જાણો કેવી છે ફિલ્મ 'ફુકરે રિટર્ન્સ'

હમારે પાસ ચુચા હૈ!

fukrey

ફિલ્મ-રિવ્યુ - પાર્થ દવે

નૉટ સો ગુડ ને નૉટ સો બૅડ વચ્ચેની આ મૂવી એના પહેલા ભાગ જેવી તો નથી બની શકી. અંબરસરિયા જેવાં ગીતો (મ્યુઝિક) પણ નથી અને ચુચાનું કૅરૅક્ટર ઓવરફોકસ થયું છે. પુલકિત-વરુણ-રિચાના ફૅનલોગ (હો તો) છૂટાછવાયા જોક્સ, વન-લાઇનર અને કૉમિક સિચુએશન માટે જઈ શકે છે

૨૦૧૩ની સ્લીપર હિટ ‘ફુકરે’ બાદ ડિરેક્ટર મૃગદીપસિંહ લાંબા ફરી હની, ચુચા, લાલી અને ઝફરને લઈને પાછા આવી ગયા છે; જેમાં હની (પુલકિત સમ્રાટ) લુકર છે, ઝફર (અલી ફઝલ) થિન્કર છે અને ચુચા (વરુણ શર્મા) ડ્રીમર છે! બાકી વધ્યો લાલી (મનજોત સિંહ) જે બિચારો સાઇડકિકર છે! ચારેય દિલ્હીના ગલી ને સ્કૂલબૉયમાંથી હવે મૅચ્યોર થઈ ગયેલા ફુકરાઓ છે. હવે પાડોશીની અગાસી પર હની નજરો નથી તાકતો બલકે પ્રિયાને કારમાં બેસાડીને કિસ, ના ફ્રેન્ચ કિસ કરવાનું કહે છે. હવે શરમાળ લાલી કોઈ સ્કૂલટીચરના પ્રેમમાં નથી, કેમ કે નીતુ તો સક્સેસફુલ સિંગર ઝફર સાથે પરણવાની છે. અને ચુચો હજી પણ સપનાં જુએ છે. અહીં સપનાંથી આગળ વધીને તે જાગતાં-જાગતાં જ ભવિષ્ય ભાખે છે. અમુકતમુક દૃશ્યો જોઈને આગાહીઓ કરી નાખે છે. ભોલી પંજાબણ (રિચા ચઢ્ઢા) આ ચારેયના લીધે જ અત્યારે જેલમાં બંધ છે અને બહાર આવવા માટે વનાબી CM પૉલિટિશ્યન બાબુલાલ ભાટિયા (રાજીવ ગુપ્તા)ની મદદ માગે છે. એક વર્ષનો ગાળો વીતી ગયો છે અને આ ચારેય મસ્તીખોર યુવાનો હજીયે લૉટરી-બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમની કૉલેજના ગાર્ડ અને અંગ્રેજીના આશિક પંડિતજી (પંકજ ત્રિપાઠી) હજી તેમની સાથે છે.

કદાચ પહેલી ‘ફુકરે’ ન જોઈ હોય તો પણ વાંધો નથી, કેમ કે અહીં કરાવી એ રીતે ‘ફુકરે’ની ઝાંખી તમને સ્ટાર્ટિંગ ક્રેડિટ સાથે જ કરાવવામાં આવે છે. એની સાથે આવતું ગીત કર્ણપ્રિય છે. ઓલ્ડ ફુકરે તો હ્યુમરસ, ફાસ્ટ અને સ્માર્ટ વેમાં કહેવાયેલી નાઇસ ફિલ્મ હતી. ‘ફુકરે રિટર્ન્સ’ કેવી છે? તમને દેજાવુ તો થવાનું નથી એટલે ચાલો સાચ્ચેસાચ્ચું જણાવી દઉં. 

ફુક-ફુક ફુકરે!   

ત્રણ વર્ષ બાદ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ ‘ફુકરે’નો બીજો ભાગ બનાવવાનું વિચાર્યું. એ જ ડિરેક્ટર મૃગદીપસિંહ લાંબાને બોલાવાયા અને ફિલ્મ ચાર વર્ષ બાદ રિલીઝ થઈ. ફિલ્મમાં એક વર્ષનો સમયગાળો વીતી ગયેલો દર્શાવાયો છે. દિલ્હીના બચ્ચાઓમાંથી યુવાનો બની ગયેલા ચારેય જણને ઑડિયન્સ સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કરાય છે ત્યારે લાગે છે કે તેમની લાઇફ કંઈક સેટલ થઈ છે ખરી! હની પોતાનો બિઝનેસ ચલાવે છે અને પ્રિયા સાથે રિલેશનશિપમાં છે. ઝફર, કહ્યું એમ, સિંગર છે અને નીતુ સાથે સ્થાયી થવાનું વિચારી રહ્યો છે. લાલી અને ચુચા જૈસે થેના મોડમાં જ છે. ફરક એટલો પડ્યો છે કે રિટર્ન્સમાં લાલી અને ઝફર બહુ ઓછા દેખાય છે અને ચુચો હની કરતાં પણ વધુ દેખાય છે!

તો આ ચારેય દિલ્હી ગાય્ઝની જિંદગી સરળતાથી પસાર થતી હોય છે ત્યારે તેમના કારણે એક વર્ષ પહેલાં જેલ ભેગી થયેલી ભોલી પંજાબણ, રાજકારણી (હા, લુચ્ચો અને લબાડ જ!) બાબુલાલ ભાટિયાની મહેરબાનીથી જેલમાંથી છૂટી જાય છે. તેના બે ખાસ માણસો તેને કારના બદલે રિક્ષાથી પિક-અપ કરવા જાય છે ત્યારે તમને તેની પડતીનો ખ્યાલ આવે છે! તેની આ દશા કરનાર છે ચાર ફુકરાઓ. ભોલીને છોડાવવાના બદલે બાબુલાલ ભાટિયા તેની પાસે દસ કરોડ રૂપિયાની માગણી કરે છે. ભોલી ફરી પેલા ચારને ભેગા કરે છે અને કરોડોની લૉટરી ગેમ રમવાનું કહે છે. ચારેય લોકો પાસે પૈસા ઉઘરાવે છે, ખેલ ઊંધો પડે છે અને શરૂ થાય છે બૅકગ્રાઉન્ડમાં વાગતા અને થોડી વાર કાનને ગમતા ફુક ફુક ફુકરે સૉન્ગ સાથેની ભાગદોડ... જેમાં ટર્ન્સ ઘણા આવે છે, પણ ટ્વિસ્ટ એકને પણ કહી શકાય એમ નથી. ઍક્ચ્યુઅલી સ્ટોરી અને સ્ક્રીનપ્લે એટલાં વિચિત્ર છે કે તમે જોતાં અને પછી કોઈને કહેતાં મૂંઝાઈ મરો! 

ફુકરે > ફુકરે રિટર્ન્સ

ફિલ્મમાં વેજિટેરિયનિઝમ, કાસ્ટિઝમ, લિવ-ઇન રિલેશનશિપ, બીફ બૅન, ઑર્ગન-સેલિંગ ઑપરેશન, પ્રાણીઓનો વેપાર, યુથ પાવર વગેરે જેવા સમકાલીન ઇશ્યુઝ વિશે ઉપરછલા સલાહસૂચન આપવાનો પ્રયત્ન કરાયો છે. એમાં ફિલ્મ ફર્સ્ટ પાર્ટ જેવી સંપૂર્ણ ફાસ્ટ કૉમેડીમાંથી થોડી હિસ્ટ થિþલર ને થોડી નબળી બની ગઈ છે! છેલ્લે સુધી તમે ફિલ્મનો ઍક્ચ્યુઅલ પ્લૉટ કયો છે એ સમજી શકતા નથી. સેમ ઍઝ અલી ફઝલ! તેના ચહેરાના હાવભાવ આખી ફિલ્મમાં એવા છે કે આ બધું શું થઈ રહ્યું છે? હું અહીં કેમ છું? આપણને પણ એવું જ લાગે છે. પણ ઓછું, કેમ કે વચ્ચે-વચ્ચે કૉમેડીના ચમકારા છે. વરુણ શર્માની કિલર ટાઇમિંગ સાથેની કૉમેડી છે. સલમાનની મિની આવૃત્તિ સમા પુલકિત સમ્રાટની થોડી સ્માર્ટનેસ છે અને અદ્ભુત કલાકાર પંકજ ત્રિપાઠીની સુપર્બ ઍક્ટિંગ છે.

‘ફુકરે’ના પડછાયામાં બનેલી આ ફિલ્મમાં પૂરેપૂરો પ્રયત્ન કરાયો છે કે જૂની ફિલ્મનો ચાર્મ જળવાઈ રહે, પરંતુ એમ કરવામાં એ મૌલિક કે સ્વતંત્ર કૃતિ બનવાના બદલે રિપેટિટિવ બની ગઈ છે. ‘ફુકરે’માં દિલ્હી સ્લૅન્ગનો બહેતરીન રીતે ઉપયોગ કરાયો હતો. નિર્દોષ છતાંય મસ્તીખોર અને ભૂલો કરતા છોકરાઓ હતા જે દર્શકોને ગમતા હતા. ચુચાની વિચિત્ર ગૉડગિફ્ટ પણ લોકોએ સ્વીકારી હતી, કારણ કે દરેકમાં ઇનોસન્સ અને નૉવેલ્ટી હતી જે અહીં સદંતર મિસિંગ છે. ‘ફુકરે’ કોઈ ગ્રેટેસ્ટ કૉમેડી ફિલ્મ નહોતી, પરંતુ ફ્રેશ હતી. અહીં ડેપ્થ નથી. જેમ કે ‘ફુકરે’માં લાલીની બાઇકનાં ટાયર ચોરાવનારુંં પાત્ર યાદ હશે, જે એન્ડમાં ખૂબ જ પૈસાદાર થાય છે અને બધું પાછું આપી દે છે. આ સીન્સ, આ એલિમેન્ટ્સ અહીં શોધવાં પડે છે.

વીક કૅરૅક્ટરાઇઝેશન

ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ વિપુલ વિગે લખ્યા છે. ડિરેક્ટરસાહેબનું નામ ઍડિશનલ ડાયલૉગ અને સ્ક્રીનપ્લે રાઇટર તરીકે લખાયેલું છે. અમુક સીન્સમાં તેમના રાઇટિંગના ચમકારા ‘ફુકરે’ની યાદ અપાવે છે. જેમ કે યમુના નદીમાંથી સિક્કા ભેગા કરતું પાત્ર, જે થોડી વાર આવીને ચાલ્યું જાય છે. પણ અન્ફૉચ્યુર્ને ટલી, આવા શૉટ્સ બહુ ઓછા છે કેમ કે લાંબાસાહેબે ચુચાના પાત્ર પર વધારે ફોકસ કર્યું છે એમાં પંકજ ત્રિપાઠી અને ઈવન ‘ફુકરે’ની અભિન્ન અંગ રિચા ચઢ્ઢાને પણ ઓછી સ્ક્રીન-પ્રેઝન્સ મળી છે એટલું જ નહીં, કૅરૅક્ટરાઇઝેશન એટલું રિપેટિટિવ થયું છે કે ઝફર અને લાલી જાણે વધારાના હોય અથવા અગાઉની ફિલ્મમાં હતા એટલે જ હૅન્ગર તરીકે લટકાવી રાખ્યા હોય એવું લાગે છે. આ ફિલ્મનું જ નુકસાન છે, કેમ કે મનજોત સિંહ અને અલી ફઝલ બેઉ મંજાયેલા કલાકારો છે. ઓલ્ડ ‘ફુકરે’ આમ તો સીધીસટાક કૉમેડી ફિલ્મ હતી, પરંતુ એમાં જે પણ થોડી ડેપ્થ હતી એ પ્રિયા અને નીતુનાં પાત્રોના કારણે હતી. આ બેઉને પણ અહીં હાંસિયામાં ધકેલી દેવામાં આવી છે. કોઈ જ કામ તેમના ફાળે આવ્યું નથી. સિવાય કે એક મૅડકેપ રાઇડમાં કોઈ કારણ વિના બેઉને જોતરવામાં આવે છે, કેમ કે સ્ક્રીનપ્લેની ખોટી ડિમાન્ડ હતી કે અહીં પ્રિયદર્શનવેડા કરવામાં આવે અર્થાત એકોએક કલાકારોને ક્લાઇમૅટિક મોમેન્ટ્સ માટે ભેગા કરવામાં આવે. આ ફિલ્મમાં ‘ગ્રેટ ગ્રૅન્ડ મસ્તી’ની જેમ સાપ પિછવાડામાં ડંખ મારે છે, એ પણ બે વાર! આ પ્રકારના વાહિયાત ચારેક સીન છે જેની કશી જ જરૂર નથી. એક સીનમાં ચુચાના થાપામાં ફાયરક્રૅકર ઘૂસી જાય છે અને એ સીનમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાના પ્રયાસમાં લાંબા સાવ નિષ્ફળ ગયા છે.

અંબરસરિયા...


ઍવરેજ કૅરૅક્ટરાઇઝેશન અને સ્ક્રીનપ્લે છતાં પંકજ ત્રિપાઠી મજા કરાવી જાય છે. તેની અંગ્રેજી બોલવાની ઘેલછા તમને હસાવે છે. ઓલ્ડ ‘ફુકરે’ના પ્લસ પૉઇન્ટમાં એનું મ્યુઝિક અને લવલી સૉન્ગ અંબરસરિયાને ગણવું પડે. અહીં એ સૉન્ગનો ચુચા માટે બખૂબી ઉપયોગ કરાયો છે! (એક સીનમાં તે કહે છે કે તૂ કરે તો અંબરસરિયા ઔર મૈં કરું તો અંદર સરિયા?) સિચુએશન સાથે બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને યોગ્ય રીતે સિન્ક કરાયું છે. કમ્પોઝર સમીર ઉડીન, પ્રેમ હરદીપ અને સુમિત બેલેરીએ પ્રમાણમાં સારું કામ કર્યું છે. આમ છતાં ફિલ્મમાં મ્યુઝિકની જે ઇમ્પૅક્ટ આવે છે એ માટે તો રામ સંપત જ હકદાર ગણાય, કારણ કે ‘ફુકરે’માં મ્યુઝિક તેમનું હતું અને લાજવાબ હતું જેના પૉર્શનનો અહીં ફરી-ફરી ઉપયોગ કરાયો છે. ‘ધરમ વીર’ના ઓ મેરી મેહબૂબાનો બધાએ ભેગા મળીને બહુ સારી રીતે દાટ વાળ્યો છે.    

જોવી કે નહીં?

૧૪૧ મિનિટની ફિલ્મના અમુક સીનમાં એવું લાગે છે કે હની અને તેના મિત્રો એક વર્ષના ગાળામાં તેમનું ઇનોસન્સ ખોઈ બેઠા છે. હની અને ચુચા વચ્ચેનો બ્રોમાન્સ પણ અહીં ઝળકી નથી શક્યો. કદાચ ‘ફુકરે ૩’ની ઇચ્છા થાય તો ડિરેક્ટરને વિનંતી છે કે ચુચાના કૅરૅક્ટરના પ્રેમમાં પડવાને બદલે સ્ટોરી અને બાકીનાં પાત્રો પર ધ્યાન આપે. 

ચુચાને દેજાવુમાં એક વાઘ, ખજાનો અને બે રાક્ષસ દેખાય છે. ટાઇગર આ ફિલ્મમાં મહત્વનો છે. એ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ટાઇગર ઝિંદા ન થઈ જાય! અર્થાત બે અઠવાડિયાં સુધી આ ફિલ્મ તેની ફર્સ્ટ ફિલ્મની શાખના લીધે પણ ધીમે-ધીમે ચાલશે. તમે પહેલી ‘ફુકરે’ના ચુચાના આશિક હો, પુલકિત સમ્રાટ અને પંકજ ત્રિપાઠીને જોવા હોય અને છૂટાછવાયા હાસ્યના ડોઝ લેવા હોય ને વન-લાઇનર સાંભળવી હોય તો જોઈ શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK