો નોકર બનીને રહી જાય છે. લેકિન જ્યારે પાની ખતરે કે નિશાન સે ઉપર પહોંચી જાય છે ત્યારે?

લવ કા ધી એન્ડ

આ ફિલ્મ બે તદ્દન સામા છેડાના ઓપિનિયન મેળવવાની છે. બેવફા સનમની શાયરીઓ અને સ્ટુપિડ ગલ્ર્સના જોક્સ ર્ફોવર્ડ કરતા છોકરાંવ સીટીઓ મારતાં થાકવાના નથી. ઈવન બૉય્ઝને મજા પડે એ માટે આ ફિલ્મની ભાષા પણ એકદમ બરછટ અને અપશબ્દોથી ભરચક રખાઈ છે. જ્યારે બીજી બાજુ આ ફિલ્મમાં jાીઓનું તદ્દન મૅનિપ્યુલેટિવ ચિત્રણ જોઈને jાીવર્ગ તથા નારીઅધિકારમાં માનતા લોકોનાં નાક-કાન-મોંમાંથી ડ્રૅગનની જેમ આગની જ્વાળાઓ નીકળવા માંડશે. મતલબ કે આ ફિલ્મ એકદમ મેલ-શોવિનિસ્ટ અને પૉલિટિકલી ઇનકરેક્ટ છે. જો એ વાત સ્વીકારીને જસ્ટ આનંદ ખાતર આ ફિલ્મ જોઈ શકો તો જ એન્જૉય કરી શકશો.

આ ફિલ્મના ડિરેક્ટર લવ રંજન તથા રાઇટર જોડીએ જાણે પ્રેમ કા ગેમમાં PhD કર્યું હોય એવાં જબરદસ્ત ઑબ્ઝર્વેશન્સ અહીં ઠાંસી-ઠાંસીને ભર્યાં છે. અહીં છોકરીઓ પોતે ક્યારેય વાંકમાં ન આવે એ માટે વિવિધ દાવપેચ અજમાવે છે, ફેમિનિઝમનો તે આબાદ ચતુરાઈથી પોતાના ફાયદા માટે હથિયાર તરીકે ઉપયોગ કરે છે. ફાલતુ વાતો કરવાનું, ફોનનો રિપ્લાય ન આપવાનું, નેઇલ-પૉલિશ કે કપડાંના શેડ્સ પસંદ કરવાનું, ફ્રેન્ડના ફ્રેન્ડને પણ ઇમ્ર્પોટન્સ આપવાનું જેવાં કામો તેમના માટે કાશ્મીર સમસ્યા કરતાં પણ વધુ મહkવનાં બની જાય છે. બડી સ્માર્ટ્લી ઇમોશનલ બ્લૅકમેઇલ કરીને તે પોતાના બૉયફ્રેન્ડને તેના દોસ્તારોથી દૂર કરીને પોતાના કોશેટામાં પૂરી દે છે. તેમને માત્ર પોતાની જ વાતો ઇમ્ર્પોટન્ટ લાગે છે, બૉયફ્રેન્ડ તો જાણે ખ્વ્પ્-કમ-ટાઇમપાસનું રમકડું માત્ર છે. અર્બન લવ-લાઇફનાં આ બધાં જ ચક્કર અહીં હિલેરિયસ શાર્પનેસ સાથે પેશ થયાં છે.

‘પ્યાર કા પંચનામા’માં અભિનેતા કાર્તિક આર્યને એક લાંબા સીનમાં છોકરીઓ વિરુદ્ધ જબ્બર ભડાસ કાઢી હતી. એ સીન એટલોબધો હિટ થયો કે આજની તારીખે પણ એ સીન સોશ્યલ મીડિયામાં ર્ફોવર્ડ થતો રહે છે. એની સીક્વલ જેવો અને એનાથી ડબલ લાંબો સુપર્બ સીન અહીં પણ છે. એકદમ સ્માર્ટ રીતે લખાયેલો કાર્તિક આર્યનના મૉનોલૉગવાળો એ સીન આ ફિલ્મનો બેસ્ટ સીન છે. એ ઉપરાંત ઍન્ટિ-સ્મોકિંગની ઍડની પૅરડીરૂપે પેશ થયેલો લવ કિલ્સવાળો સીન, ભારત-પાકિસ્તાનની મૅચ વખતનો સીન, જથ્થાબંધ વખત આઇ લવ યુવાળો સીન વગેરે બધા જ ફિલ્મને ભરચક બનાવી દે છે.

જોકે ફિલ્મમાં ઘણે ઠેકાણે એવું લાગે છે કે આપણે યુટ્બ પરનો કોઈ કૉમેડી વિડિયો જોઈ રહ્યા છીએ. ઈવન ઘણાં ઑબ્ઝર્વેશન્સ તો એવા વિડિયોઝ પરથી ઇન્સ્પાયર થયેલા પણ દેખાઈ આવે છે. ઉપરથી આપણું સેન્સર ર્બોડ પણ કંઈ કમ કૉમેડિયન નથી. ફિલ્મને અઢાર વર્ષથી ઉપરના માટેનું ખ્ સર્ટિફિકેટ આપ્યું હોવા છતાં ફિલ્મમાંથી બધા જ અપશબ્દો કાન કાણો થઈ જાય એવા મોટા અવાજે બીપ કરી દીધા છે (એ જ શબ્દો યુટ્બ પર આસાનીથી નાનું બચ્ચુંય સાંભળી શકે). આપણે જાણે પ્વ્સ્ રોડીઝનું સેન્સર્ડ વર્ઝન જોતા હોઈએ એવું લાગે જ્યારે ફિલ્મમાં આવતી ન્યુડિટી, દારૂબાજી, ચેનચાળા, ડબલ મીનિંગ ડાયલૉગ્સ વગેરે તો જાણે કોઈને સમજાવાના જ નથી.

આ ફિલ્મ અર્બન બૉય્ઝ માટે છે એટલે બધા પંચ છોકરાઓના ભાગે જ ગયા છે. છોકરીઓએ તો આધુનિક ગ્લૅમરસ મંથરા બન્યા સિવાય ખાસ કશું કરવાનું આવ્યું નથી. છોકરાઓમાં ક્યુટ કાર્તિક આર્યન ઇમ્પ્રેસ કરે છે. ‘માસૂમ’ ફિલ્મનો ટાબરિયો ઓમકાર કપૂર હવે છોટા બચ્ચામાંથી ગભરુ જવાન બની ગયો છે; પણ બિચારો પોતાના મસલ્સ, પર્ફેક્ટ્લી ઓળેલા વાળ અને આઇબ્રો કરેલા નેણ બતાવવામાંથી ઊંચો આવતો નથી. ગલૂડિયા જેવા ત્રીજા છોકરા સની સિંહની પોનીટેઇલ મસ્ત છે. જોકે આ પોનીટેઇલને બદલે પહેલી ફિલ્મવાળો દિવ્યેન્દુ શર્મા (લિક્વિડ ફેમ) હોત તો તેનો રોલ ઓર જામત. આ ફિલ્મની પ્રીક્વલમાં ત્રણેય છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડોથી ત્રાસીને સમસમીને બેસી રહેલા. પરંતુ અહીં તેમણે પણ સામી ફટકાબાજી કરી છે એટલે સ્કોર સેટલ કર્યાના સંતોષ સાથે લોકો બહાર નીકળે છે. અહીં દર થોડી મિનિટે એકાદું ગીત ટપકી પડે છે. જોકે સમજી-વિચારીને માત્ર એક દિલ અબ યારોં કા, હો ગયા પારો કા જ સારું બનાવ્યું છે, જેથી તમને એકી-પાણી અને વેફર-પૉપર્કોન માટેનો ટાઇમ મળી રહે.

પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ

અગેઇન, આ પુરુષોનાં ચશ્માં પહેરીને જોવાની ફિલ્મ છે. એમાંથી જો આવું કંઈ હોતું હશે ટાઇપની તાãkવક ચર્ચાઓમાં પડશો તો તમારા પ્રેમનું ટાઇટૅનિક મધદરિયે ડૂબી જવાના ચાન્સિસ છે. એટલે પૂરી માનસિક તૈયારી અને પોતાના હિસાબે-જોખમે આ ફિલ્મ જોવા જવી. આમ જુઓ તો આ ફિલ્મ થિયેટરમાં જ જોવી એ કંઈ જરૂરી નથી, પણ છે મસ્ત. ફિલ્મ જોયા પછી તમનેય વિચાર આવે કે છોકરીઓ તો બધી આવી જ હોય તો યાદ રાખજો કે વાસ્તવિકતા આનાથી એક્ઝૅક્ટ ઊંધી છે. એક સરસ રોમ-કૉમ નૉવેલ વાંચતા હો તેમ આ ટાઇમપાસ ફિલ્મ જોઈને-હસીને ભૂલી જજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK