ફિલ્મ રિવ્યુ: 'હમારી અધુરી કહાની'

મહેશ ભટ્ટે એદકમ સેન્સિટીવ સબ્જેક્ટ વાળી  'અર્થ ' ફિલ્મ પછી ફરી કલમ પોતાના હાથે પકડી છે. તેમની કલમ માંથી આ વખતે પણ નિકળી છે એક અધુરી કહાની જેને પડદે ઉતાર્યા છે વિદ્યા બાલન, ઈમરાન હાશ્મી અને રાજકુમાર રાઓને. એવુ કહેવાય છે કે જે સંબંધ જેટલા અધૂરા હોય છે તે એટલા જ ખુબસુરત હોય છે. જો કે ફિલ્મનુ ટાઈટલ જેવુ છે તેટલી જ ફિલ્મ મજેદાર છે.





પ્રકારઃ ડ્રામા


ડાયરેક્ટરઃ મોહિત સૂરી


કાસ્ટઃ ઈમરાન હાશ્મી, વિદ્યા બાલન, રાજકુમાર રાઓ


રેટિંગઃ 2.5 સ્ટાર


શભા શેટ્ટી સહા




વિદ્યા બાલન જેવી ઉમદા અભિનેત્રી જો ફિલ્મના લીડ રોલમાં હોય તો પછી તે ફિલ્મ માટે આપણી ઉમ્મીદ વધી જાય તે સ્વાભાવિક છે અને અત્યાર સુધી એવુ બન્યુ છે કે વિદ્યાએ દર્શકોને કયારેય નારાજ નથી કર્યા. ફિલ્મની શરૂઆત વિદ્યા એક સુમસામ માર્ગ પર એકલી ચાલી રહી હોય ત્યાંથી થાય છે. આંખોમાં આંસુ અને ખાલી હાથ.આ માર્ગ પર પડીને તે ત્યાં જ મૃત્યુ પામે છે.

હમારી અધુરી કહાની એક સિંગલ મધર વસુધા (વિદ્યા બાલન) પર આધારીત છે, જેના પતિ છે હરી (રાજકુમાર રાઓ). જેનો પતી છેલ્લા પાંચ વર્ષથી ખોવાયેલો છે. વસુધા એક ફ્લોરિસ્ટ તરીકે ફાઈવ સ્ટાર હોટેલમાં કામ કરતી હોય છે. એર બેચલર ધનવાન આરવ (ઈમરાન હાશ્મી) તેની લાઈફમાં પ્રવેશે છે, અને તેના પ્રેમમાં પડી જાય છે. જે તેને તેણીના જીવનનો એક ડાર્ક પાર્ટ બતાવે છે. જે તેના જીવનની સૌથી મોટી વાસ્તવિકતા છે, પણ ત્યાં ખુબ મુશ્કેલી ઉભી થાય છે. વસુધા એવુ માને છે કે તેણે પહેરેલુ મંગળસૂત્ર તેને પોતાના ભારતીય સંસ્કાર સાથે જોડેલુ રાખશે. બને છે એવુ કે તે જ્યારે ફાઈનલી જ ખુલવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેનો ભૂતકાળ તેની સામે આવીને ઉભો રહે છે.

ફિલ્મનો પહેલો પાર્ટ એકદમ સામાન્ય લાગે છે. એક પણ એવો સીન કે ડાયલોગ્સ નથી જે તમને યાદ રહી જાય, પણ હા ફિલ્મ દમદાર લોકેશન પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં વિદ્યા બાલન અને ઈમરાન હાશ્મીનો અભિનય ખુબ સરસ છે. વિદ્યાનો અભિનય દરેક સીનમાં હટકે છે, તેની તારીફ કરવી જ પડે.

ફિલ્મનુ પિક્ચરરાઈઝેશન ખુબ સુંદર છે. દુબઈની ખુબસુરતીને મોહીતે આ ફિલ્મમાં ઉતારી છે. તમે ફિલ્મ જુઓ ત્યારે તમારી આશા રાજકુમાર રાઓ પાસેથી વધુ રહે તે સ્વાભાવિક છે, કારણ કે તેની એન્ટ્રી પછી ફિલ્મની કહાનીમાં ટર્ન આવે છે.

હમારી અધુરી કહાનીનો બેસ્ટ પાર્ટ છે તેનુ મ્યૂઝિક. ફિલ્મના ટાઈટલ હમારી અધુરી કહાનીને અરજીત સિંહે અવાજ આપ્યો છે. તેનો અવાજ દિલને સ્પર્થી જાય તેવો છે. તેની સાથે જ હમનવા સોંગ પણ ખુબ સુંદર છે.

હમારી અધુરી કહાનીથી દર્શકોને જેટલી આશા છે, તે હિસાબે આ ફિલ્મનુ નિર્માણ નથી થયુ. જો અભિનયની વાત કરીએ તો ફિલ્મ સુંદર છે. રાજકુમાર રાઓ દરેક સિનમાં બેસ્ટ એકટિંગ કરવામાં સકસેસ રહ્યો છે. આ ઉપરાંત ઈમરાન હાશ્મીએ પણ ફિલ્મના સેકન્ડ પાર્ટમાં દમદાર ભૂમિકા ભજવી છે. જો કે વિદ્યા બાલન કયાંક ક્યાંક માર ખાઈ ગઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK