ફિલ્મ રિવ્યૂ : જય ગંગાજલ

સામાજિક ફિલ્મ દેશી સ્ટાઇલમાં, ફિલ્મના તમામ ડાયલૉગ એટલાબધા દિલચસ્પ છે કે દર્શકોને યાદ રહી જશે





અજય બ્રહ્માત્મજ

બૉલીવુડના ફિલ્મમેકરોએ હવે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કે તેમણે એક કાલ્પનિક વાર્તા માટે પણ શહેર અને પાત્રોની કલ્પના કરવી પડશે. તેમણે હવે એવી કાળજી પણ લેવી પડશે કે તેમની ફિલ્મના નેગેટિવ પાત્ર અને શહેરનું નામ વાસ્તવિક નામ સાથે મળતું ન હોય. ‘જય ગંગાજલ’માં બાંકીપુરને લઈને ઘણો વિવાદ થયો હતો, કારણ કે એ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. ફિલ્મમાં વિધાનસભ્ય બાંકીપુરના છે એથી દર્શકો પર એવી અસર પડશે કે બાંકીપુરના હાલના વિધાનસભ્ય પણ ભ્રષ્ટ છે. ફિલ્મમાં ભોલાનાથ સિંહ એટલે કે બી. એન. સિંહ નામનું પાત્ર છે. એ નામ ધરાવતો કોઈ પણ પોલીસ-અધિકારી આગામી દિવસોમાં વાંધો ઉઠાવી શકે છે કે તેના નામની બદનામી થઈ. ભવિષ્યમાં હવે નેગેટિવ પાત્રોનાં નામ દુધિયાકુમાર અને બર્તનસિંહ રાખવામાં આવી શકે છે. શહેરોનાં નામ ભાગલગઢ અને પાટલૂનપુર રાખવામાં આવી શકે, જેથી કોઈ વિવાદ ન થાય. પ્રકાશ ઝાની ‘જય ગંગાજલ’ એક એવી જગ્યાની વાર્તા છે જેમાં ત્ભ્લ્ અધિકારી આભા માથુરની ભરતી કરવામાં આવે છે. મુખ્ય પ્રધાનની પસંદગીથી તેને ત્યાં મોકલવામાં આવે છે.

આભા માથુરને ખબર છે કે તેના ક્ષેત્રમાં ખૂબ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તે આવતાંની સાથે જ જાહેરાત કરી દે છે કે ‘હું અહીં ટેબલ-ખુરશી પર બેસવા માટે કે સલામી ઝીલવા માટે નથી આવી. આજે સમાજમાં એવા લોકોની ઇજ્જત કરવામાં આવે છે જેઓ કાયદો તોડે છે, પરંતુ હું એવા લોકોની ઇજ્જત કરું છું જેઓ કાયદા-કાનૂન તોડનારને તોડે છે.’

સચ્ચાઈને પસંદ કરનારી આભા તેના વિચારો લોકોને સાફ-સાફ જણાવી દે છે. તે તેની સાથે કામ કરનાર સર્કલ પોલીસ-ઑફિસરને જણાવે છે કે કીચડ સાફ કરવા માટે ચોખ્ખા પાણીની જરૂર હોય છે, ગંદા પાણીની નહીં. આભા માથુરે ભ્રષ્ટ સર્કલ ઑફિસર ભોલાનાથ સિંહ સાથે કામ કરવું પડે છે, જે કોઈ પણ રીતે પોતાનું કામ લોકો પાસે કરાવી લેતો હોય છે. ભોલાનાથ કહે છે, ‘હું તો નોકરી પર આવતાંની સાથે સમજી ગયો હતો કે જો મસ્તીથી જીવવું હોય તો કોઈ દિવસ પોતાની ઇમેજ બનવા ન દો. એનાથી જીવવાનું મુશ્કેલ બની જાય છે.’

‘જય ગંગાજલ’ પ્રકાશ ઝાની સામાજિક-રાજનીતિક ફિલ્મ છે, જેનો મુખ્ય આધાર તેમની ‘ગંગાજલ’ છે. ‘ગંગાજલ’ અપરાધોથી ત્રાસી જનાર એવા પોલીસ-અધિકારીની વાર્તા હતી જે ભ્રષ્ટાચારીઓને ભીડ પાસે દંડ કરાવે છે. જ્યારે આભા માથુર ભ્રષ્ટાચારીઓને કાનૂનના દાયરામાં રહીને સજા અપાવવામાં વિશ્વાસ રાખે છે. પોતાના કર્તવ્યનું પાલન કરવામાં તે તેના શુભચિંતકો દ્વારા આપવામાં આવતી ચેતવણીને પણ નજરઅંદાજ કરે છે. પરિસ્થિતિ એવી આવી જાય છે કે તે એકલી પડી જાય છે અને તેણે દરેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે એમ છતાં તે હાર નથી માનતી અને તેની નિષ્ઠા અને ઈમાનદારી વડે ભોલેનાથ જેવા ભ્રષ્ટ પોલીસનું પણ તે હૃદયપરિવર્તન કરે છે અને સમાજ દ્વારા સમર્થન મેળવે છે.

‘જય ગંગાજલ’ની વાર્તા આભા માથુરની ઈમાનદારી તથા નિષ્ઠા અને ભોલેનાથના ભ્રષ્ટાચારને લઈને ચાલે છે. આ ફિલ્મમાં બબલુ અને ડબલુ પાંડે જેવા બાહુબલિ નેતાઓ પણ છે, જેઓ એવો દાવો કરતા હોય છે કે બાંકીપુરમાં આજુબાજુ, ઉપરનીચે દરેક વસ્તુ તેમના ઇશારાથી જ થાય છે. સતત ચાર વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા બાદ બબલુ પાંડેને લાગે છે કે આજીવન પોતે જ વિધાનસભ્ય તરીકે ચૂંટાતો રહેશે, પરંતુ આભા માથુર તેના એ ભ્રમને તોડી નાખે છે. તેની સાથે કામ કરનાર ભોલાનાથ સિંહનું પણ હૃદયપરિવર્તન થઈ ગયું હોવાથી તે પશ્વાત્તાપ કરવા માટે સચ્ચાઈનો રસ્તો અપનાવે છે. આ ફિલ્મ આભાની વાર્તા કરતાં ભોલાનાથની વાર્તા વધુ લાગે છે, કારણ કે આ પાત્ર પરિસ્થિતિની સાથોસાથ બદલાતું રહે છે અને તે સતત કેન્દ્રમાં રહે છે.

‘જય ગંગાજલ’માં પ્રકાશ ઝાએ પહેલી વાર મુખ્ય પાત્ર ભજવ્યું છે. તેમણે તેમના પાત્રને પૂરતો ન્યાય આપવાની ખૂબ કોશિશ કરી છે છતાં કેટલાંક દૃશ્યોમાં તેઓ ડરી ગયા હોય એવું લાગે છે. આભા માથુરના પાત્રમાં પ્રિયંકાએ ખૂબ જ જોશીલો પર્ફોર્મન્સ આપ્યો છે. તે આવી ભૂમિકામાં હંમેશાં અદ્ભુત લાગે છે. તેના ડાયલૉગ પણ જબરદસ્ત છે જેને તેણે ખૂબ આસાનીથી રજૂ કર્યા છે. તેના ઍક્શન-દૃશ્યમાં કોઈ ડર જોવા નથી મળતો. આ ફિલ્મમાં માનવ કૌલ એક એવું નેગેટિવ પાત્ર છે કે જો તેનાં કરતૂત લોકોને ખબર ન પડે તો તે ખૂબ સારો અને સભ્ય માણસ લાગે. આ ફિલ્મમાં મુરલી શર્મા અને નિનાદ કામથે પણ સારી ઍક્ટિંગ કરી છે.

પ્રકાશ ઝાની ‘જય ગંગાજલ’ દેશી સ્ટાઇલની સામાજિક ફિલ્મ છે. ઘણા સમય બાદ એવા દિલચસ્પ ડાયલૉગવાળી ફિલ્મ જોવા મળી છે કે એ દર્શકોને યાદ રહી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK