જાણો કેવી છે શ્રેદેવીની ફિલ્મ ‘મૉમ’

માતા ને રુલાયા હૈ, જરૂર પડ્યે દુર્ગા બનીને અસુરોનો સંહાર કરે એવી માતાની થ્રિલિંગ સ્ટોરી કહેવાને બદલે આ ફિલ્મ ઢીલી ઇમોશનલ રાઇડ બનીને રહી ગઈ છે

mom


ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

રાતના અંધકારમાં એક કાર જઈ રહી છે. ડ્રોન કૅમેરા આકાશમાં ઊંચેથી ઈશ્વરની જેમ બધું જોયા કરે છે. બૅકગ્રાઉન્ડમાં થથરાવી મૂકે એવું મ્યુઝિક વાગતું રહે છે. એક કાર અટકે છે. અંદરના પુરુષો બહાર નીકળીને જગ્યા બદલે છે. કાર ફરી પાછી સ્ટાર્ટ થાય છે. થોડી વાર પછી નર્જિન રસ્તાના એક કિનારે કાર ઊભી રહે છે. એક યુવતીના દેહનો ઘા થાય છે અને યુવતી સીધી ગટરમાં જઈને પડે છે. ઘા એવો સ્ટ્રૉન્ગ છે કે પાણીના છાંટા પણ બહાર આવે છે. કૅમેરા ગટરમાં ડોકિયું કરે છે. પીંખાયેલી હાલતમાં યુવતી ગટરના પાણીમાં અડધી ડૂબેલી પડી છે.

અહીં ક્યાંય એક શબ્દ બોલાતો નથી કે આપણને કોઈ ડીટેલ્સ પણ અપાતી નથી છતાં તે યુવતી સાથે જેકોઈ ખોફનાક કૃત્ય થયું છે એ આપણને પૂરેપૂરુંં સમજાઈ જાય છે અને આપણને હચમચાવી મૂકે છે.

લેકિન અફસોસ; બાકીની ફિલ્મમાં આવી અસરકારકતા વધુપડતા મેલોડ્રામા, સ્લો પેસ અને અધકચરા રાઇટિંગમાં ક્યાંક ખોવાઈ જાય છે.

દેવકી બની દુર્ગા

દેવકી સબરવાલ (શ્રીદેવી) દિલ્હીમાં બાયોલૉજીની ટીચર છે. પરિવાર ખાધે-પીધે સુખી છે. પતિ આનંદ (પાકિસ્તાની ઍક્ટર અદનાન સિદ્દીકી) કામ સબબ અમેરિકાની ટૂરો કરતો રહે એવી આ ફૅમિલી પૈસાદાર પણ છે. હા, એક પ્રૉબ્લેમ છે. દેવકી આનંદની બીજી પત્ની છે. પરિણામે આગલાં લગ્નથી થયેલી ૧૮ વર્ષની દીકરી આર્યા (પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી) હજી પોતાની નવી મમ્મીથી ખુશ નથી. ત્યાં જ કેટલાક ભૂખ્યા વરુઓ આ પરિવારની શાંતિને પીંખી નાખે છે. કાયદાના ત્રાજવામાં પણ ન્યાય તોળાતો નથી એટલે વીફરેલી મૉમ એક પ્રાઇવેટ ડિટેક્ટિવ DK (નવાઝુદ્દીન સિદ્દીકી)ની મદદથી એ વરુઓને જેર કરવા નીકળી પડે છે.

આંસૂ બને અંગારે

આમ જોવા જાઓ તો ‘મૉમ’ એક રેગ્યુલર રિવેન્જ-ડ્રામા છે. રિવેન્જ - બદલો એ છેક મહાભારતના જમાનાથી ચાલી આવતી થીમ છે, પરંતુ ‘મૉમ’ના ડિરેક્ટર રવિ ઉદયાવરને માત્ર એક શ્રીદેવીના વેરનાં વળામણાં જેવી સ્ટોરી કહેવામાં રસ નથી. તેમને એક આદર્શ માતા કેવી હોય એ દર્શાવવું છે, સાવકાં મા-દીકરી વચ્ચેનો ઇમોશનલ કૉન્ફ્ર્લિક્ટ બતાવવો છે, ભયંકર ટ્રૉમામાંથી પસાર થયા પછી યુવતી પર અને તેના પરિવાર પર શું વીતે છે એ પણ બતાવવું છે. વળી ડિરેક્ટરને કદાચ આપણી સમજણ પર ઝાઝો વિશ્વાસ નથી એટલે તેમને દરેક ઇમોશન રડીને કે બોલીને પણ સમજાવવું છે.

જેમ કે ‘મૉમ’ના કેન્દ્રમાં રહેલી શ્રીદેવીને પર્ફેક્ટ મૉમ - પર્ફેક્ટ વુમન બતાવવા માટે ઘણાંબધાં દૃશ્યો મુકાયાં છે. ક્લાસમાં હ્યુમન ઍનૅટૉમીના સબ્જેક્ટને રસપ્રદ બનાવવા માટે તે સલમાનનું પોસ્ટર મૂકીને ભણાવે છે, પરંતુ તે સ્ટ્રિક્ટ ટીચર પણ છે. ઘરમાં રિસાયેલી દીકરી જમી લે એનું ધ્યાન રાખે, વિદેશ જતા પતિદેવની નાનામાં નાની વસ્તુ બૅગમાં ક્યાં રાખી છે એ કહેવાથી લઈને પાણીની બૉટલ ભરવા સુધીની તમામ બાબતો ડિરેક્ટરે એકદમ ડીટેલમાં બતાવી છે. ઈવન દીકરી દ્વારા અપમાનિત થતી રહેવા છતાં તે તેના તરફ કડક

બનતી નથી. ટૂંકમાં કહીએ તો ડિરેક્ટર આપણને ફરી-ફરીને કહેતા રહે છે કે શ્રીદેવી મમ્મી તરીકે ભલે યશોદા હોય, પણ તે ખરા અર્થમાં દેવકી યાને કિ ખરી મા છે. માત્ર મા કે પત્ની જ નહીં, શ્રીદેવી એક આગળ પડતી સોશ્યલ વર્કર પણ છે અને જેન્ડર ઇક્વલિટીમાં પણ માને છે. પ્રૉબ્લેમ એ છે કે શ્રીને એક સંપૂર્ણ દેવી સાબિત કરતા દરેક પાસા માટે અલાયદા સીન ફાળવવામાં આવ્યા છે જેને કારણે ફિલ્મ લાંબી અને અતિશય સ્લો થઈ ગઈ છે.

ડિરેક્ટરે થ્રિલ, સટલ્ટી અને સ્માર્ટનેસનું સ્થાન આંસુઓથી જ લીધું છે. ફિલ્મનાં તમામ મુખ્ય પાત્રો એકદમ ડીટેલમાં રડે છે અને રડતાં જ રહે છે. નો ડાઉટ, ઇમોશનલ સીન્સમાં શ્રીદેવી અને તેની દીકરી બનતી સજલ અલી એકદમ સ્વાભાવિક લાગે છે. છતાં જ્યારે ફિલ્મ ગિઅર બદલીને ઇમોશન્સમાંથી ઍક્શનના ટ્રૅક પર આવે ત્યારે આંસુઓ બૅકસીટમાં ધકેલાવાં જોઈતાં હતાં, પરંતુ આંસુઓનો પાલવ ડિરેક્ટરે છોડ્યો જ નથી. એટલે સુધી કે એક થ્રિલ-સીક્વન્સ ચાલતી હોય એના બૅકગ્રાઉન્ડમાં પણ ઇમોશનલ સૉન્ગ વાગવા માંડે છે.

મોટા ભાગનાં પાત્રો પણ સિમ્પ્લિસ્ટિક પદ્ધતિએ એક જ રંગે રંગાયેલાં છે.

જેમ કે વિક્ટિમ-ટીનેજ ટેન્ટ્રમ બતાવતી દીકરી, સપોર્ટિવ પતિ, ટિપિકલ સ્માર્ટ પોલીસ-અધિકારી, સ્ટ્રીટસ્માર્ટ ડિટેક્ટિવ, વાહિયાત-બિગડી ઔલાદ જેવા ગુંડા વગેરે. એ નક્કી કરેલા ચોકઠામાંથી કોઈ બહાર ન નીકળે. કોમળમાંથી રિવેન્જફુલ માતામાં શ્રીદેવીનું રૂપાંતર પણ નૅચરલ લાગવાને બદલે સ્ક્રિપ્ટમાં લખ્યું છે એટલે થયું છે એવું વધારે લાગે છે. રાધર, તે બદલો લઈ શકે એ માટે જ ર્કોટરૂમનાં દૃશ્યોને એકદમ ઊભડક રીતે આટોપી લેવાયાં છે. જે કેસ મીડિયામાં ચર્ચાતો થયો હોય એ એક જ મહિનામાં ભજિયાંના ખાધેલા કાગળની જેમ ઊડી જાય એ ગળે ઊતરે એવી વાત નથી. અહીંથી જ આ ફિલ્મ ‘પિંક’ કરતાં અલગ પડે છે. ‘પિંક’માં કાયદાની મર્યાદામાં રહીને ન્યાય મેળવવાની વાત હતી, જ્યારે અહીં કાયદાનું પડીકું વાળીને માતાએ જ કાયદો પોતાના હાથમાં લઈ લીધો છે. અગાઉ સંખ્યાબંધ ફિલ્મો વિશે કહી ચૂક્યા છીએ એ ફરી વાર કે સામાન્ય માણસ કાયદો પોતાના હાથમાં લે એ વિજિલાન્ટિઝમ પ્રમોટ ન જ થવું જોઇએ. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફિલ્મમાં માત્ર સ્ત્રી પર થતો અત્યાચાર જ ફોકસમાં છે; જ્યારે એક સીનમાં પુરુષ પર પણ જાતીય અત્યાચાર બતાવાય છે, પરંતુ મેકર્સને તેના પ્રત્યે કોઈ સિમ્પથી નથી.ટેક્નિકલ ફૅક્ટ એવું છે કે શ્રીદેવીની આ ૩૦૦મી ફિલ્મ છે. એની સાબિતી આપતી હોય એમ ઇમોશનલ સીનમાં તે એકદમ નૅચરલ અને મૂવિંગ લાગે છે. જોકે તેનો ધ્રૂજતો અવાજ તેના પાત્ર સાથે ખાસ મૅચ થતો નથી. એકદમ વિચિત્ર દેખાવ સાથે આવેલો નવાઝુદ્દીન સિદ્દીકી જેટલો સમય સ્ક્રીન પર આવે છે એ દરેકેદરેક સેકન્ડ તે ખાઈ જાય છે. જોકે એક ખાધેલ ડિટેક્ટિવ સાવ શિખાઉની જેમ બેવકૂફ બને, પગેરાં છોડતો જાય એ વાતો માન્યામાં આવે એવી નથી. તેના પાત્રનું રાઇટિંગ પણ વધુ સ્માર્ટ હોવું જોઈતું હતું. છતાં નવાઝુદ્દીન, નો નૉન્સેન્સ કૉપના રોલમાં અક્ષય ખન્ના, વિલન અભિમન્યુ સિંહ અને બન્ને પાકિસ્તાની અદાકારોના પર્ફોર્મન્સ અબવ ઍવરેજ છે. જોકે ફોકસ સતત શ્રીદેવી પર જ રાખવાનું હોવાથી આ પાત્રોને ખાસ ખીલવાનો મોકો મળ્યો નથી. આ બધાના સરવાળામાં ઉમેરો કરતી હોય એમ આ ફિલ્મની લંબાઈ પણ ખાસ્સી અઢી કલાક જેટલી છે. કોઈ બારીમાંથી ઝાંખતું હોય, ફોન પર વાત કરતું હોય, સ્લો મોશનમાં ચાલતું હોય એવા કેટલાય સીન કોઈ જ વૅલ્યુ-ઍડિશન વગર તદ્દન બિનજરૂરી રીતે ફિલ્મમાં છે. એને કાપીને આ ફિલ્મને ખાસ્સી પંદરથી વીસ મિનિટ ટ્રિમ કરી શકાઈ હોત. બાય ધ વે, આ ફિલ્મમાં એ. આર. રહમાનનું મ્યુઝિક છે. સાંભળ્યા પછી મોંમાંથી એક જ ઉદગાર નીકળે, રિયલી?

ઓહ મધર

‘મૉમ’ ફિલ્મના રાઇટિંગની કરુણતા એ છે કે એમાં રણચંડી બનેલી એક સ્ત્રી કેન્દ્રમાં હોવા છતાં એના કાર્યની સફળતા એક પુરુષની ઐન મૌકે પર થતી એન્ટ્રી પર જ ટકી રહી છે. વળી એ પાર્ટ પણ એવો ક્લિશે રીતે લખાયો છે કે આપણને વેરની વસૂલાત થયાનો સંતોષ પણ નથી મળતો કે ન તો એમાં ખાસ કશી શૉક વૅલ્યુ છે. આના કરતાં કંઈક અંશે આવી જ સ્ટોરી ધરાવતી જુલિયા રૉબટ્ર્સ સ્ટારર હૉલીવુડની ફિલ્મ ‘સીક્રેટ ઇન ધેર આઇઝ’ જોવી વધુ ફાયદાનો સોદો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK