ફિલ્મ રિવ્યુઃ હંટર

હંટર' એક એડલ્ટ ફિલ્મ છે એમા કોઈ શંકા નથી. ફિલ્મના પ્રોમો પરથી જ એવુ લાગતુ હતુ કે આ એક એડલ્ટ સેક્સ કોમેડી ફિલ્મ છે.


સ્ટાર કાસ્ટઃ ગુલશન દેવૈયા, રાધિકા આપ્ટે, સઈ ત્મહાન્કર, સાગર દેશમુખ, વીરા સકસેના

નિર્દેશકઃ હર્ષવર્ધન કુલકર્ણી

સંગીતકારઃ ખામોશ શાહ

રેટિંગઃ 3 સ્ટાર


અજય બ્રહ્માત્મજ

' ફિલ્મમાં એક લેવલથી પણ વધારે સેક્સની વાત છે. આ ફિલ્મમાં સેક્સ સંબંધી એવી ધારણાઓ, મૂલ્યો અને સમસ્યાઓની ચર્ચા છે, જેના વિશે આપણે મિત્રો વચ્ચે છાનાછપના વાત કરીએ છીએ, પરંતુ કોઈ ખુલ્લેઆમ તેના પર ચર્ચા નથી કરતુ. ભારતીય સમાજમાં સામાજિક અને નૈતિક કારણોથી સેક્સ એક વર્જિત વિષય છે. હર્ષવર્ધન કુલકર્ણીએ સેક્સને કહાનીના રૂપમાં સરાહનીય જોખમ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. સંવાદ અને દર્શયોમાં ફિલ્મ થોડી પણ પાટા પરથી ઉતરી જાત તો તે અશ્લીલ લાગવાની પૂરી શકયતાઓ હતી. હર્ષવર્ધને સંયમ રાખીને આ ફિલ્મને રજૂ કરી છે. આ પહેલી એવી ફિલ્મ છે જેમા તેની લઠણ, લેખન અને નિર્દેશનની તારીફ કરવી પડે.

આ ફિલ્મ બદલાતા ટ્રેંડ અને માંઈન્ડની ફિલ્મ છે. મહારાષ્ટ્રની પૃષ્ઠભૂમિના મંદાર પોંક્સેની આ કહાની છે. કિશોરાવસ્થાથી જ મંદાર સેક્સ પ્રત્યે અતિ જિજ્ઞાસુ હોય છે. તે પોર્ન ફિલ્મ જોતા પકડાઈ જાય છે. છોકરીઓ સાથે તે દોસ્તી કરવા ઉત્સુક રહે છે. જેમ જેમ તે મોટો થાય છે તેમ તેમ તેનુ આ આકર્ષણ વધતુ જાય છે અને એક સમયે આ તેમની આદત બની જાય છે. તે સ્વાભાવિક રીતે વિપરીત સેક્સ પ્રત્યે સમ્મોહિત રહે છે. મંદારની વાસુગીરિ ચાલતી રહે છે, જ્યારે તેના મિત્રો લગ્ન કરીને ઘર વસાવી લે છે. મંદાર પર પણ લગ્ન કરી લેવાનુ દબાણ કરાય છે.તે પોતાની મજબૂરી અને આદતને કારણે લગ્ન કરવાનુ ટાળી રહ્યો હોય છે. આખરે તેની મુલાકાત તૃપ્તિ સાથે થાય છે. તૃપ્તિ પ્રત્યે તેના મનમાં પ્રેમ જાગે છે. તેની આ દુવિધા અને આત્મવિશ્વાસને કારણે આ ફિલ્મનો આશય મોટુ સ્વરૂપ લે છે.

હર્ષવર્ધન કુલકર્ણીએ 2015થી વાર્તાની શરૂઆત કરી છે. તે પહેલા મંદારના બાળપણ અને કિશોરાવસ્થામાં જાય છે, અને પછી વાંરવાંર 2015માં પાછા ફરે છે. સમયના આ આવાગમનમાં થોટુ કન્ફયુઝન થાય છે. ધ્યાન સહેન ફિલ્મ પરથી ખસે તો કહાની અને કેરેક્ટરો શું કહેવા માંગે છે તેમાં વિક્ષેપ પડી શકે છે. હર્ષવર્ધનની પટકથાની થઓડી ઢીલાસ ફિલ્મને જરા કમજોર બનાવે છે. નિર્દેશકને પોતાના કલાકારોનો ભરપૂર સહયોગ મળ્યો છે. મેઈન કેરેકટરમાં મદાર અને તપ્તિનો અભિનય મજબૂત છે. ગુલશન દેવૈયા અને રાધિકા આપ્ટેના સુંદર અભિનયે હંટરને કથિત સેક્સ કોમેડી તરફ જતા અટકાવી છે. તેમણે સેક્સ કોમેડીને સાચી સંવેદના અને દર્શયોથી સમાહિત કર્યા છે. તેમની સાથે નાની ભૂમિકામાં ચમકનારા કલાકારોએ પણ પૂરતો સહયોગ આપ્યો છે. સઈ ત્માહન્કર, વીરા સકસેના, સાગર દેશમુખ અને અન્ય કલાકારોનો અભિનય પણ નોંધનીય છે.

હંટર 21મી સદીના બીજા દાયકાના ભારતને રજૂ કરતી ફિલ્મ છે. હિંદી ફિલ્મોમાં સેક્સના નામે અત્યાર સુધી અશ્લીલતા જ પિરસવામાં આવી છે. ચુંબન અને અંગ પ્રદર્શનનો જ નિર્દેશકો ભરપુર ઉપયોગ કરતા રહ્યા છે. ફિલ્મ બીલુકુલ પણ સેક્સ કોમેડી નથી. આ ફિલ્મ સેક્સ સાથે માનસીક દુવિધાઓ અને ભાવનાઓ સાથે જોડાયેલી છે. સૌથી સારી વાત એ છે કે નિર્દેશકે ફિલ્મને ચીલાચાલુ રીતે પેશ નથી કરી. તેઓ પોતાના હેતુમાં સફળર રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK