ફિલ્મ-રિવ્યુ : લેકર હમ દીવાના દિલ

ઇલૅસ્ટિક રબરની જેમ ખેંચાતી જતી આ ફિલ્મમાં એ. આર. રહમાનનું સંગીત જ આપણને ઊંઘી જતાં બચાવે છે

યશ મહેતા


ગળથૂથીમાં વોડકા-રમ અને બ્રેકફાસ્ટમાં બર્ગર આરોગતી જનરેશનનાં લડકા-લડકી એકબીજાના પ્રેમમાં પડે, પછી એ જ પ્રેમ વિશે કન્ફ્યુઝન થાય, પછી લડે-ઝઘડે અને ખાસ્સા એવા તમાશા પછી પ્રેમનો એહસાસ થાય. આવી ચાર દિવસ રાખી મૂકેલા વાસી પીત્ઝા જેવી પ્લાસ્ટિકિયા ઇમોશન્સથી ભરપૂર ફિલ્મ સાથે જોડાયેલાં નામ મોટાં છે, પણ ફિલ્મમાં કંઈ કહેતા કંઈ ભલીવાર નથી.

ક્યા યહી પ્યાર હૈ?

દિનેશ નિગમ ઉર્ફે ‘ડિનો’ (અરમાન જૈન) અર્બન યંગિસ્તાનનો કૉલેજિયન નબીરો છે.  કૉલેજના પહેલા દિવસથી તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા શેટ્ટી ઉર્ફે ‘કે’ (દીક્ષા શેઠ) સાથે સ્ટેડી છે. સ્ટેડી એટલે કે બન્ને ગ્જ્-ઞ્જ્ મીન્સ બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ છે. એ બન્ને સિવાય આખી કૉલેજને ખબર છે કે બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. અચાનક કરિશ્માના પપ્પા તેની શાદી એક ચંબુછાપ નમૂના સાથે નક્કી કરી નાખે છે. એટલે બન્ને નક્કી કરે છે કે આ ‘ગ્રેટ શિટ્ટી મર્યાદા’ને મારો ગોલી અને ભાગી છૂટો. બન્ને પૈસા-સામાન વગેરે લઈને નૌ દો ગ્યારહ થઈ જાય છે. આગળ આ પ્રેમી પંખીડાં અને પાછળ તેમનાં મમ્મી-પપ્પાલોગ.

ભાગતાં-ભાગતાં ડિનો અને કેને લાગે છે કે લગ્ન કરી નાખીએ, પછી કોઈ આપણું શું બગાડી લેવાનું છે. ઘડિયાં લગ્ન કરી લીધા પછી એ લોકો જ્યાં આશરો લે છે ત્યાં પણ પેરન્ટ્સલોગ પહોંચી જાય છે. એટલે બન્ને ત્યાંથી પણ કલ્ટી થઈ જાય છે.

ભાગતાં-ભાગતાં છત્તીસગઢના જંગલમાં માઓવાદીઓની વચ્ચે પહોંચી જાય છે, પરંતુ પેરન્ટ્સ તેમને ત્યાંથી પણ શોધીને ઘરભેગાં કરે છે. એ દરમ્યાન કહાનીમાં બીજો ટ્વિસ્ટ એ આવે છે કે એકદમ સુંવાળી જિંદગી જીવવા ટેવાયેલાં આ બન્ને તેમની લાઇફનો આ ખરબચડો ચહેરો જીરવી શકતાં નથી અને ભયંકર ઝઘડો કરી બેસે છે. એટલે ઘરે પહોંચ્યા પછી બન્નેના પેરન્ટ્સ કાળો કકળાટ કરે છે અને લગ્નનું કન્ટ્રોલ ઑલ્ટર ડિલીટ કરવાનું શરૂ કરે છે. ત્યાં અચાનક જ બન્નેને પોતાની અંદર એકબીજા માટે રહેલો પ્રેમ દેખાઈ જાય છે અને ફરી પાછાં તેઓ ભાગી જાય છે.

કૅન્ડી ફ્લૉસ ઇમોશન્સ

‘લેકર હમ દીવાના દિલ’ નકલી ફૂલના બુકે જેવી છે. એનું પૅકેજિંગ દેખાવમાં સારું લાગે, પરંતુ ઓરિજિનલ ફૂલો જેવી સુગંધ ન આવે. ઉપરથી અનેક વાર જોઈ ચૂક્યા હોઈએ એવી ફીલિંગ તો ખરી જ. આ ફિલ્મથી

પાથ-બ્રેકિંગ રોમૅન્ટિક ફિલ્મોના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીના નાના ભાઈ આરિફ અલીએ પોતાના ફિલ્મમેકિંગ કરીઅરની શરૂઆત કરી છે, પરંતુ તેમણે કંઈ કહેતાં કંઈ નવું કરવાનો પ્રયત્ન નથી કર્યો. અગાઉ આપણે શાદ અલીની ‘સાથિયા’, અબ્બાસ ટાયરવાલાની ‘જાને તૂ યા જાને ના’ કે ખુદ ઇમ્તિયાઝ અલીની ‘સોચા ન થા’ કે ‘જબ વી મેટ’માં જોઈ ગયા છીએ એના એ જ રોમૅન્ટિક પ્લૉટ્સની ભેળપૂરી ફરીથી પેશ થઈ છે. પ્રેમમાં પડેલાં યુવક-યુવતીને પ્રેમ કરતાં વહેમ વધારે હોય અને સાથે રહે તોય ઝઘડ્યાં કરે. આવી ચવાઈને મોળી પડી ગયેલી ચ્યુઇંગ ગમ જેવી સ્ટોરીલાઇનનો ઘિસોપિટો ટ્રૅક વધુ એક વાર રિપીટ થયો છે.

ઉપરથી આ ફિલ્મમાં રાજ કપૂરની દીકરી રીમાના દીકરા અરમાને બડે અરમાન સે

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યાં છે. એટલે કે અરમાનકુમાર રણબીર-કરીનાના કઝિન છે. કદાચ એ કારણ હોય કે કેમ પણ કપૂરખાનદાનના લેટેસ્ટ જમાઈ એવા સૈફ અલી ખાને આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે, પરંતુ રણબીરના આ ભાઈમાં તેની ટૂથબ્રશ છાપ જાડી આઇબ્રો સિવાય કશું જ ધ્યાન ખેંચે એવું નથી.

પોણો ડઝન તેલુગુ-તામિલ ફિલ્મોમાં ઝળકી ચૂકેલી હિરોઇન દીક્ષા સેઠ દેખાવમાં આહ્લાદક લાગે છે, પરંતુ ઍક્ટિંગમાં તો તેણે પણ દાટ વાળ્યો છે. ફિલ્મમાં રોહિણી હટંગડી, વરુણ બડોલા જેવાં કલાકારો એકાદ-બે સીન પૂરતાં દેખાય છે બાકી બધા ઇલ્લે. વડીલો તો જાણે જલ્લાદ હોય અને સંતાનો સાથે ક્રિમિનલ્સની જેમ વર્તન કરતા હોય એ રીતે તેમનું ચિત્રણ થયું છે.

જો આરિફ અલીની આ ફિલ્મને ન્યાય કરવા ખાતર થોડું પૉઝિટિવ કહેવું હોય તો એ. આર. રહમાને તેમની કક્ષાનું તો નહીં પરંતુ સાંભળવું ગમે એવું સંગીત આપ્યું છે. તેમણે કમ્પોઝ કરેલાં ‘ખલીફા’, ‘તૂ શાઇનિંગ’, ‘અલાહદા’, ‘માલૂમ’ જેવાં ગીતો હેડફોનમાં સાંભળવામાં લિજ્જત આવે એવાં બન્યાં છે. હા, અમિતાભ ભટ્ટાચાર્યે હંમેશની જેમ શબ્દો સાથે મસ્ત કારીગરી કરી છે.

આપણને સવાલ એ થાય કે ઇમ્તિયાઝ અલીએ પોતાના ભાઈની ફિલ્મ શરૂ થતાં પહેલાં એની સ્ક્રિપ્ટ વાંચી નહીં હોય? કે વાંચીને કોઈ સલાહસૂચન નહીં કયાર઼્ હોય? ઈવન સૈફ અલી ખાને એને પ્રોડ્યુસ કરતાં પહેલાં સ્ક્રિપ્ટ પર નજર સુધ્ધાં નાખી નહીં હોય (કે પછી તેણે પોતાની કપૂરપત્નીનું માન રાખવા આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હશે)? બૉક્સ-ઑફિસ પર અનેક વાર સાબિત થતું આવ્યું છે કે સ્ક્રિપ્ટ ઇઝ ધ ઓન્લી કિંગ. છતાં આપણે ત્યાં એને જ સૌથી ઓછું મહત્વ અપાય છે.

ક્યા આપ ક્રેઝી હૈં?

‘લેકર હમ દીવાના દિલ’ આપણા માટે કશું જ નવું ઑફર કરતી નથી. પાછલા દાયકામાં આવેલી હિન્દી રોમકૉમ ફિલ્મોના સીન ભેગા કર્યા હોય એ રીતે ફિલ્મ પોતાની રીતે પડદા પર ચાલ્યા કરે છે અને આપણે સીટ પર બગાસાં ખાધા કરીએ છીએ. ઇમ્તિયાઝ અલીના કે રણબીરના ભાઈઓના નામે કે રહમાનના નામે પણ આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં લાંબા થવા જેવું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK