ફિલ્મ રિવ્યુ : મદારી

વિચારવા પર મજબૂર કરી દેશે ઈરફાનની ફિલ્મ મદારી


madaari


કલાકારો : ઈરફાન ખાન, જિમ્મી શેરગિલ, વિશેષ બંસલ, તુષાર દલ્વી

દિગ્દર્શક : નિશિકાન્ત કામત

સમયગાળો : 2 કલાક 13 મિનિટ

પોઈન્ટ્સ :  3 સ્ટાર


દિગ્દર્શક નિશિકાંત કામતે ઈરફાન ખાન સાથે મળીને ફિલ્મ મુંબઈ મેરી જાન બનાવી હતી. જેને અનેક લોકોએ પસંદ કરી હતી. અને હવે આ જોડી ફરી એકસાથે ફિલ્મ મદારી લઈને આવી છે. ઉલ્લેખનીય છેકે નિશિકાન્તની છેલ્લી ફિલ્મ ‘રૉકી હૅન્ડસમ’ ફ્લૉપ હતી.


જો તમે ઈરફાન ખાનના ફેન છો અને તમે મુદ્દા પર આધારિત ફિલ્મો વધારે પસંદ પડે છે તો આ ફિલ્મ તમારી માટે છે. આ ફિલ્મમાં અભિનેતા ઈરફાન જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે છવાય જાય છે. તેમની આંખો જ અડધું કામ સરળ બનાવી દે છે. અન્ય કલાકારોનું કામ ઘણું સુંદર છે. આમ તો ફિલ્મમાં કોઈ કચાશ નથી પરંતુ ફિલ્મ ઘણી લાંબી છે. અંતરાલ પછી ફિલ્મ ઘણી લાંબી લાગે છે. પરંતુ ફિલ્મનો ક્લાઈમેક્સ સારો છે. આમ તો ‘મદારી’ આજની રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરતી ફિલ્મ છે.દેશમાં પૈસો અને સત્તા સૌથી મહત્વનાં છે એ ‘મદારી’ના કેન્દ્રસ્થાનમાં છે.


ફિલ્મનું સંગીત ઘણું સુંદર છે. જે પ્રેક્ષકોને ફિલ્મ સાથે જોડી રાખવામાં સફળ રહ્યું છે.


કથાવસ્તુ :


નિર્મલ કુમાર (ઇરફાન) પોતાની ફૅમિલી સાથે શાંતિથી જીવી રહ્યો છે. જીવનમાં કોઈ મહત્વાકાંક્ષા નથી, છે તો માત્ર એક જ કે તેની ફૅમિલી સુખી હોય. ફૅમિલીમાં વાઇફ છે અને એક નાનો દીકરો છે, પણ એક દિવસ એવો આવી જાય છે કે નિર્મલ કુમારે પોતાની આખી ફૅમિલી ગુમાવવી પડે છે. નિર્મલ કુમાર ફૅમિલીને બચાવવા માટે શક્ય હોય એ બધી જગ્યાએ ભાગે છે, પણ તેને કોઈની પાસેથી મદદ મળતી નથી અને પરિણામ એ જ આવે છે કે તેણે વાઇફ અને દીકરાને ગુમાવી દેવાં પડે છે. આ ઘટના નિર્મલ કુમારના જીવનની મકસદ બદલી નાખે છે.


એક સામાન્ય માણસનું આ દેશમાં અસ્તિત્વ છે એ સમજાવવા અને માત્ર પૈસાવાળા અને સત્તાધીશોની સેવામાં લાગેલી રહેતી સિસ્ટમને જગાડવા માટે નિર્મલ કુમાર એક એવું કામ કરે છે કે જેને લીધે દેશ આખો સફાળો જાગી જાય છે. હવે બધાને નિર્મલ કુમારની શોધ છે, પણ નિર્મલ કુમાર મદારી બનીને આખી સિસ્ટમને નચાવવામાં લાગી જાય છે. નિર્મલ કુમાર જે કામ કરે છે એ કામ ગેરકાનૂની છે, પણ નિર્મલ કુમારનો હેતુ બહુ સ્પષ્ટ અને ઉમદા છે. આ કામ માટે તેણે પોતાના જીવની કિંમત ચૂકવવી પડે એમ છે, પણ એ ચૂકવતાં પહેલાં આ મદારી ઇચ્છે છે કે તે બધાની આંખો ઉઘાડી નાખે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK