જાણો કેવી છે ફિલ્મ 'ગોલ્ડ'

૧૯૪૮ની ઑલિમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમે મેળવેલી ઐતિહાસિક જીતને આધાર બનાવીને બનેલી કાલ્પનિક ગોલ્ડ ઍવરેજ છે. રજાના દિવસોમાં દેશદાઝથી લથબથ થવું હોય અને પ્રિડિક્ટેબલ અન્ડરડૉગ સ્પોર્ટ્સ-ડ્રામા જોવી હોય તો નબળાં ગીતોથી સજાવેલી ગોલ્ડ તમારા માટે છે. સંપૂર્ણ નિરાશ નહીં થાઓ એની પૂરેપૂરી ગૅરન્ટી

gold

ફિલ્મ-રિવ્યુ - પાર્થ દવે

(૧) ત્રણ દિવસ પહેલાં એટલે કે ૧૨ ઑગસ્ટે ભારતનાં અમુક શહેરોની ફેમસ જગ્યાને ગોલ્ડન રંગથી શણગારવામાં આવી હતી, કારણ કે ૭૦ વર્ષ પહેલાં એક્ઝૅક્ટ એ દિવસે લંડનમાં યોજાયેલી ઑલિમ્પિક્સની મેન્સ હૉકી ઇવેન્ટમાં ભારતીય ટીમે ફાઇનલમાં બ્રિટનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ ઐતિહાસિક ક્ષણ હતી ભારતીય હૉકી ટીમના કપ્તાન કિશનલાલ માટે, કારણ કે એ વખતે સમગ્ર ભારતીય ટીમ પહેલી વખત ઑલિમ્પિક્સમાં રમી રહી હતી. આ મૅચમાં બલબીરસિંહ સિનિયરે બે તથા જૅન્સેન અને ત્રિલોચન સિંહે ૧-૧ ગોલ ફટકાર્યા હતા. ભારતે બ્રિટન સામે ૪-૦ની સરસાઈથી જીત મેળવી એને ધૂળ ચાટતું કરી દીધું હતું!

(૨) વેલ, આ વાતને વધુ ચટાકેદાર અને રસપ્રદ બનાવવા એમ કહી શકાય કે જે દેશે ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું એ ગ્રેટ બ્રિટનને એની જ ધરતી પર હરાવીને ભારતે પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સ્વતંત્ર ભારતે પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો. એ પહેલાં ભારત ૧૯૨૮, ૩૨ અને ૩૬માં બૅક ટુ બૅક ગોલ્ડ જીતી હતી; પણ એ તો બ્રિટિશ ઇન્ડિયાના નામે. ત્યારે જીતના જશ્નમાં બ્રિટિશરોનું રાષ્ટ્રગાન વાગતું, જન ગણ મન નહીં.

પહેલા નંબરે વાત કરી એ સત્યઘટનામાં બીજા નંબરે વાત કરી એ પૅટ્રિઓટિઝમ ડ્રામા ભેળવીને ડિરેક્ટર રીમા કાગતીએ ‘ગોલ્ડ’ બનાવી છે!

કેવી બનાવી છે? ૧૫ ઑગસ્ટે ઘણાબધા લોકો અને દેશદાઝની આગ સાથે મજા કરવાની જ છે એવું વિચારીને ફિલ્મ જોઈએ તો થો...ડી મજા પડે એવી બનાવી છે!

આવો સવિસ્તર કહું.  

એક સપના, જો સચ હુઆ

વાર્તાની શરૂઆત ૧૯૩૬ની બર્લિન ઑલિમ્પિક્સથી થાય છે જેમાં બ્રિટિશ ઇન્ડિયા ટીમે જીત મેળવીને ઑલિમ્પિક્સમાં લગાતાર ત્રીજી વખત ગોલ્ડ મેળવ્યો હતો, પરંતુ હવામાં ધ્વજ બ્રિટનનો લહેરાયો હતો. આ વાત બ્રિટિશ ઇન્ડિયાની હૉકી  ટીમના જુનિયર મૅનેજર તપન દાસ (અક્ષયકુમાર, બીજું કોણ?)ને ખૂંચી ગઈ. જ્યારે બ્રિટિશરોનું ગાન ગવાઈ રહ્યું છે ત્યારે ભારતીય હૉકી ટીમના કપ્તાન સમ્રાટ (કુણાલ કપૂર) સામે અક્ષય પોતાના સૂટના જૅકેટમાંથી તિરંગો કાઢે છે. સમ્રાટ પોતાની નજર બ્રિટિશ ફ્લૅગ પરથી હટાવી નીચે તિરંગા સામે કરે છે અને મનોમન સલામી આપે છે. વાઇસ કૅપ્ટન ઇમ્તિઆઝ શાહ (વિનીત કુમાર સિંહ) પણ એવું જ કરે છે અને અનુક્રમે આખી ટીમ તપન દાસ સામે જોઈને સલામી આપે છે.

વૉટ અ સ્ટાર્ટિંગ! અહીંથી જ ખ્યાલ આવી જાય છે કે ફિલ્મનો ટોન એ સંપૂર્ણપણે ૧૫ ઑગસ્ટે રિલીઝ કરવાની છે એ પ્રમાણે રખાયો છે. વેલ, આ જીત બાદ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં બે વખત ઑલિમ્પિક્સ મુલતવી રહે છે. એટલે કોઈ કામ ન હોઈ તપન દાસ દારૂ પીધા કરે છે, બૉક્સિંગમાં રૂપિયા લગાવ્યા કરે છે. ૧૯૪૬માં સમાચાર આવે છે કે બે વર્ષ બાદ ઑલિમ્પિક્સમાં ભારત રમવા જશે અને ત્યાં સુધી ભારત આઝાદ પણ થઈ ચૂક્યું હશે. પોતે જોયેલું સપનું હવે સાકાર થશે એમ વિચારીને તપનબાબુ હૉકી ફેડરેશનમાં વાત કરે છે. ૧૦ વર્ષ વીતી ચૂક્યાં છે એટલે ફરી તમામ સ્કિલ્ડ હૉકી ખેલાડીઓને ભારતભરમાંથી પસંદ કરવામાં આવે છે, જે ખુદ બંગાલી બાબુ કરે છે. પ્રૅક્ટિસ ચાલતી હોય છે ત્યાં ભારતને આઝાદી મળે છે અને હિન્દુસ્તાનના બે ભાગ પડે છે, હુલ્લડો થાય છે. હૉકી ટીમ પણ વિખેરાઈ જાય છે. અમુક મુસ્લિમ ખેલાડી પાકિસ્તાન જતા રહે છે. ફરીથી તપન દાસનું સપનું તૂટવા લાગે છે, તે ફરી ફેડરેશન પાસે ગ્રાન્ટ માગવા જાય છે, ફરી ટીમ ભેગી કરે છે અને એક દિવસ આપણે જાણીએ છીએ એમ ભારતીય ટીમ બ્રિટન સામે ઑલિમ્પિક્સમાં હૉકી મૅચ જીતે છે અને સપનું સત્ય થાય છે અને સત્યમેવ જયતે! (કાલે વાત.) 

 દેશભક્તિ, બદલા ઔર જીત!

‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને આમિર ખાન અભિનીત સાઇકોલૉજિકલ હૉરર ફિલ્મ ‘તલાશ’ બાદ રીમા કાગતીની આ ત્રીજી ફિલ્મ છે. આ પ્રકારની

સ્પોર્ટ્સ-ડ્રામા સ્ટોરી, એમાં પણ હૉકી પર આધારિત, બે બાજુ ઢળી શકે છે. કાં તો ‘ચક દે! ઇન્ડિયા’ જેવી બેનમૂન કૃતિ સર્જા‍ય કાં તો ‘સૂરમા’ જેવી વાહિયાત ફિલ્મ બને. ‘ગોલ્ડ’ આ બેઉ વચ્ચે આરામથી ઝોલાં ખાય છે. રાજેશ દેવરાજ અને રીમા કાગતીએ હિસ્ટોરિકલ મૅચ વિનિંગના કિસ્સાની આજુબાજુ આખી કહાણી રચી છે. ૧૯૩૬થી ૧૯૪૮ વચ્ચેના ભારતનો વિન્ટેજ એરા VFXનો બેસુમાર ઉપયોગ કરીને ઝીલવાનો પ્રયત્ન કરાયો છે. સરળતાથી નોટિસ થાય એવું નથી, પણ અમુક જગ્યાએ આબાદ ક્રોમા જણાઈ આવે છે. આ પ્રકારની ફિલ્મોમાં કૉસ્ચ્યુમ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું કામ વધી જાય છે, જે અહીં સારું છે. મૂળ સ્પૅનિશ સિનેમૅટોગ્રાફર અલ્વારો ગુતિયેરેઝે કલકત્તા અને મુંબઈ જેવાં શહેરો, એ સમયગાળાનાં મકાનો તથા ભિન્ન-ભિન્ન હૉકી સ્ટેડિયમ મજાનાં કૅપ્ચર કર્યાં છે.

ફિલ્મનો ફર્સ્ટ હાફ ભયંકર ધીમો છે. અક્ષયકુમાર સહિતનાં લગભગ તમામ કૅરૅક્ટર્સને એસ્ટાબ્લિશ થતાં વાર લાગે છે. અક્ષયના બંગાળી પાત્ર સાથે આપણને સેટ થતાં જ વાર લાગે છે! તે ઉડીબાબા, ગોંડોગોલ, અમીજાની વગેરે શબ્દોનું પુનરાવર્તન કર્યા કરે છે. તે અને તેની પત્ની મોનોબીના (ટેલિવિઝન અભિનેત્રી મૌની રૉય) પ્યૉર બંગાળી લઢણમાં જ વાત કરે છે. આપણને સતત એ યાદ અપાવવામાં આવે છે કે આ બેઉ બંગાળી છે.

બીજી એક વાત પણ સતત પિન્ચ કરવામાં આવે છે કે આ જે પણ થઈ રહ્યું છે એ બસો વર્ષ જૂનો બદલો લેવા માટે થઈ રહ્યું છે! એક જગ્યાએ તો મૌની રૉય રસોઈ કરતાં-કરતાં પણ કહે છે કે આ હું જમાડવા માટે નહીં, બસો વર્ષનો હિસાબ ચૂકવવા માટે કરું છું! સ-રસ મજાની ãસ્ક્રપ્ટ કઈ રીતે સેન્ટિમેન્ટલ થઈને વેવલાવેડા કરવા માંડે એનું આ પર્ફેક્ટ ઉદાહરણ છે.

કબીર ખાન, તુમ બહોત યાદ આએ!

હૉકી અતિ ફાસ્ટ પેસ્ડ રમત છે. એને સ્ક્રીન પર એટલી જ ઝડપ અને બારીકાઈથી દર્શાવવી પડે. હૉકી પ્લેયર સંદીપ સિંહ પર બનેલી ‘સૂરમા’ ફિલ્મમાં એ મિસિંગ હતું. અહીં પણ હૉકી ગેમના દૃશ્ય-ફિલ્માંકનમાં થોડી વધુ મહેનતની જરૂર છે, જે મૂળ વાત અને પ્રસંગ છે એ દેશભક્તિ વટાવવા અને મેલોડ્રામાના કારણે બૅક સીટ પર જતું રહ્યું છે.

હૉકી છે, પ્લેયર ભેગા કરવાની વાત છે, ટીમવર્ક અને ભારત દેશની વાત છે

એટલે તમને ન ચાહ કે ભી ‘ચક દે! ઇન્ડિયા’ ફિલ્મ એકાધિક વાર યાદ આવે.

ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તપન દાસ (‘ચક દે’ના કબીર ખાનની જેમ) ફરી ખેલાડીઓની શોધ આદરે છે એમાં તેને અને આપણને બે અદ્ભુત ચહેરાઓ જોવા મળે છે. એક, રઘુબીર પ્રતાપ સિંહ (અમિત સાધ) છે અને બીજો હિંમત સિંહ (સની કૌશલ). એક વેલ મેનર્ડ અને એટિકેટ્સ તથા

આન-બાન-શાનવાળા રાજા છે. બીજો સામાન્ય ઘરનો પણ જોશીલો પંજાબી પુત્તર છે. બેઉ અફલાતૂન હૉકી રમે છે, પણ બેઉને સેન્ટર ફૉર્વર્ડ રમવું છે. એ માટે નોંકઝોંક પણ થાય છે. અહીંથી જ તમને ‘ચક દે’ની કોમલ! દિખા દે ઉસ લોન્ડે કો...વાળી મોમેન્ટ યાદ આવી જાય. સમજાઈ જાય કે એનું મેલ વર્ઝન અહીં અંતમાં જોવા મળવાનું છે. મોટા ભાગના સીન્સ આ રીતે પ્રિડિક્ટેબલ

બની ગયા છે. ફિલ્મનો અંત તો દરેકને ખબર છે જ.

માત્ર ઇન્સ્પાયર્ડ છે એટલે એ કહેવાની જરૂર નથી કે રોમાંચ ઉમેરવા માટે અંતિમ મૅચ સહિત ઘણીબધી જગ્યાએ મસમોટા ફેરફારો કરાયેલા છે. બૌદ્ધ સાધુઓનો એક કૉમિક ટૂંકો સબ-પ્લૉટ છે. હૉકી ફેડરેશનનું પૉલિટિક્સ, ખેલાડીઓનું અંદરોઅંદર ન બનવું, ટીમવર્કની વાતો વગેરે તો છે જ. શાહરુખની સતરા મિનિટની જેમ દર થોડી-થોડી મિનિટે અક્ષય સારાપણાના પાઠ આપણને શીખવી જાય છે. કોઈ કંઈ કહે તો પેલા જૅકેટમાંથી તરત ઝંડો બતાવી દે!

પર્ફાર્મન્સિસ, મ્યુઝિક   

બાકી અમિત સાધ રાજા તરીકે જામે છે. સુપર્બ ઍક્ટિંગ! હિંમત સિંહ બનતો સની કૌશલ લાજવાબ ઍક્ટર છે. તેની અટક જાણીતી લાગે છે? યસ, તે દાદુ ઍક્ટર વિકી કૌશલનો સગો ભાઈ છે. ‘ગોલ્ડ’માં તેને સ્ક્રીન પર જોવો ગમે છે. તેને, અમિત સાધ તથા મુક્કાબાજ વિનીત કુમાર સિંહને સ્ક્રીન-પ્રેઝન્સ પણ સારીએવી મળી છે. વિનીત કુમાર સિંહ ભાગલા બાદ પાકિસ્તાન જતો રહે છે અને પાકિસ્તાનના કૅપ્ટન તરીકે ઑલિમ્પિક્સમાં હૉકી રમે છે. ભારત જ્યારે જીતતું હોય છે ત્યારે ખુશ થતા ઑડિયન્સમાં પાકિસ્તાનના ખેલાડીઓ પણ હોય છે! ભૂતપૂર્વ હૉકી ટીમના કૅપ્ટન (૧૯૩૬) અને ૧૯૪૮ વખતે કોચ સમ્રાટના પાત્રમાં કુણાલ કપૂર ઠીક છે. બૉલીવુડમાં ડેબ્યુ કરનારી મૌની રૉય કર્કશ, બોલકણી અને પતિને વઢતી બંગાળી સ્ત્રીના પાત્રમાં છે. કહી શકાય કે ફિલ્મનો પ્લસ પૉઇન્ટ તેનો પાવરફુલ પફોર્ર્મન્સ છે.

ફિલ્મનાં ત્રણ ગીતો છે. ત્રણેય ફિલ્મમાં આવે છે અને કમબખ્ત શું કામ આવે છે? બે ગીતો પર અક્ષય બેહૂÊદું નાચે છે. ફિલ્મને અવરોધે છે. લવ-ટ્રૅકની પણ જરૂર નહોતી. હા, સચિન-જિગરનો બૅકગ્રાઉન્ડ સ્કોર સ્પોર્ટ્સ-ડ્રામાને બંધબેસતો છે.

જોવી કે નહીં?

ઇન્ટરવલ બાદ ઘણી જગ્યાએ તમને રોમાંચનો અનુભવ જરૂર થાય છે, પણ ફાસ્ટ સ્ક્રીન પેસ્ડમાં સ્ક્રીનપ્લે જઈ રહ્યો હોય ત્યાં ગીતો જેવી ક્ષતિઓ આવી જાય છે. શરૂઆતમાં હિટલરને સૌ નાઝી સ્ટાઇલમાં સૅલ્યુટ કરે છે એ સીન હોય કે થિþલર ક્લાઇમૅક્સ હોય, મજાના ફિલ્માવાયા છે. અંતમાં જ્યારે ભારત માતાનો તિરંગો હવામાં લહેરાય છે ત્યારે રૂંવાડાં અવશ્ય ઊભાં થાય છે. અંતિમ સેમી-ફાઇનલ અને ફાઇનલ મૅચ ઇમ્પૅક્ટફુલ છે. તમે સીટીઓ અને તાળીઓ મારવા મજબૂર બની જાઓ એવી અમુક સિચુએશન્સ બેશક લખાઈ અને ફિલ્માવાઈ છે. 

ઇન શૉર્ટ, ‘ગોલ્ડ’ વેલ પ્લૉટેડ ડ્રામા છે જે સેન્ટિમેટલ અને (ઑબ્વિયસલી) ઓવર દેશભક્તિનો શિકાર થઈ ગઈ છે. સો સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મો જોવી ગમતી હોય, ‘સૂરમા’ જોઈ હોય અને થોડી..ક પણ ગમી હોય, અક્ષયકુમારના ફૅન હો તો આ અન્ડરડૉગ, પ્રિડિક્ટેબલ અને હિસ્ટોરિકલ સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ તમારા માટે છે. બાકી ઍમેઝૉન પ્રાઇમ છે જ!

નોંધ : અહીં ક્યાંય પ્રાઇમની જાહેરાતનો હેતુ નથી હોતો, તમારા પૈસા બચાવવાની વાત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK