ફિલ્મ રિવ્યુ : લંડન પૅરિસ ન્યુ યૉર્ક

મૂળ પાત્રોની કેમિસ્ટ્રી, સારા ડાયલૉગ્સ અને યોગ્ય રીતે સ્ટોરીના હૅન્ડલિંગની ગેરહાજરીને કારણે એક નબળો પ્રયાસ કહી શકાય

londonparisમુખ્ય બે પાત્રો વચ્ચેની રોમૅન્ટિક સ્ટોરી અત્યારે બૉલીવુડનો મનપસંદ વિષય છે એવું કહી શકાય. ‘એક મૈં ઔર એક તૂ’ અને ‘એક દીવાના થા’ જેવી ફિલ્મો આ જ વિષય પર ગયા મહિનામાં આવી ગઈ છે. ‘લંડન, પૅરિસ, ન્યુ યૉર્ક’ સાથે સંકળાયેલા લોકોને આશા હશે કે ‘એક મૈં ઔર એક તૂ’ જેવું પરિણામ તેમને મળે, પણ આ ફિલ્મ એમાં ખરી નથી ઊતરતી. બે પાત્રો વચ્ચે થતી વાતચીત અને એમાં તેમનો વધતો પ્રેમ આ પ્રકારની સ્ટોરીમાં તેમની કેમિસ્ટ્રીથી દેખાઈ આવતો હોય છે અને જો એને સારી રીતે બતાવવામાં આવે તો ફિલ્મમાં બીજા કોઈ પાત્રની જરૂર પણ નથી હોતી, પણ આ ફિલ્મમાં ખરાબ રાઇટિંગને કારણે બન્ને પાત્રોનું કનેક્શન જોઈ નથી શકાતું.

હૉલીવુડની ફિલ્મ ‘બિફોર સનરાઇઝ’થી પૂરેપૂરી મળતી આવતી આ ફિલ્મ નિખિલ (અલી ઝફર) અને લલિતા (અદિતિ રાવ હૈદરી)ની લંડનમાં આકસ્મિક મુલાકાતથી શરૂ થાય છે. બન્ને કરીઅરમાં અલગ-અલગ દિશામાં જવાનું નક્કી કરી ભારતથી આવ્યાં છે અને નિખિલ લંડનમાં રહીને ભણવાનો છે જ્યારે લલિતા ન્યુ યૉર્કમાં. જોકે તેમની વચ્ચે પહેલી અમુક મુલાકાતોમાં જ પ્રેમ થાય છે. જોકે અલગ-અલગ સ્વભાવની બન્ને વ્યક્તિ વચ્ચે પૅરિસમાં બ્રેક-અપ થાય છે અને ન્યુ યૉર્કમાં ફરી મેળાપ.

london-peris-new-yorkકૉપી હોવા છતાં ફિલ્મનો આઇડિયા ઘણો સારો કહી શકાય અને જો એને સારી રીતે બતાવવામાં આવે તો ભારતીય ઑડિયન્સ એને પસંદ કરી શકે. જોકે આ ફિલ્મ ખરાબ રાઇટિંગ અને યોગ્ય રીતે સ્ટોરીને હૅન્ડલ ન કરવામાં આવી હોવાને કારણે ખૂબ ઠંડી છે. બન્ને પાત્રોની કેમિસ્ટ્રી અમુક જગ્યાએ જ દેખાઈ આવે છે અને એ પૂરતું નથી. આ ઉપરાંત ફિલ્મ મુખ્યત્વે આ બે પાત્રોની આસપાસની જ છે. અન્ય પાત્રોની હાજરીએ ઇન્ટરેસ્ટ વધાર્યો હોત.

જોકે ત્રણેય શહેરને સારી રીતે બતાવવામાં આવ્યાં છે અને સંગીત પણ કંટાળાજનક નથી.

અલી ઝફરે ‘તેરે બિન લાદેન’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ બાદ સતત ત્રીજી વખત પાત્રને અનુરૂપ ઍક્ટિંગ કરી છે અને એને કારણે ફિલ્મમાં થોડો પણ ચાર્મ રહે છે. અદિતિ રાવ હૈદરી ‘યહ સાલી ઝિંદગી’ અને ‘રૉકસ્ટાર’ જેવી ફિલ્મોમાં નાના રોલથી પ્રભાવિત કરી શકી હતી, પણ આ ફિલ્મમાં લીડ રોલમાં તે નિરાશ કરે છે. તેના પફોર્ર્મન્સમાં સાતત્ય જોવા નથી મળતું.

‘લંડન, પૅરિસ, ન્યુ યૉર્ક’ વધુ એક ઉદાહરણ છે જે સાબિત કરે છે કે રોમૅન્ટિક ફિલ્મો પણ જવાબદારીથી બનાવવામાં આવે અને પૂરતું સંતુલન હોય ત્યારે જ મનોરંજન આપનારી બની શકે છે.

- શુભા શેટ્ટી-સહા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK