ફિલ્મ રિવ્યુઃ 'પીકુ'

'પીકુ'ની કહાની વિશે કાંઈપણ કહેવુ ખુબ અઘરુ છે, આ ફિલ્મ એક પિતા અને પુત્રીના સંબંધોની કહાની પર ફિલ્માવાયેલી છે, જે ઈશારાઓમાં પોતાના સંબંધો ઉપરાંત પણ ઘણુ બધુ કહી જાય છે.ફિલ્મમાં ભાસ્કર બેનર્જીની ભૂમિકામાં અમિતાભ બચ્ચન છે અને તેમની પુત્રીના રોલમાં દીપિકા પાદુકોણે છે.  આ ફિલ્મમા તેનુ નામ 'પીકુ' છે.

piku



પ્રકારઃ કોમેડી/ડ્રામા


ડાયરેક્ટરઃ શૂજીત સરકાર


કાસ્ટઃ અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણે, ઈરફાન ખાન


રેટિંગઃ 3.5 સ્ટાર




જ્યારે ઈરફાન ખાન એક ટ્રાવેલ એંજન્સીના માલિક જિસૂ ગુપ્તાની ભૂમિકામાં છે, જે પીકુનો પાક્કો મિત્ર છે. સાથે જ ફિલ્મમાં રધુવીર યાદવ ડોક્ટર બન્યા છે જ્યારે મોસમી ચેટર્જી પીકુના માસીના કિરદારમાં છે. આ ફિલ્મને ખુબ ઝીણવટથી જોશો તો ખ્યાલ આવશે કે ડિરેક્ટર શુજીત સરકારે ખુબ જ સુંદર રીતે આ ફિલ્મના તામામ પાત્રો અને તેમના કિરદારને મઠાર્યા છે.

જો કે ફિલ્મની શરૂઆતની થોડીવાર બાદ અમિતાભ બચ્ચનની ભૂમિકા ચિડિયાપણાનો અનુભવ કરાવશે, પણ તેમાં બીગ બી અને નિર્દેશક શુજીત સરકારની જીત છે, કારણ કે તેમની ભૂમિકાને ખાસ રીતે ગુંથવામાં આવી છે. ફિલ્મી પડદે બતાવવામાં આવી રહેલી ભાવનાઓને તમે સારી રીતે મેહસુસ કરી શકશો.

પીકુ એકદમ પારિવારિક કહાની છે, જેમાંથી અનેક લોકો પોતાના વાસ્વિક જીવનમાંથી પસાર થતા હોય છે. નિર્દેશક અને કલાકારોની તારીફ તમારે ચોક્કસ કરવી પડશે, કારણ કે તેમણે દર્શકોને ખુબ ધ્યાને રાખીને પોતાનો અભિનય આપ્યો છે.

ફિલ્મના પહેલા ભાગમાં ભાવનાત્મક વળાંક છે. ફિલ્મમાં સંબંધોને ખુબ જ સુંદર રીતે દર્શાવાયા છે. કાર ભાડે પર આપતી કંપનીના માલિક અને તેની ગ્રાહક પીકુ વચ્ચેનો એવો એક પાથ કંડારવામાં આવ્યો છે કે જે કંઈ ન કહીને બધુ જ કહી જાય છે. ફિલ્મમાં લેખર અને નિર્દેશકે વ્યકિતના ખુબીઓ અને ખામીઓને ખુબ જ સાદગી સાથે રજૂ કરી છે. ફિલ્મ જોશો તો તમારા હોઠો પર હસી અને આંખોમાં આસુ છલકાતા હશે.

આ ફિલ્મમાં દીપિકાએ તેની એકટિંગને એક નવી જ ઉડાન આપી છે. ઈરફાનની અદાકારી બેહતરીન છે. અમિતાભ બચ્ચન આ બંને કલાકારો સાથે એકદમ સૂરમય જોવા મળે છે. ફિલ્મના ગીતો તમારા હોઠ પર ગણગણ્યા કરે તેવા નથી પણ તેના શબ્દો ખુબ સરસ છે. પીકૂ એ પારિવારિક, સ્વચ્છ અને રોબરોજની મુશ્કેલી સામે ઝઝુમતા લોકોની કહાની છે, જે જોઈને કોઈને હસવુ તો કોઈને ગુસ્સો તો કોઈને રડવુ આવી જાય તેમ છે.
 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK