ફિલ્મ-રિવ્યુ : હવાઈઝાદા

જો સંજય લીલા ભણસાલીના સાંવરિયાએ પ્રેમ કરવા સિવાયનો ટાઇમપાસ કરવા માટે પ્લેન બનાવ્યું હોત તો એ આ હવાઈઝાદા કરતાં જરાય જુદો ન હોત


 જયેશ અધ્યારુ

બાયોપિક બનાવવી એ વાઘની સવારી કરવા જેવું અઘરું કામ છે. એક તો જે હસ્તી પર ફિલ્મ બનાવી રહ્યા છે એની આભાને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવાનું અને સાથોસાથ એ વ્યક્તિની પતિભા યથાતથ લોકો સુધી પહોંચે એ પણ જોવાનું. એમાંય જો ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મમાં બાયોપિકનું સળગતું લાકડું પકડીએ અને ઉપરથી આપણે અગાઉ સંજય લીલા ભણસાલી જેવા ડિરેક્ટરના અસિસ્ટન્ટ રહી ચૂક્યા હોઈએ ત્યારે તો ખેલ ઓર ખતરનાક બની જાય છે. આ ડિરેક્ટર એટલે વિભુ વીરેન્દર પુરી, જે આ શુક્રવારે આપણા માટે લઈને આવ્યા છે ‘હવાઈઝાદા’. ‘હવાઈઝાદા’ બાયોપિક છે શિવકર બાપુજી તલપડેની, જેમણે ઈસવી સન ૧૮૯૫માં વિશ્વમાં પહેલું વિમાન બનાવીને ઉડાડ્યું હોવાનું કહેવાય છે. એટલે કે અમેરિકાના રાઇટ બ્રધર્સે પહેલું વિમાન ઉડાડ્યાનાં પણ આઠ વર્ષ પહેલાં. આ હકીકતની કેટલીયે કડીઓ ખૂટે છે, પરંતુ વિભુ પુરીએ એમાં ભારતીયોને માફક આવે એવી કલ્પનાના રંગો પૂરીને વાર્તા રજૂ કરી છે. વાંધો અહીંથી શરૂ થાય છે. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલીની એટલીબધી સ્ટ્રૉન્ગ છાપ વર્તાય છે કે જાણે તેમનો સાંવરિયો પ્રેમમાં પડીને સાઇડમાં પ્લેન બનાવવા નીકળ્યો હોય એવું લાગે છે.

પ્રેમનો રનવે ને કલ્પનાની ઉડાન

વાત છે ઈસવી સન ૧૮૯૫ના અરસાના મુંબઈની. શિવકર બાપુજી તલપડે (આયુષમાન ખુરાના) નામનો જુવાનિયો આમ બુદ્ધિશાળી. શાjાોનું વાંચન પણ ખરું, પરંતુ દુન્યવી બાબતોમાં ઝાઝો રસ ન પડે. એટલે જ ચોથા ધોરણમાં આઠ વાર દાંડી ડૂલ થયેલી. તેની આવી હરકતોથી ઘરના લોકો પરેશાન. ઉપરથી તે એક નાચનારી યુવતી સિતારા (પલ્લવી શારદા)ના પ્રેમમાં પડી ગયો. એટલે બાપાએ કર્યો ઘરમાંથી તડીપાર. ત્યાં પંડિત સુબ્બારાયા શાસ્ત્રી (મિથુન ચક્રવર્તી) નામના સનકી આધેડને લાગ્યું કે આ છોકરો તો હીરો છે. એટલે તેમણે આ શિવકરને પોતાના ખુફિયા પ્રોજેક્ટમાં જોતરી દીધો. એ ખુફિયા પ્રોજેક્ટ એટલે માણસને લઈને આભને આંબે એવું વિમાન બનાવવું. એક તો પૈસાના અભાવે આ તરંગી વિચારને સાકાર બનાવવાનું પ્રેશર. ઉપરથી એક ભારતીય થઈને આવું પરાક્રમ કરી જાય તો અંગ્રેજ સરકારની પણ ખફગી વહોરવી. તો આ વિમાન બનાવવું તો કઈ રીતે?

વિમાનની વાર્તામાં લવ-સ્ટોરીનું હાઇજૅક

કોઈ ભારતીય કશુંક નક્કર કામ કરી ગયો હોય અને આજે એનું પદાન કાળની ગર્તામાં ધરબાઈ ગયું હોય એવા અઢળક દાખલા છે, પરંતુ સમયની એ ધૂળ ખંખેરીને એ વિભૂતિનું પદાન આપણી સામે લાવે એવી ‘હરિશ્ચંદ્રાંચી ફૅક્ટરી’ (દાદાસાહેબ ફાળકે) અને ‘રંગરસિયા’ (રાજા રવિ વર્મા) જેવી ફિલ્મો બને તો આપણે દસેય આંગળીએ ટચાકા ફોડીને એનાં ઓવારણાં લઈએ, પરંતુ વિભુ પુરીની આ પિરિયડ ડ્રામા ફિલ્મ ‘હવાઈઝાદા’માં એક શોધકના ઝનૂનને બદલે એક આશિકની દીવાનગી વધારે દેખાય છે. અઢી કલાક ઉપરની આ ફિલ્મમાં ખાસ્સોએવો સમય લવ-સ્ટોરી ખાઈ જાય છે. શોધક પ્રેમમાં પડે એમાં આપણને જરાય વાંધો ન હોય, પરંતુ જ્યારે એ પ્રેમકહાણી ફિલ્મની મૂળ વાર્તા પર ગ્રહણ લગાડવા માંડે ત્યારે કાન ખેંચવો પડે.વળી સવાસો વર્ષ પહેલાંના સમયની વાર્તાને અનુરૂપ સેટ ઊભા કરવા પડે એ પણ સમજી શકાય, પરંતુ ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીના શિષ્ય રહી ચૂક્યા હોય એટલે તેમની ફિલ્મોમાં હોય છે એવા જ સેટ બને એ કેવું? એટલું જ નહીં, જાણે એ સેટ બતાવવા માટે ફિલ્મ બનાવી હોય એ હદે સેટ ફિલ્મ પર હાવી થઈ જાય એવું લાગવા માંડે. ઇન ફૅક્ટ, દિલફેંક આશિક જેવો હીરો નાટકોમાં કામ કરતી એક અદાકારાની આગળ-પાછળ ગરબા ગાયા કરે એવી જ ‘સાંવરિયા’ ફિલ્મ જેવી ટ્રીટમેન્ટનું અહીં શબ્દશ: રિપીટેશન થયું છે. એની સાથે દર થોડી વારે આવતાં ગીતો આ ફિલ્મને કોઈ પૅશનેટ શોધકની નહીં, બલ્કે આશિકની વાર્તા કહેતા હોય એવી બનાવી દે છે.

ભણસાલીનો પભાવ આ ફિલ્મ પર એટલોબધો વર્તાય છે કે ફિલ્મના ડાયલૉગ પણ તેમની યાદ અપાવે છે. જેમ કે ‘હવાઈઝાદા’માં એક સંવાદ છે, પ્યાર મેં હિસાબ બરાબર નહીં હોતા... પ્યાર મેં તો હિસાબ હી નહીં હોતા. એની સામે ભણસાલીની ‘દેવદાસ’માં એક સંવાદ છે, તવાયફોં કે નસીબ મેં શૌહર નહીં હોતે... તવાયફોં કે તો નસીબ હી નહીં

હોતે, ઠકુરાઇન!

ફિલ્મમાં આયુષમાન અને મિથુનનાં પાત્રો વિમાન બનાવવા માટે એકદમ ઝનૂની છે, પરંતુ ફિલ્મ ક્યારેય એ લોકો વિમાન કેવી રીતે બનાવે છે એની ટેક્નિકમાં ઊતરતી જ નથી. બસ, બન્ને જણ સતત મુગ્ધ બનીને વિમાનનાં મૉડલોની સામે જોઈ રહે છે. ડિરેક્ટર પ્રેમના ડીટેલિંગમાં જેટલા પડ્યા એટલા પ્લેનના ડીટેલિંગમાં નથી પડ્યા. શિવકર તલપડે વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે એ તો સમજ્યા, પરંતુ આ ફિલ્મમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને લોકમાન્ય ટિળક જેવા મહાનુભાવો પણ આવે છે. એટલે ફિલ્મમાં કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ તારવવાનું લગભગ અશક્ય બની જાય છે.

ક્રૂ મેમ્બર્સ

એટલું તો માનવું પડે કે ડિરેક્ટર વિભુ પુરીએ ફિલ્મ પાછળ ખાસ્સી મહેનત કરી છે. એટલી જ મહેનત આયુષમાન ખુરાનાની ઍક્ટિંગમાં દેખાય છે. અત્યાર સુધી દિલ્હીના પંજાબી યુવકની ભૂમિકામાંથી તેણે મરાઠી યુવકમાં આબેહૂબ પરકાયા પવેશ કર્યો છે. મિથુન ચક્રવર્તી તેમના સનકી શોધકના પાત્રમાં બિલીવેબલ લાગે છે, માત્ર તેમની ગંદી વિગ સિવાય. બોરિંગ હિરોઇન પલ્લવી શારદા સાથેની ઢીલી અને કંટાળાજનક લવ-સ્ટોરીને સ્પેસ આપવામાં જયંત કૃપલાણી, બ્રિજેન્દ્ર કાલા, લિલેટ દુબે, મેહુલ કજારિયા વગેરેને તદ્દન ઓછી સ્ક્રીન-સ્પેસ મળી છે. હા, ‘બૉમ્બે ટૉકીઝ’ અને ‘ચિલ્લર પાર્ટી’ ફેમ ટેણિયો નમન જૈન અહીં પણ કોઈ મંજાયેલા અભિનેતા જેવી ઍક્ટિંગ કરી ગયો છે.આ ફિલ્મનું સ્ટોરી પર હાવી થઈ ગયેલું સંગીત ભલે આખી ફિલ્મને કોઈ બ્રૉડવેના મ્યુઝિકલની ફીલ આપી દેતું હોય, પરંતુ અત્યારનાં બીબાંઢાળ ઘોંઘાટિયાં ગીતોની સરખામણીએ ખાસ્સું ફ્રેશ અને કાનને ગમે એવું છે.

બોર્ડિંગ પાસ મંગતા?

જો તમને સંજય લીલા ભણસાલી જે પકારની ફિલ્મો બનાવે છે એ ગમતી હોય, આયુષમાન ખુરાનાના ગાલનાં ડિમ્પલ પર તમે ફિદા હો અને અબોવ ઑલ એક વીસરાઈ ગયેલા ભારતીયનું પરાક્રમ તાજું કરવાની ઇચ્છા હોય તો થિયેટર સુધી ધક્કો ખાઈ શકાય, બાકી આ ફિલ્મ રનવે પરથી ટેક-ઑફ કરીને ઝાઝી ઊંચે જઈ શકી નથી એ હકીકત છે.

* ફાલતુ

** ઠીક-ઠીક

*** ટાઇમપાસ

**** પૈસા વસૂલ

***** બહુ જ ફાઇન


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK