ફિલ્મ-રિવ્યુ : એક પહેલી લીલા

ત્રાસલીલા, કમનીય કાયાના કામણમાં કેદ કશ્મકશની કંટાળાજનક કથા


leela

જયેશ અધ્યારુ

એક જૂસી સત્ય એવું છે કે સની લીઓની તરીકે ઓળખાતી ભૂતપૂવર્‍ પૉર્નસ્ટાર અને અત્યારની ફિલ્મસ્ટારની ફિલ્મ હોય એટલે મોટા ભાગની પબ્લિકને ફિલ્મમાં ઓછો ને તેના શરીરના વળાંકોમાં વધારે રસ હોય. એવી ફિલ્મ બનાવનારા પણ આ સત્યથી પૂરેપૂરા વાકેફ છે. એટલે જ તેઓ લોકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે સનીની કાયાનો લોહચુંબકની જેમ ઉપયોગ કરે છે, પરંતુ સતત બે-અઢી કલાક સુધી તેની કાયા પર કૅમેરા ફરતો રહે એવી ફિલ્મો ખુફિયા સક્યુર્‍લેશનમાં ચાલે, મોટા પડદા પર નહીં. એટલે સની લીઓનીની આસપાસ થોડાંઘણાં કપડાં અને નાછૂટકે જરાતરા સ્ટોરી પણ ભભરાવવી પડે છે. ‘એક પહેલી લીલા’ નામની આ અઠવાડિયે રિલીઝ થયેલી ડિરેક્ટર બૉબી ખાનની ફિલ્મમાં પણ સ્ટોરી ભભરાવી છે, એ પણ બબ્બે જનમની. ફિલ્મ પણ બે ભવ વીતી ગયા હોય એટલી જ લાંબી અને ત્રાસદાયક લાગે છે.

એક ભવમાં બે ભવનો અનુભવ

મુંબઈના એક સંગીતકાર કરણ (જય ભાનુશાલી)ને રોજ રાત્રે કોઈક ચાબુકથી ફટકારતું હોય એવાં સપનાં આવે છે અને ઊંઘમાં તે ‘લીલા... લીલા’ નામની બૂમો પાડે છે, જ્યારે લંડનની મૉડલ મીરા (સની લીઓની)ને અંધારાનો ને સાંકડી જગ્યાઓનો ડર છે. કરણ પોતાના ભયનો ઇલાજ કરાવવા માટે ડૉક્ટરને બદલે એક બાબાજી પાસે જાય છે જે તેના કપાળ પરની અદૃશ્ય ચાંપ દબાવીને શોધી કાઢે છે કે આજથી ત્રણસો વર્ષ પહેલાંની એક અધૂરી વાર્તાનો તે હિસ્સો છે. બાબાજી પોતાની નાડીવિદ્યાના ડેટાબેઝમાંથી માહિતી આપે છે કે ત્રણસો વર્ષ પહેલાં પણ એક લીલા નામની સની લીઓની હતી, જેની કાયાના કામણમાં ફસાઈને એક શિલ્પકાર ભૈરવ (મુકુલ દેવ)એ ખૂન કી નદિયાં બહાવી કાઢેલી. એ લોહિયાળ વાર્તાની સીક્વલ પૂરી કરવા કરણ જોધપુર જાય છે. ત્યાં સુધીમાં લંડનની મૉડલ મીરા પણ એક ફોટોશૂટ માટે જોધપુર આવે છે અને ત્યાંના પ્રિન્સ રણવીર સિંહ (મોહિત અહલાવત) સાથે ઠરીઠામ થઈ જાય છે. આટલું થાય ત્યાં સુધીમાં પોણો ડઝન ગીતો, સની લીઓનીનું ત્વચાપ્રદર્શન, કારણ વિનાની મગજમારી, વલ્ગર જોક્સ અને એક રાઈના દાણા જેવડું સીક્રેટ પણ ખૂલે છે; પરંતુ જો આટલો સમય તમે જૉગિંગ કર્યું હોત તો પણ તમને ઓછો થાક લાગ્યો હોત.

ધ સની લીઓની શો

‘એક પહેલી લીલા’ ફિલ્મ બનાવવાનો હેતુ સ્પક્ટ છે : સની લીઓનીની લીલા બતાવો અને તેનું નામ સાંભળીને સિસકારા બોલાવતા તેના ચાહકોને થિયેટર સુધી ખેંચી લાવો અને તેના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી. એ ચાહકોને ઠેકઠેકાણેથી ગલગલિયાં કરાવવા માટે સનીની કાયાના તમામ ખૂણાખાંચરા પર કૅમેરા ફરી વળે છે. લગભગ બધા જ સીનમાં તેનો ક્લીવેજ દેખાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઈવન ત્રણસો વર્ષ પહેલાંની લીલા પણ એવાં ટૂંકાં કપડાં પહેરે છે કે અત્યારના સ્વિમિંગ-કૉસ્ચ્યુમ જ જોઈ લો. વળી સની લીઓનીનું ફોટોશૂટ હોય કે તેની પીઠી ચોળવાની હોય, તેની મૂર્તિ બનાવવાની હોય કે પછી તેના ટ્રેડમાર્ક જેવાં ઉત્કટ પ્રણયદૃશ્યો હોય, બધું જ અહીં એટલા માટે છે જેથી એવુંબધું જોવા આવેલા લોકોની આંખોને ટાઢક થતી રહે. એટલે સુધી કે ફિલ્મની શરૂઆતમાં ખુદ સનીના મોઢે જ ડાયલૉગ મૂકવામાં આવ્યો છે : ગ્લૅમર ઇન્ડસ્ટ્રી મેં સક્સેસ કા શૉર્ટકટ હૈ શૉર્ટ સ્કર્ટ. લેકિન ઝાઝા ઉત્સાહી થવાની જરૂર નથી, કારણ કે હવે સેન્સર ર્બોડના ચીફ પાપા પહલાજ નિહલાણી છે. તેમણે એવાં કડક ફિલ્ટર બેસાડ્યાં છે કે `ખ્’ સર્ટિફિકેટ ધરાવતી સની લીઓનીની ફિલ્મમાં પણ ખાસ કશું છટકવા નથી દેતા.

વળાંકની પેલે પાર

તો પછી એ સિવાય ફિલ્મમાં છે શું? પહેલો જવાબ છે, ઢગલાબંધ ગીતો. તમારી જરાય દયા ખાધા વિના માલગાડીની જેમ એક પછી એક કુલ નવ ગીતો આવ્યાં જ કરે છે. એમાંય બે તો રીમિક્સ (‘ઢોલી તારો ઢોલ બાજે’ અને સોનુ નિગમનું ‘દીવાના તેરા’) છે. ચીલાચાલુ ગીતો અને જાણે આપણે થિયેટરમાં રાતવાસો કરવા આવ્યા હોઈએ એ રીતે ધીમે-ધીમે ચાલતી ફિલ્મને કારણે છેક અઢી કલાક પછી તમારો છુટકારો થાય છે. ઍક્ચ્યુઅલી, આ આખી ફિલ્મ કોઈ લાંબા વિડિયો-આલબમ જેવી વધારે લાગે છે.

બીજો જવાબ છે, કંગાળ ઍક્ટિંગ. આમ તો જેની પાસેથી સારી ઍક્ટિંગની અપેક્ષા રાખી શકાય એવું કોઈ ફિલ્મમાં છે જ નહીં. સની લીઓનીની અમુક પ્રકારની ફિલ્મો જોવા ટેવાયેલા લોકો પણ (ભલે ખાનગીમાં) કબૂલશે કે તે જ્યારે બોલવા માટે મોઢું ખોલે ત્યારે પૈસા પડી જાય એ હદની કૃત્રિમ લાગે છે. બાકીના કલાકારોમાં મોહિત અહલાવત અને જસ અરોરા છે. હવે આ બન્નેનું પહેલાં તો ઇન્ટ્રોડક્શન આપવું પડે એવું છે. મોહિત અહલાવતને રામ ગોપાલ વર્મા ક્યાંકથી પકડી લાવેલા અને ‘જેમ્સ’ જેવી ફિલ્મમાં લીધેલો. જસ અરોરાએ છૂટક વિડિયો-આલબમ્સ અને એકાદ દાયકા પહેલાંની ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ ફિલ્મમાં તો તે દાઢી લગાવીને ડિટ્ટો ગુલશન ગ્રોવર જેવી જ સ્ટાઇલો મારે છે. આ ત્રણેય કલાકારો જાણે રાજસ્થાનના રણમાં સિયારામ્સ શૂટિંગ-શર્ટિંગ્સ અને ગાર્ડન વરેલીની જાહેરખબરોનું શૂટિંગ કરતા હોય એ જ રીતે અહીંથી તહીં ફર્યા કરે છે. આપણો ગુજરાતી જય ભાનુશાલી દેખાવે ક્યુટ છે, પણ આપણે ઓવારણાં લેવા માંડીએ એવી ઍક્ટિંગને હજી ઘણું છેટું છે. હા, હજી મુકુલ દેવ પણ ફિલ્મમાં બિરાજમાન છે, જેણે પોતાની બધી ફિલ્મો જેવા જ કારણ વિનાના વિલનવેડા કર્યા છે. વચ્ચે-વચ્ચે એહસાન કુરેશી નામનો કૉમેડિયન પણ આવે છે જે એટલા ગંદા જોક્સ કરે છે કે છુટ્ટું ખાસડું મારવાનું મન થાય.

ઇન શૉર્ટ

આ ફિલ્મ જોવા જતાં પહેલાં તમારી જાતને સવાલ પૂછો : શું તમે સની લીઓનીના ફૅન છો? ભલે રસકસ વિનાની હોય, પણ પુનર્જન્મની વાર્તાઓ તમને ગમે છે? દર થોડી વારે સ્પીડબ્રેકરની જેમ આવી જતાં ગીતો તમે બર્દાશ્ત કરી શકો છો? નબળી-કૃત્રિમ ઍક્ટિંગ, ગંદા સંવાદો, પ્રેક્ષકોમાંથી ઊઠતી ગલીચ કમેન્ટ્સ વગેરે બધું જ સહન કરવાની અસીમ શક્તિ કુદરતે તમારામાં મૂકી છે? જો બધા જ સવાલોના જવાબો ‘હા’માં મળે તો આ ફિલ્મ જોવા જજો અને સાથોસાથ આવતા વર્ષના બહાદુરી પુરસ્કાર માટે પણ તમારું નૉમિનેશન મોકલી આપશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK