ફિલ્મ રિવ્યુ : પાન સિંહ તોમર

 

ઝીણવટભર્યા રિસર્ચ અને ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા તથા ઇરફાન ખાનના પફોર્ર્મન્સને કારણે ‘પાન સિંહ તોમર’ વડે મૂળ વ્યક્તિની યોગ્ય યાદગીરી

irfan-paan-sing-tomarકોઈના જીવન પર ફિલ્મ બનાવવી એ બૉલીવુડ કે હૉલીવુડમાં ચૅલેન્જિંગની સાથે જટિલ ટાસ્ક કહી શકાય. ડિરેક્ટર અને સ્ક્રીનપ્લે રાઇટર પાસે ખૂબ જ પાવરફુલ સ્ટોરી હોવાની જ, પણ એને પર્ફેક્શનથી દર્શકો સામે લાવવી એ ખૂબ જ મોટો ભાર ગણી શકાય. સૈનિક બાદ ચૅમ્પિયન એથ્લીટમાંથી સંજોગોને આધીન ડાકુ બનેલા પાન સિંહ તોમરની સ્ટોરી ખૂબ જ રસપ્રદ ગણી શકાય અને તિગ્માંશુ ધુલિયા જેવા બાહોશ ડિરેક્ટરના હાથમાં એની કમાન હોવાને કારણે ગઈ કાલે રિલીઝ થયેલી ‘પાન સિંહ તોમર’ એ ભુલાઈ ગયેલી વ્યક્તિને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી શકે છે.

પાન સિંહ તોમર (ઇરફાન ખાન) આર્મીમાં સૈનિક છે અને નૅશનલ ગેમ્સમાં સર્વિસિસ તરફથી તે સતત સાત વખત જુદાં-જુદાં વિઘ્નોને પાર કરવાની રેસ સ્ટીપલચેઝમાં ચૅમ્પિયન બને છે. પાન સિંહ તોમર પોતાની માતૃભૂમિના પ્રેમને કારણે આર્મીમાં જોડાયેલી એક સામાન્ય વ્યક્તિ છે. જોકે તેના ગામમાં કઝિન ભાઈઓ દ્વારા પાન સિંહ તોમરની જમીન પચાવી પાડવામાં આવે છે અને સ્થાનિક પોલીસ તેની કોઈ મદદ કરવાની ના પાડી દે છે ત્યારે તે બદલો લેવા માટે કોઈ પણ સીમાઓ ઓળંગવાની તૈયારી બતાવે છે અને એક ડાકુ બની જાય છે.

paan-sing1તિગ્માંશુ ધુલિયાએ શેખર કપૂરની ફૂલનદેવી પરની ‘બૅન્ડિટ ક્વીન’માં અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું એટલે ડાકુ પરની ફિલ્મનો તેને અનુભવ છે. જોકે આ ફિલ્મમાં તેણે પૂરતું રિસર્ચ કરીને દરેક પાત્રને રિયલ લાઇફથી નજીક બતાવવાની કોશિશ કરી છે. તેનો વિષય પ્રત્યેનો આત્મવિશ્વાસ ફિલ્મમાં સારી રીતે દેખાઈ આવે છે. ફિલ્મનું શૂટિંગ પણ રિયલ જગ્યાઓએ કરીને અને ત્યાંની ભાષાના ઉપયોગથી સાચી ઇફેક્ટ આપવાની કોશિશ કરવામાં આવી છે.

જોકે લોકલ ભાષા સમજવી ઘણી અઘરી થઈ પડે છે અને એ કારણે ક્યારેક ફિલ્મ સાથે કનેક્શન જળવાતું નથી. ફિલ્મ લાંબી અને ધીમી છે અને એ કારણે ક્યારેક રસ ઊડી જાય એવા સીન પણ છે, પણ ફિલ્મને એ કારણે ઘણું ઓછું નુકસાન થાય છે.

ઇરફાન ખાને આ પાત્રને જીવ્યું છે એમ કહી શકાય. પાન સિંહ તોમરના જીવનમાં થતા તમામ બદલાવોને તેની ઍક્ટિંગથી સહાનુભૂતિ મળી શકે છે. તેણે આ રોલમાં બતાવેલો કૉન્ફિડન્સ ખરેખર ઉચ્ચ કક્ષાનો છે. માહી ગિલ અને અમુક અન્ય પાત્રોને ઇરફાન સામે એટલી તક નથી મળતી, પણ ઇરફાનની હાજરી જ પૂરતી છે એમ કહી શકાય.

ક્રિકેટપ્રેમી ભારતીય જનતાને કઈ રીતે અમુક લેજન્ડરી વ્યક્તિઓની લાઇફ બદલાઈ ગઈ હતી એ બતાવવા માટેનો આ પ્રયાસ યોગ્ય સમયે થયો છે એમ કહી શકાય.

- શુભા શેટ્ટી-સહા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK