ફિલ્મ રિવ્યુ: 'મસાન'

બનારસ અત્યારે ઘણુ ચર્ચામાં છે. હિંદી ફિલ્મમોમાં બનારસની ઈમેજ અલગ અલગ સ્વરૂપમાં જોવા મળી છે. બનારસનુ આધ્યાત્મિક રહસ્ય સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહ્યુ છે.


masan
અજય બ્રહ્માત્મજ


સ્ટાર કાસ્ટ: રિચા ચઢ્ઢા, સંજય મિશ્રા, શ્વેતા ત્રિપાઠી, વિકી કૌશલ


ડાયરેક્ટર: નિરજ ઘેવાન


પ્રકાર: ડ્રામા


સ્ટાર: 4

બનારસની મોજ-મસ્તીના કિસ્સા નોસ્ટેલજિક અસર કરે છે. બનારસ સમયની સાથે ચાલી રહ્યુ છે એ પણ એક સત્ય છે. દેશના વર્તમાન પ્રધાનમંત્રીનુ સંસદીય ક્ષેત્ર પણ બનારસ છે.બનારસ દરેક રિતે આધુનિક અને સમકાલિન છે. પ્રાચનીતા અને અધ્યાત્મિકતા તેની નશોમાં વહે છે.

નીરજ ઘેવનની ‘મસાન’ ફિલ્મ આ ધારણાઓને શરૂઆતમાં જ તોડી પાડે છે. આ ફિલ્મ દ્વારા આમણે દેવી, દીપક, પાઠક, શાલૂ, રામધારી અને ઝાટોથી પરિચિત થઈએ છીએ. જીંદગીની કગાર પર ચાલતા આ તમામ કેરેક્ટર્સ પોતાની ભાવના અને ઉદ્દવેગોને શહેરની જાતીય, લૈંગિક અને આર્થિક અસમાનતાઓને વ્યકત કરે છે. લેખક વરૂણ ગ્રોવર અને નિર્દેશક નીરજ ઘેવને બખુબી રીતે બધા કિરદારોને એક અલગ આયામો આપ્યા છે. કોઈપણ કેરકટરમાં તમને અતિરેક નહી લાગે. 'મસાન' હિંદી ફિલ્મોની હિરોઈનો અને હીરોની જે છાપ છે તેને તોડીને ક્યાંય આગળ નિકળી જાય છે. દરેક કરેકટર મેઈન છે. ફિલ્મની શરૂઆત ડરથી આત્મહત્યા કરી લેનાર પિયુષ પણ આ નરેટિવનો મહત્વનો ભાગ છે. તે ફિલ્મમાં ન હોવા છત્તા તમને તેનો હોવાનો અનુભવ કરાવે છે.

દેવી (રિચા ચઢ્ઢા) આ ફિલ્મની જીદ્દી અને જીવિત ઘુન છે. તે આઝાદ વિચારો અને અસિમિત ખ્વાબ ધરાવે છે. ઈંટરનેટે તેને અલગ વિશ્વ સાથે જોડી રાખી હોય છે. મા વિનાની પિતા સાથે રહેતી દેવીની શારિરીક ભૂખ પણ કંઈક અલગ પ્રકારની છે. તે આવા જ પ્રત્યનોમાં પકડાઈ જાય છે. પોલીસ અધિકારી કમાણી માટે 'સેક્સ સ્કૈંડલ'નું સફલ પ્રપંચ રચે છે. બાપ-દિકરીને તે સામાજીક લાંછનના ખૌફમાં લપેટામાં લે છે. દેવી આ ઘટનાથી ખુબ શરમમાં હોય છે, પંરતુ તુને આ માટેનો કોઈ પસ્તાવો નથી. તે એવુ માને છે કે તેણે કંઈ ખોટુ નથી કર્યુ. તેણે પિયુષના પિતાનુ પણ ધ્યાન રાખ્યુ છે. તે તેમને મળીને દુઃખ અને દોષથી મુક્ત કરે છે. હિંદી ફિલ્મોમાં આવા સ્વતંત્ર લેડી કેરેકટર બહુ ઓછા જોવા મળે છે. દેવી સંબંધોની મર્યાદામાં રહીને પણ પોતાના વિચારોને જાહેર કરવામાં જરાય ખચકાટ અનુભવતી નથી. દેવીની આ યાત્રામાં આપણે કોઈ પણ છોકરી પ્રત્યે સમાજ (પુરૂષો)ના વલણથી પણ રૂબરૂ થઈએ છીએ.રિચા ચઢ્ઢાએ દેવીના કેરેકટરને જોરદાર રીતે નિભાવ્યુ છે.

દીપકના ભવિષ્યના સપનામાં જિંદગીથી ભરપુર શાલૂ આવી જાય છે. બંનેને અનાયાસે પ્રેમ થઈ જાય છે. સમાજના વલણને જોતા આ બંને એ વાત પણ સારી રીતે સમજે છે કે તેમના લગ્નને સ્વિકૃતિ કોઈ કાળે નહી મળે. આ મુસિબત આવે તે પહેલા જ ફિલ્મમાં એક નવો વળાંક આવે છે. દીપક પ્રેમની જગ્યાએ દુઃખમાં સરી પડે છે. શાલૂનો સહજ પ્રેમ જ તેની જીંદગીને અસહજ કરી મૂકે છે. દીપક સામાજિક બંધનોને તોડીને આગળ નિકળી જાય છે. પરંતુ શાલૂની યાદો તેનો પીછો નથી છોડતી.દીપકના કિરદારને વિકી કૌશલે ઈમાનદારી પૂર્વક પરદે ઉતાર્યો છે.

આ ફિલ્મમાં જોંટાનુ કેરેકટર પણ તમારુ ધ્યાન ખેંચે છે. દેવીના પિતા પાઠક અને જોંટા વચ્ચે અનોખો સંબંધ છે. જોંટામાં બાળસહજ દિશાહીનતા અને ઉત્સુકતા છે. લેખ-નિર્દેશકે જોંટાની કહાનીને સવિસ્તારથી રજૂ નથી કરી.ત્રણેય કેરેકટરોની કહાની એક-બીજાથી અલગ હોવા છત્તા સાથે-સાથે ચાલે છે. અને છેલ્લે આ બંધા એકબીજા સાથે જોડાય છે. ‘મસાન’ ચરિત્ર પ્રધાન ફિલ્મ છે. તમામ કેરેકટરની અંગત ઘટનાઓ આજના બનારસનો ચિતાર રજૂ કરે છે. લેખક-નિર્દેશકે બનારસની લોકપ્રિય છબીને ફિલ્મથી દૂર રાખી છે. ઘાટ અને શ્મશાન ઘાટના પ્રસંગ છે. તેને ફિલ્મમાં કેમેરામેને અસકારક રીતે કંડાર્યા છે. ‘મસાન’ આજના બનારસની એક એવી કહાની છે કે જે પોતાના ચરિત્રોને લઈને ન્યાયી નથી. તે સ્વભાવ અનુસાર આઝાદ છે. ફિલ્મમાં કોઈપણ કલાકાર એકટિંગ કરતો નજરે નથી પડતો. અનુભવી કલાકાર સંજય મિશ્રાથી લઈને નવોદિત વિકી કૌશલ સુધી દરેકના રોલમાં તમને ભાવપૂર્ણતા જોવા મળે છે. દેવીના રોલમાં રિચા ચઢ્ઢાએ ગજબ એકટિંગ આપી છે. શાલૂના રૂપમાં શ્વેતા ત્રિપાઠીએ આંખોના જબરજસ્ત એક્સપ્રેશન આપ્યા છે. સંજય મિશ્રા વિશે શું કહેવાનુ? તેની અભિનેય શૈલીથી લોકો પરિચિત છે. વિનિત કુમાર પણ સૌનુ ધ્યાન ખેંચે છે. પંકડ ત્રિપાઠી સહજ અભિનયથી લોકોનુ ધ્યાન ખેંચે છે.

‘મસાન’ની સૌથી મોટી ખુબસુરતી એ છે કે દરેક કેરેકટરો તમને ખુબ જ સહજ લાગે છે. ફિલ્મમાં કયાંય ખોટા ભપકા કે દેખાડા નથી. નીરજ ઘેવન અને વરૂણ ગ્રોવરને અભિનંદન આપવા પડે કે તેમણે દરેક કેરેકટરની મૌલિકતા જાળવી રાખી છે. વરૂણ ગ્રોવરે આ ફિલ્મના ગીત લખ્યા છે. ફિલ્મનુ ગીત 'મન કસ્તૂરી' ઘણા ખરા લોકોને પસંદ પડે તેવુ છે. ગીત રસિકો તે સાંભળીને આનંદિત થઈ જાય છે. ઈંડિયન ઓસનના સંગીત ફિલ્મની થીમ પણ એકદમ પરફેક્ટ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK