ફિલ્મ રિવ્યુઃ નટસમ્રાટ

અત્યાર સુધી દર્શકોને ખડખડાટ હસાવતા આવેલા સિદ્ધાર્થ રાંદેરિયાએ નટસમ્રાટમાં દર્શકોની આંખ ભીની કરી દીધી છે

nssamtrat1


ફિલ્મઃ નટસમ્રાટ

સ્ટારકાસ્ટઃ સિદ્ધાર્ધ રાંદેરિયા, મનોજ જોશી, દિપીકા ચિખલિયા

ડિરેક્ટરઃ જયંત ગિલાટર

પ્રોડ્યુસરઃ રાહુલ સુગંધ, જુગલ સુગંધ, અજય બગઈ, રવિન્દ્ર તેન્ડુલકર



ફિલ્મ વિશેઃ

નટસમ્રાટ ફિલ્મ મૂળ મરાઠી આ જ નામની ફિલ્મની રિમેક છે. મરાઠી ફિલ્મમાં સક્ષમ અભિનેતા નાના પાટેકરે નટસમ્રાટની ભૂમિકા અદ્દલ ચરિતાર્થ કરી બતાવી છે. ત્યારે આ જ  ફિલ્મ ગુજરાતીમાં બનાવતા સમયે પણ એ જ મોમેન્ટમ જાળવી રાખવું એ ડિરેક્ટર્સ અને એક્ટર્સ તમામ માટે પડકાર હતો. જો કે અત્યાર સુદ્ધી ગુજ્જુભાઈ તરીકે અને સ્ટેજ પર ગિગ્સ કરીને લોકોને હસાવતા સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાની ઈમેજ કરતા એકદમ જુદુ જ પાત્ર ભજવ્યું છે. આમ તો નાટક અમારી દુનિયા, તમારી દુનિયામાં સિદ્ધાર્થ રાંદેરિયા આ જ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી ચૂક્યા છે. પરંતુ નાના પાટેકરે બનાવેલા માપદંડ પર ખરા ઉતરવાનું તેમના માટે પણ પડકારજનક હતું.

natsamrat2

અભિનયઃ

સિદ્ધાર્થ રાંદેરિયા ઉત્કૃષ્ટ અભિનેતા છે, તેમાં કોઈ બે મત નથી. અને નટસમ્રાટમાં પણ તેમણે એ વાત સાબિત કરી બતાવી છે. રંગમંચ હોય કે કેમેરા, તેમના અભિનયનો જાદુ દર્શકોને જકડી રાખી શકે છે. અત્યાર સુધી દર્શકોને ખડખડાટ હસાવતા આવેલા સિદ્ધાર્થ રાંદેરિયાએ નટસમ્રાટમાં દર્શકોની આંખ ભીની કરી દીધી છે, અને આ જ તેમના અભિનયની સફળતા છે. તો નટસમ્રાટની પત્નીના પાત્રમાં છે સીતા એટલે કે દિપીકા ચિખલિયા. 25 વર્ષ બાદ ફિલ્મોમાં પુનરાગમન કરવા છતાંય તેમનો ચાર્મ સ્ક્રીન પર હજી એમનો એમ જ દેખાય છે. અને ફિલ્મનું ત્રીજુ મુખ્ય પાત્ર એટલે કે નટસમ્રાટના મિત્રનું પાત્ર ભજવી રહ્યા છે મનોજ જોશી. મનોજ જોશી સ્ક્રીન પર સિદ્ધાર્થ રાંદેરિયાને પૂરતી ટક્કર આપી રહ્યા છે. તેમાંય બેઉ અભિનેતાઓના સાથે રહેલા સીન તો એક્ટિંગના વિદ્યાર્થીઓ માટે પાઠ ભણવા સમાન છે. આ ઉપરાંત હેમાંગ શાહ, તસ્લીમ શેખ અને સ્મિત પંડ્યા પણ દરેક સીનમાં પોતાની છાપ છોડી રહ્યા છે.
                       
        ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયાના પ્રસંશકો માટે આ ફિલ્મ ખુબ સારી ભેટ છે.આ ફિલ્મ ફેમિલી ડ્રામા છે એટલે ફેમિલીના દરેક સભ્યો સ્ટોરીમાનું કોઈક એક પાત્રને પોતાનીસાથે સરખાવી શકશે અને ફિલ્મના સંવાદો તેને વધુ મનોરંજક બનાવે છે. સરવાળે વાત કરીએ તો નટસમ્રાટ જોવા જેવી તો ખરી જ. હાલ ફિલ્મ ભલે મરાઠી ફિલ્મની રીમેક હોય, પરંતુ નટસમ્રાટ બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પોતાનું આવું સર્જન મળે તો નવાઈ નહીં. સરવાળે આ વીકએન્ડમાં ફેમિલી સાથે જોઈ નાખો


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK