ફિલ્મ-રિવ્યુ : નીરજા

ધમાકેદાર પર્ફોર્મન્સથી ભરપૂર  : ફિલ્મની સ્ટોરીલાઇન એટલી અદ્ભુત છે કે એ દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે

neerjaઅમિત કર્ણ


‘ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં’ અને ‘પુષ્પા આઇ હેટ ટિયર્સ’ એ બૉલીવુડના જાણીતા ડાયલૉગ છે જેનો ભાવાર્થ પણ ખૂબ ઊંડો છે. ‘નીરજા’ની વાર્તા પણ આવી જ ફિલોસૉફીના આધારે અવિસ્મરણીય અને રોમાંચથી ભરપૂર છે. એ ફિલ્મ બતાવે છે કે મુશ્કેલી ગમે એટલી મોટી કેમ ન હોય, પોતાના કર્તવ્યથી માણસે પીછેહઠ ન કરવી જોઈએ. એ પરિવારથી પણ ખૂબ મોટી વસ્તુ છે. જ્યારે વાત વ્યક્તિના સેલ્ફ-રિસ્પેક્ટ પર આવી જાય ત્યારે એવું કરનારને જડમૂળમાંથી ઉખેડી નાખવો જોઈએ. પોતાના સંઘર્ષની સફર જાતે નક્કી કરો તેમ જ ખોટું કરવું નહીં અને ખોટું સહન કરવું નહીં. આ ફિલ્મ એક બીજી વસ્તુ એ પણ શીખવાડે છે કે જીવનમાં ડર પણ જરૂરી છે, કારણ કે ડરને કારણે જ હિંમત વધે છે. નીરજા આ ફિલ્મમાં ડરનો સામનો ખૂબ હિંમતપૂર્વક કરે છે. નીરજા આ ફિલ્મ દ્વારા દર્શકોને રડવા, અહેસાસ કરાવવા તેમ જ વિચારવા મજબૂર કરી દે છે. માત્ર ૨૩ વર્ષની નીરજા ૩૭૯ પ્રવાસીઓમાંથી ૩૫૯નો જીવ બચાવીને એ વાતને સ્થાપિત કરે છે કે દીકરીઓ પણ કુળનો દીવો છે. તેના મૃત્યુ બાદ એ સમયના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહે તેને અશોક ચક્રથી સન્માનિત કરી હતી.

‘નીરજા’માં નીરજા બનેલી સોનમ કપૂરે તેના જીવનનો સૌથી સારો અભિનય આ ફિલ્મમાં આપ્યો છે. આ પાત્રને તેણે ખૂબ અદ્ભુત રીતે ભજવ્યું છે. નીરજાની નાની-નાની વાતો પર તેણે ધ્યાન આપ્યું છે એ તેના પર્ફોર્મન્સ દ્વારા જોવા મળે છે. ફિલ્મમાં ઇચ્છાશક્તિ મુજબની નીરજા બનતાં પહેલાં તે એક નિષ્ફળ લગ્નમાંથી ગુજરી છે. પુરુષતરફી પક્ષપાતી વિચારધારા ધરાવતા રમેશના અત્યાચારને તે સામાન્ય છોકરીની જેમ સહન કરે છે, પરંતુ તેના પર કરવામાં આવતો અત્યાચાર વધી જતાં તે તેની સામે અવાજ ઉઠાવે છે. સોનમ તેના પર્ફોર્મન્સ દ્વારા નીરજાના પાત્રને એક નવી ઊંચાઈએ લઈ ગઈ છે. વિમાનના અપહરણ દરમ્યાન આતંકવાદીઓ સામેની તેની સમજશક્તિને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે.

સોનમની સાથે શબાના આઝમીએ પણ દિલને સ્પર્શી જાય એવો પર્ફોર્મન્સ આપ્યો છે. તેમણે નીરજાની મમ્મી રમાની ભૂમિકા ભજવી છે. પોતાની યુવાન દીકરીને ખોવાના દુ:ખને તેમણે તેમના પર્ફોર્મન્સ વડે સ્ક્રીન પર યાદગાર બનાવી દીધું છે. ફિલ્મના અંતમાં રમાએ જે સ્પીચ આપી છે એ દર્શકોની આંખમાં આંસુ લાવી દે છે. નીરજાના પપ્પાનું પાત્ર યોગેન્દ્ર ટિક્કુએ ભજવ્યું છે. એ પહેલાં તેમણે ‘નો વન કિલ્ડ જેસિકા’માં જેસિકાના મજબૂર પપ્પાનું પાત્ર ખૂબ સરસ રીતે ભજવ્યું હતું. એ ફિલ્મમાં પણ તેમનું પાત્ર ખૂબ સારું છે. સૌથી ચોંકાવનારો પર્ફોર્ર્મન્સ અબરાર જહૂર, અલી બાલદીવાલા અને જિમ સરભે કર્યો છે. એ ત્રણેય જણે પૅલેસ્ટીની આતંકવાદીઓનું પાત્ર ભજવ્યું છે. એ ત્રણેયની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં નીરજાના બૉયફ્રેન્ડનું પાત્ર મ્યુઝિક-સિંગરની જોડી વિશાલ-શેખરના શેખર રવજિયાણીએ ભજવ્યું છે. ઍક્ટર તરીકેની શેખરની પણ આ પહેલી ફિલ્મ છે. તેણે આ ફિલ્મમાં સારું કામ કર્યું છે.

કલાકારોના અદ્ભુત પર્ફોર્મન્સ સાથે નિર્દેશન અને સ્ક્રીનપ્લે પણ ખૂબ જ સારાં છે. રામ માધવને ૧૪ વર્ષ પહેલાં ‘લેટ્સ ટૉક’ બનાવી હતી, પરંતુ એ ફિલ્મને એટલી વાહવાહી નહોતી મળી જેટલી એની ઍડ-કૅમ્પેનને મળે છે. જોકે ‘નીરજા’ દ્વારા તેમણે ખૂબ સારું કમબૅક કર્યું છે. કરાચીમાં ૧૯૮૬ની પાંચ સપ્ટેમ્બરે થયેલા પૅન ઍમ ફ્લાઇટ ૭૩ના હાઇજૅકની સ્ટોરીને તેમણે ખૂબ આકર્ષક રીતે રજૂ કરી છે. રામ માધવાણીએ નીરજાના જીવનમાં ચાલી રહેલી ઘટનાઓ અને આતંકવાદીઓની તૈયારીઓને એકસાથે ખૂબ સરસ રીતે રજૂ કરી છે. એનાથી ફિલ્મની વાર્તા તમને પકડી રાખે છે. ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રૉ’નું એડિટિંગ કરી ચૂકેલાં મોનીષા આર. બલદવાએ ખૂબ સુંદર એડિટિંગ કર્યું છે. બે કલાક અને બે મિનિટમાં આ ફિલ્મ તમને જીવન કેવી રીતે જીવવું એ શીખવાડી જાય છે. ગીતકાર પ્રસૂન જોષીનાં ગીતોની પણ સારી અસર ફિલ્મ પર પડી છે. સરળ શબ્દોમાં કહીએ તો રામ માધવાણી ભાવનાઓનો બિઝનેસ કરી ગયા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK