ફિલ્મ રિવ્યુઃ કિલ દિલ

ભારતીય સમાજ અને સમાજ શાસ્ત્રમાં એવુ બતાવવામાં આવે છે કે મનુષ્યના સ્વભાવ અને વિચાર પર તેનો ઉછેર તથા સંગત પણ અસર કરે છે.જન્મથી કોઈ સારુ કે ખરાબ નથી હોતુ.

kil dil



અજય બ્રહ્રાત્મજ

કલાકારઃ રણવીર સિંહ,પરિણીતિ ચોપડા,ગોવિંદા,અલી ઝફર અને કાદર ખાન

નિર્દેશકઃ શાદ અલી

સંગીતકારઃ શંકર-અહેસાન-લોય

સ્ટારઃ 3

આ વિષયો પર અનેક હિન્દી ફિલ્મો બની ચૂકી છે.શાદ અલીએ આ જ વિષયને ફરી રજૂ કર્યો છે.શાદ અલીની ફિલ્મોમાં પરિવાર મોટેભાગે ઉત્તરભારતનો જ બતાવવામાં આવે છે.તે ત્યાંના ગ્રે શેડના પાત્રોને મનોરંજન સાથે સારી રીતે વર્ણવે છે.આ વખતે તેમણે દેવ અને ટુટુને પસંદ કર્યાં છે.આ બંને પાત્રોની ભૂમિકામાં રણવીર સિંહ અને અલી ઝફર છે.
 
ક્રિમિનલ ભૈયાજીને દેવ અને ટુટુ કચરાના ડબ્બામાંથી મળે છે.કચરાના ડબ્બામાં આ બંનેને કોઈ મૂકી ગયુ હોય છે.ભૈયાજી તેમનો ઉછેર કરે છે.અપરાધના માહોલ વચ્ચે ઉછરેલા આ બંને ધીરે ધીરે અપરાધની દૂનિયામાં જ કદમ માંડવા લાગે છે.ભૈયાજીનો ડાબો અને જમણો હાથ બની ચૂકેલા દેવ અને ટુટુની જિંદગી મુખ્ય રીતે હત્યારાઓની બની ગઈ હોય છે.આ બંને ભૈયાજીના ભરોસાપાત્ર શૂટર છે.તેમની મુલાકાત એક દિવસ દિશા સાથે થાય છે.સાહસી દિશા પર દેવનુ દિલ આવી જાય છે.કિલર દેવના દિલમાં પ્રેમના પરપોટા ફુટવા લાગે છે.જો કે ટુટુ તેને ભૈયાજીના ગુસ્સા અને દિશાની સ્થિતિથી વાકેફ કરે છે.પરંતુ દેવ પર તો પ્રેમનુ જનુન ચડી જાય છે,અને તે કિલરમાંથી દિલદાર બનવા ઈચ્છે છે.તે સારા વ્યકિત તરીકે જીવવા ઈચ્છે છે.


શાદ અલીએ પોતાની જૂની ફિલ્મોથી અલગ-સરળ રાહ પસંદ કર્યો છે.તેમણે કહાનીના બે ભાગ કર્યા છે.પહેલા ભાગમાં અપરાધીથી લઈને શરીફ બનવાની કહાની છે.જ્યારે બીજા ભાગમાં સારી વ્યકિત બનવા માટે દેવના માર્ગમાં આવતી મુશ્કેલીઓને વર્ણવામાં આવી છે.ફિલ્મમાં તે સારો વ્યકિત બનીને જ રહે છે.

શાદ અલી પટકથામાં સરળ માર્ગ પસંદ કરે છે.રણવીર સિંહની સ્વાભાવિક ઉર્જાનો વ્યવસ્થિત ઉપયોગ થઈ શકયો નથી.ગોવિંદાએ પોતાના પાત્રને સારો એવો ન્યાય આપ્યો છે.અલી ઝફર રણવીર સિંહને જોઈએ તેવો સાથે ફિલ્મમાં નથી આપી શક્યો.કિલરની ભૂમિકામાં તે જામતો નથી.બોડી લેંગ્વેજ અને અવાજમાં રફનેસ લાવવાની ઘણી કોશિશ કરી છે પણ તે કોશીશ નાકામ રહી છે.પરિણીતી ચોપડાએ દિશાની ભૂમિકા દમદાર રીતે નિભાવી નથી.દેવ અને દિશા વચ્ચેના ભાવાનાત્મક દર્શયોનો પણ ઘણો અભાવ છે.આ બંનેથી ઈશ્કબાજી નથી થઈ શકી.અથવા તો એમ કહી શકાય કે સાદ અલીએ તે તરફ ધ્યાન નથી આપ્યુ.

'કિલ દિલ'ના ગીતોના શબ્દો પર ધ્યાન આપીએ તો ગુલઝારે પાત્રોના સ્વભાવ અને ભાવને અભિવ્યકત કર્યા છે,પરંતુ આ અભિવ્યકિતને શાદ અલી પરડા પર સારી રીતે ઉતારવામાં નિષ્ફળ રહ્યા છે.ફિલ્મમાં ગીત-સંગીત વધારે ભાવપૂર્ણ અને પ્રભાવશાળી થઈ ગયા છે.ગુલઝારના અવાજમાં ગવાયેલી પંક્તિઓ કાનમાં ગુંજે છે અને તેનો અર્થ સમજાવે છે.




Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK