ફિલ્મ રિવ્યુ : ફ્લૉપ હાઉસ

ઝાઝા રસોઇયા જેમ રસોઈ બગાડે એવી રીતે ઝાઝા કલાકારોએ ફિલ્મ બગાડી એવું અહીં કહી શકાય

housefull2-flopઅલગ-અલગ પ્રતિભા ધરાવતા પણ વધારે પ્રમાણમાં લેવામાં આવેલા સારા ઍક્ટરો ફિલ્મમાં પોતાનો વારો આવે એની રાહ જોઈ રહ્યા હોય એવું દેખાઈ આવે છે. ફિલ્મમાં કલાકારો ઓછા પડતા હોય એમ સાપ, મગર અને ઘોડાને પણ લેવામાં આવ્યા છે. ચાલી રહેલી પ્રથા પ્રમાણે ગ્લૅમર દેખાડવા અનારકલીનું આઇટમસૉન્ગ ઉમેરવામાં આવ્યું છે અને આટલું બધું ઓછું પડતું હોય એમ વિશાળ બંગલાને ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે.

ફિલ્મ શરૂ થયાની થોડીક જ મિનિટોમાં તમને જાણ થઈ જશે કે હવે આગળ શું થશે. અત્યાર સુધી અનેક વાર ફિલ્મમાં લેવામાં આવ્યા હોય એવા ટિપિકલ સીન અને સંજોગો દેખાડવામાં આવ્યા છે. ડ્રામા અને રમૂજને એકદમ અર્થહીન રીતે સરળતાથી એકબીજા સાથે ગૂંથવામાં આવ્યાં છે. બૉલીવુડની કોઈ પણ ફિલ્મમાં રંગ, ખુશી અને ઉત્સાહ જેવા રસ પૂરતો લગ્નનો વિષય આ ફિલ્મમાં મુખ્ય છે. આખી ફિલ્મનો પ્લૉટ યોગ્ય વર અને કન્યાની શોધ પર આધારિત છે. જોકે આટલી બધી અસમાનતા હોવા છતાં ફિલ્મમાં કલાકારોની જોડીઓ બરાબર બનાવવામાં આવી છે. ડિરેક્ટર સાજિદ ખાનની ૨૦૧૦ની ‘હાઉસફુલ’ની આ સીક્વલને મગજ બાજુમાં રાખીને માણવા જેવી છે. ડિરેક્ટરનું આકર્ષણ હજી પણ ’૭૦ અને ‘૮૦ના દાયકાની ફિલ્મો પર આધારિત હોય એમ તેમણે ફિલ્મમાં ઘણી જગ્યાએ એ સમયગાળામાં બનાવવામાં આવેલી ફિલ્મો પરથી પ્રેરણા લીધી હોવાનું જણાઈ આવે છે. આટલી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં ફિલ્મમાં દરેક કલાકાર લગભગ એક જ પ્રકારનો વિનોદ કરતો હોય એવું લાગે છે.

housefull2-flop1ફિલ્મના મ્યુઝિકની સાથે કેટલાક સીન સાચે જ હસાવવામાં સફળ થાય છે. જૉન એબ્રાહમ પર સાપનો ફૂંફાડો તથા અક્ષયકુમાર અને રિતેશ દેશમુખ કેવી રીતે મગરને ઊંઘવાની ગોળીઓ આપે છે એ સીન માણવા જેવા છે.

કૉમેડી ફિલ્મોમાં બુદ્ધિની જરૂર ન હોય તો ચાલે, પણ એમાં મજા જરૂર આવવી જોઈએ. જોકે ફિલ્માં દરેક પ્રકારના મસાલા ઉમેરવાની કોશિશ કરવામાં એટલી વધારે બગડી ગઈ કે ફિલ્મમાં નવું કાંઈ માણવા જેવું નથી.

ફિલ્મ  જોવા માટે તમારે મગજ  થિયેટરની બહાર મૂકીને જવું પડશે. પછી ફિલ્મ જોતાં તમે મંદ હાસ્ય કરો, સ્માઇલ કરો, ખડખડાટ હસો કે તમારા નસીબ પર હસો એ તમારી પસંદગીનો વિષય છે. થિયેટરની બહાર પણ તમે જઈ શકો છો, કાંઈ વધારે ફરક નહીં પડે. અથવા જૉની લીવર ફિલ્મમાં કહે છે એમ ધોબીઘાટ બનેલું લંડન જોવું હોય તો તમારા મિત્રોની ટોળકી સાથે ફિલ્મ માણવા જાઓ એટલે ખબર પડે કે કઈ વાત પર હસવા જેવું છે.

- શાહિન પરકાર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK