ફિલ્મ રિવ્યુઃ 'ગબ્બર ઈઝ બેક'

અક્ષય કુમારની 'ગબ્બર ઈઝ બેક' બેક ફિલ્મ એવી છે જેમા હીરો જ બધુ જ હોય. તેની હીરોગીરી સાબિત કરવા માટે જ તમામ પાસા પર એકટર પર રચવામાં આવે છે.




પ્રકારઃ એકશન/કોમેડી


ડાયરેકટરઃ ક્રિશ


કાસ્ટઃ અક્ષય કુમાર, શ્રુતિ હાસન, કરિના કપૂર ખાન


રેટિંગઃ3 સ્ટાર

અજય બ્રહ્માત્મજ


અક્ષય કુમારની  'ગબ્બર ઈઝ બેક' તમિલ ફિલ્મ 'રમન્ના' ની રિમેક છે, જેના લેખક અને નિર્દેશક એ આર મુરૂગોદૌસ હતા. નિર્દેશક ક્રિશે ફિલ્મના મેઈન એકટરને મિજાજી બતાવ્યો છે. હિન્દી ફિલ્મના દર્શકોનો વિચાર કરતા તેણે ઘણા પ્રાંસગિક મુદ્દાઓ જોડ્યા છે. જો કે ફિલ્મના તમામ મુદ્દા ભ્રષ્ટ્રાચાર સાથે સંબંધિત છે. આ ફિલ્મમાં શરીરથી વધારે શબ્દોની એકશન છે. અક્ષય માટે સંવાદોનુ એકશન રાઈટિંગ રજત અરોરાએ કર્યુ છે. તેમણે અક્ષયને સિગ્નેચર સંવાદ આપ્યો છે 'નામ વિલન કા, કામ હીરો કા'.

આ ફિલ્મમા નાયકે પોતાનુ ગબ્બર રાખ્યુ છે. તેના કારનામા એવા છે કે ગબ્બરનુ નામ સાંભળતા જ લોકો દૂર-દૂર સુધી લાંચ લેવાનુ પણ ન વિચારે. એક બિલ્ડર ભ્રષ્ટાચારનો સીધો શિકાર બને છે બાદમાં પ્રોફેસર આદિત્ય સમાજના દરેક ખૂણે જ્યાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તેને જડમૂળથી ઉખેડી નાંખવાના કામમાં જોતરાય છે. તેનુ એક જ કામ હોય છે કે પહેલા સંબંધીત વિભાગ કે ક્ષેત્રના 10 વ્યકિતઓને પકડો અને તેમાંથી 9ને છોડો અને એકને સજા કરો. સજા પણ એવી કે લોકો યાદ કરતા જ થરથરવા લાગે, અને ક્યારેય ભ્રષ્ટાચાર કરવાનુ સપનામા પણ ન વિચારે.

નિર્દેશક ક્રિશે પૂરી કોશિશ કરી છે કે સામાન્ય દર્શકો વચ્ચે પણ અક્ષય કુમારની લોકપ્રિયતાનો સારો લાભ ઉઠાવાય. તેણે કોઈ પણ જાતના સંકોચ વગર અક્ષય કુમારને એકશન અને ડાયલોગબાજીના એવા સીન પકડાવી દીધા છે કે આમ દર્શકો તાળીઓ વગાડે અને ઉછળી પડે. અક્ષય કુમાર આ જવાબદારીને ખુબ સભાન રીતે નિભાવવામાં સફળ રહ્યો છે. અક્ષય કુમારે 'ગબ્બર ઈઝ બેક'માં તેના કૌશલ્યને સારી રીતે ઉજાગર કર્યુ છે.

એકશન સીનમાં પોતાની સંલગ્નતાથી અક્ષય વિશ્વસનીય લાગે છે. તે પોપ્યુલર સુપર હીરોના માર્ગે આગળ વધી રહ્યો છે. ફિલ્માં થતી હિંસા અને હત્યાઓની સજા માટે ગબ્બર તૈયાર છે. તે આગવા અંદાજમાં પોતાની સજા સ્વીકારે છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં ગબ્બરે આપેલુ ભાષણ સામાજીક કુરીતિઓ અને ભ્રષ્ટાચાર માટે લિપ્ત સમાજને જગાડવા માટે છે.

ફિલ્મની એકટ્રેસ શ્રુતિ હાસન વચ્ચે વચ્ચે આવતી-જતી રહે છે. તેના ઉપરાંત ફિલ્મમાં કરિના કપૂર ખાન અને ચિત્રાગંદા સિંહ પણ છે. બંનેના ભાગે એક-એક સોંગ આવ્યુ છે. કરીના કપૂર ખાનનો રોલ ખુબ નાનો છએ. ચિત્રાગંદા સિંહના ચાહકોને આશ્ચર્ય થઈ શકે છે. તેને એક સમયે સ્મિતા પાટિલનો અવતાર માનવામાં આવી હતી. આ ફિલ્મમાં તે 'કુંડી ના ખડકાઓ રાજા' ગીત ગાતી અને તેના શરીરને બિન્દાસ રીતે નચાવતી જોવા મળે છે. ફિલ્મના અન્ય કલાકારો અંગે અલગથી કઈં કહેવા કે લખવા જેવુ નથી. અપવાદમા નાની અમથી ભૂમિકામાં સુનિલ ગ્રોવર છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK