પ્લેયર્સનો ધબડકો

અબ્બાસ-મસ્તાનની સ્ટાઇલથી બનેલી ફિલ્મ ટ્વિસ્ટ્સ અને ઍક્શનમાં ઘણી પ્રભાવશાળી, પરંતુ નબળા રાઇટિંગ અને ખરાબ મ્યુઝિકને લીધેફિલ્મના પફોર્ર્મન્સને ઘણો મોટો ફટકો


અર્ચિતા.એ મહેતા

હૉલીવુડ કે બૉલીવુડની ફિલ્મની રીમેક બનાવવામાં સરખામણી થવાનો અભિશાપ અને તૈયાર સ્ટોરીનો આર્શીવાદ બન્ને સિક્કાની બે બાજુઓની જેમ જોઈ શકાય. ફિલ્મ સાથે સંકળાયેલા લોકો પર નર્ભિર કરે છે કે તેઓ એમાંથી કઈ બાજુની અવગણના કરવા માગે છે. હૉલીવુડની ‘ડિસ્ક્લોઝર’ને ‘ઐતરાઝ’ તરીકે અને બીજી આ પ્રકારની

ઘણી  ફિલ્મો પરથી પ્રેરણા લઈને અબ્બાસ-મસ્તાનની ડિરેક્ટર જોડી સ્ટોરીના મુખ્ય પ્લૉટને સંપૂર્ણપણે ભારતીય સ્વરૂપમાં ઢાળી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ રીતે તેઓ હંમેશાં સરખામણીને અવગણીને જ ફિલ્મ બનાવે છે. ગઈ કાલે રિલીઝ થયેલી ‘પ્લેયર્સ’માં પણ આ જ જોવા મળ્યું છે. ૧૯૬૯માં આવેલી અને ત્યાર પછી ૨૦૦૩માં રીમેક થયેલી ‘ધી ઇટાલિયન જૉબ’માં જે ફેરફારો કરીને મૂકવામાં આવ્યા છે એ આ ફિલ્મમાં ઘણું સરપ્રાઇઝ ઉમેરે છે અને એ કારણે જ ફિલ્મમાં ડાયલૉગ્સ અને મ્યુઝિક ખૂબ જ અકળાવી દે એવાં હોવા છતાં ‘પ્લેયર્સ’ થોડીઘણી માણવાલાયક છે.

ચાર્લી (અભિષેક બચ્ચન) અને તેના ગુરુ વિક્ટર (વિનોદ ખન્ના) રશિયામાં એક ટ્રેન દ્વારા ટ્રાન્સપોર્ટ થનારું ૧૦૦૦ કરોડ રૂપિયાનું સોનું ચોરવાનો પ્લાન કરે છે. એમાં મદદરૂપ થાય એ માટે પોતાનાં કામોમાં એક્સપર્ટ્સની તેઓ એક ટીમ ઊભી કરે છે. જોકે ટીમનો જ એક સભ્ય બધાને દગો દે છે અને માસ્ટરમાઇન્ડ ગણાતા વિક્ટરનું ખૂન કરાવે છે. આ ચોરીથી અજાણ વિક્ટરની દીકરી નૈના (સોનમ કપૂર) બાકીની ટીમ સાથે જોડાઈ પિતાના ખૂન અને આ ચોરીનું સોનું પાછું મેળવવા ટીમ સાથે જોડાય છે.

ફિલ્મ સ્ટોરી વાંચતાં જેટલી સરળ લાગે છે એમાં અબ્બાસ-મસ્તાનના એટલા જ ટ્રેડમાર્ક ટ્વિસ્ટ્સ છે. ફિલ્મના છેલ્લા સીન સુધી એક પછી એક સસ્પેન્સને સરપ્રાઇઝિંગ રીતે મૂકવામાં આવ્યાં છે. એ માટે આ ડિરેક્ટર જોડીએ દર્શકોને અંદાજ ન આવે એના તમામ પ્રયાસો સફળતાથી પાર પાડ્યા છે. ઍક્શન-થ્રિલર હોય એટલે એમાં એ પ્રકારનું ડિરેક્શન ઘણું આવશ્યક હોય છે. આ ફિલ્મમાં રશિયા અને ન્યુ ઝીલૅન્ડમાં થતી તમામ ઘટનાઓનું શૂટિંગ થ્રિલરને પર્ફેક્ટ અસર આપી શક્યું છે. અભિષેકનો ખૂબ ગાજેલો ટ્રેનનો સીન સાચે જ દિલધડક છે.

ફિલ્મનું ભારતીયકરણ કરવું એટલે એમાં રોમૅન્સ, ગીતો અને ઇમોશન્સનો ભરપૂર મસાલો છાંટવો એ બાબત જોકે હંમેશાં ભારતીય ફિલ્મમેકર્સની ખામીને મોટા ગાબડાની જેમ બહાર લાવતી રહી છે. ‘પ્લેયર્સ’ એમાં અપવાદ નથી. જે ફિલ્મમાં એક પણ ગીતની જરૂર નથી એમાં આખાં ગીતો (એ પણ સાંભળીને કાન બંધ કરાવી દે એવાં) રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત અચાનક જ ફિલ્મ આડે પાટે ચડી જાય છે અને એને કારણે માત્ર બે કલાકમાં પૂરી થઈ શકતી ફિલ્મ અઢી કલાક જેટલી મોટી કરવામાં આવી છે. એડિટિંગ પણ ઘણું સુધારી શકાય એવું હતું. ફિલ્મના ડાયલૉગ્સ એક થ્રિલર નહીં, પણ સાસ-બહૂની સિરિયલને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યા છે એમ કહી શકાય.

અભિષેક બચ્ચન ‘ધૂમ’ અને ‘સરકાર’ જેવી ફિલ્મોમાં કરેલા તેના સિરિયસ રોલને ફરીથી આ ફિલ્મ વડે જીવંત કરે છે. ફિલ્મનો આધાર હોવા છતાં સૌથી ખરાબ ડાયલૉગ્સ તેને આપવામાં આવ્યા છે અને એ કારણે તેને નુકસાન થશે જ. સોનમનો રોલ પણ ઘણો ખરાબ લખવામાં આવ્યો છે અને અધૂરામાં પૂરું તેને જ્યારે ચાન્સ મળે છે ત્યારે તે ઓવર-ઍક્ટિંગથી મજા બગાડે છે. બિપાશા આ પ્રકારના રોલ માટે એક પર્ફેક્ટ પસંદગી છે અને તે નિરાશ નથી કરતી. નીલ નીતિન મુકેશ ફિલ્મનો બેસ્ટ પફોર્ર્મર છે. તેના રોલને જ સૌથી વધુ યોગ્ય ટ્રીટમેન્ટ મળી છે. બૉબી દેઓલને ફિલ્મમાં કેમ લેવામાં આવ્યો છે એ તેને ખુદને પણ નહીં ખબર હોય. વિનોદ ખન્ના નાના રોલ અને નવા લુકમાં ઘણા પ્રભાવશાળી છે. જૉની લીવર અને ઓમી વૈદ્યની કૉમેડી ક્યારેક જ હસાવવાલાયક છે. સિકંદર ખેર એક જ એક્સપ્રેશન સાથે ફિલ્મમાં જોવા મળે છે. થ્રિલર ફિલ્મો અને એમાં પણ અબ્બાસ-મસ્તાનની સ્ટાઇલના શોખીન છો તો ‘પ્લેયર્સ’ની એક ઇનિંગ્સ તો રમી જ શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK