ફિલ્મ રિવ્યુ:કિક

ઘણી ફિલ્મો સમીક્ષાને પર હોય છે. સલમાન ખાનની ફિલ્મો પણ આવી જ કેટેગરીમાં આવે છે.સલમાન ખાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મો મોટાભાગે કમાણી કરતી હોય છે. મૂળ તેલુગુમાં 'કિક' જોઈ ચુકેલા દર્શકોનું કહેવુ છે કે હિન્દીની 'કિક' એકદમ અલગ છે.સલમાને આ 'કિક'ને ભવ્યતા આપી છે. ફિલ્મમાં થયેલા તમામ દર્શયો પરનો અધધ ખર્ચ પણ દરેક સીનમાં જોઈ શકાય છે.



મુખ્ય કલાકાર- સલમાન ખાન,જૈકલીન ફર્નાન્ડીઝ,રણદીપ હુડા,નવાઝુદ્દીન સિદ્દિકી અને મિથુન ચક્રવર્તી.

નિર્દેશક- સાજીદ નાડિયાદવાલા

સંગીતકાર- હિમેશ રેશમિયા, મીત બ્રધર્સ,યો યો હની સિંહ

સ્ટાર- 2


દેવી ઉચ્છલ સ્વભાવનો છોકરો છે.અત્યંત પ્રભાવશાળી દેવી એવી જ જગ્યાઓએ કામ કરવાનું પસંદ કરે છે જ્યાં તેને 'કિક 'મળે.તે માટે તે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા ગભરાતો નથી.એક મિત્રા લગ્ન માટે તે દિલધડક ખેલ કરતા પણ અચકાતો નથી.આ ભાગદોડમાં તેની મુલાકાત શાયના સાથે થાય છે.શાયના તેને ખુબ ગમવા લાગે છે.સામે શાયના પણ એવું ઈચ્છે છે કે દેવી એક રેગ્યુલર જોબ કરવા લાગે. જો કે દેવીની મુશ્કેલી એ હોય છે કે કોઈપણ નવા કામમાં તેનુ મન થોડાક જ સમયમાં ઉઠી જાય છે.શાયના તેને ટોકે છે.તેની એક વાત દેવીને મનમાં ઘર કરી જાય છે. ત્યારબાદ તે કિક માટે દેવી માંથી ડેવિલમાં બદલાય છે.ડેવિલ અને પોલીસ અધિકારી હિમાંશુની અલગ છાનબીન ચાલે છે. તેમની વચ્ચે ભ્રષ્ટ નેતા અને તેનો ભત્રીજો પણ હોય છે.


રોમાંસ, એકશન, ચેન્જ,કોમેડી,સોંગ એન્ડ ડાન્સ તથા ઈમોશનથી ભરપુર' કિક'થી સાજીદ નડિયાદવાલાએ સલમાનના ફેન્સને ખુશ કરવાની ભરપુર કોશિશ કરી છે.દરેક સિન એ રીતે ફિલ્માવવામાં આવ્યા છે કે આખરે તમામ વાત સલમાનના જ હાવભાવ પર આવીને અટકે છે. અન્ય કેરેકટર પર નજર કરીએ તો તે પણ સલમાનની જ વાત કરતા હોય છે. હિંદી ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઈટીંગની આ ખાસ કળા છે.જે પોપ્યુલર સ્ટારની ફિલ્મમાં અજમાવવામાં આવે છે.કિક જેવી ફિલ્મોનો ઉદ્દેશ માત્ર દર્શકોને મનોરંજન પુરૂ પાડવાનો છે.સામાન્ય રીતે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ફિલ્મ છે.

'કિક' પોતાની સીમાઓ અને ખુબીઓમાં ક્યાંક તમને બોર કરે તો ક્યાંક પ્રભાવિત પણ કરે છે. ઈંટરવલ પહેલાનો ભાગ લાંબો છે. દેવી અને તેના પિતાના સંબંધોને સ્થાપિત કરતા દર્શયો કારણ વગરના ખેંચ્યા છે. આ બાબત ફિલ્મના એકટર અને એક્ટ્રેસના મિલનમાં પણ દોહરાવાયા છે. દેવી અને ડેવિલની હરકતોમાં ઘણી જગ્યાએ લોજીક વાપરવામાં નથી આવ્યું,પણ શું સલમાનના પ્રશંસકો આ બાબત પર ધ્યાન આપશે ખરા? આ ફિલ્મ જોવી હોય તો દિમાગ વાપરવાની કોઈ જરૂર નહી પડે.

'કિક'માં સલમાન ખાન પૂરા ફોર્મમાં છે. ઉંમર ચહેરા અને શરીર પર દેખાય છે, પરંતુ તેની એનર્જીમાં કોઈ કમી નથી. સલમાને એકશન સિનમાં જરૂરી સ્ફુર્તી બતાવી છે. રોમાંસ અને ડાંસમાં પણ તેનો ખાસ અંદાજ જોવા મળે છે.સલમાનની આ ફિલ્મમાં રણદીપ હુડા અને નવાઝુદ્દીન સિદ્દિકી પણ પોતાની આગવી છાપ છોડે છે.રણદીપ હુડાએ પોલીસ અધિકારી હિમાંશુના કેરેક્ટરમાં સારી એવી આભા ઉપજાવી છે. જો કે ઘણા સીનમાં તે ખુબ જામતો પણ નથી.નવાજે પોતાના થોડા જ સીનમાં પણ યાદગાર ભૂમિકા નિભાવી છે.જૈકલીન માટે ફિલ્મમાં થોડા ડાંસ સ્ટેપ અને રોમાંસના સીન છે. જો કે તેમાં તે બરાબર જામે છે. સંવાદ અને નાટકીય સીનમાં તેને વધારે મહેનતની જરૂર છે. સૌરભ શુકલા, મિથુન ચક્રવર્તી,વિપિન શર્મા એન સંજય મિશ્રા પોતાની ભૂમિકામાં બરાબર જામે છે.

ઈદને ધ્યાનમાં રાખીને સલમાન ખાન અને સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કિક સામાન્ય દર્શકોનુ ધ્યાન ખેંચે તેવી વિશેષતાઓને નજરમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવી છે.

ફિલ્મનો સમયઃ 146 મિનિટ



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK