ફિલ્મ રિવ્યુ : એક મૈં ઔર એક તૂ

બૉલીવુડમાં સરળ સ્ટોરીને જટિલ બનાવ્યા વગર જ એને દર્શકો સુધી ખૂબ જ સહજ રીતે બે કલાક સુધી પહોંચાડવી એ ઘણું અઘરું કહી શકાય. ઘણી એવી ફિલ્મો હોય છે જેમાં ક્યારેક રોમૅન્સ, ડ્રામા કે કૉમેડી સ્ટોરીમાં ઘણા અવરોધ મૂકતાં હોય એવું લાગે.


ek-mai-aur-ek-tuજોકે ગઈ કાલે રિલીઝ થયેલી ‘એક મૈં ઔર એક તૂ’ એક સરળ સ્ટોરીને ખૂબ જ સ્માર્ટ્લી ફિલ્મમાં ઢાળવાનું ઉદાહરણ છે. બે કલાકથી પણ ઓછા સમયની આ ફિલ્મ એ કારણે જ દર્શકોને કંટાળો ઓછો લાવવા દેશે અને ત્યાં જ ફિલ્મ સૌથી વધુ અચીવમેન્ટ મેળવી શકે છે.

 

અમેરિકાના લાસ વેગસમાં રહેતો રાહુલ કપૂર (ઇમરાન ખાન) તેના મુંબઈસ્થિત ધનવાન પેરન્ટ્સ (બમન ઈરાની-રત્ના પાઠક શાહ)ના નિયમોમાં ઘડાયેલો પચીસ વર્ષનો યુવક છે. આર્કિટેક્ટની નોકરી ગુમાવ્યા બાદ તે પેરન્ટ્સને એ કહેવા નથી માગતો અને પોતાની રીતે કોશિશ કરવા માગે છે. જોકે ત્યારે તેની મુલાકાત હેરડ્રેસર રિયાના બ્રિગૅન્ઝા (કરીના કપૂર) સાથે થાય છે, જેનો સ્વભાવ રાહુલ કરતાં બિલકુલ વિરોધાભાસી છે. ક્રિસમસને દિવસે બન્ને એકલતા દૂર કરવા માટે ભેગાં થાય છે, પણ જે મુલાકાત માત્ર અમુક ડ્રિન્ક્સ પૂરતી હતી એમાં બીજા દિવસે ઊઠે ત્યારે તેઓ કાનૂની રીતે પરણી ગયાં છે એની જાણ થાય છે. જોકે પછી તરત તેઓ છૂટાં થવા માટેની કોશિશ શરૂ કરે છે, પણ કિસ્મત વારંવાર તેમને સામે લાવે છે અને તેમની મિત્રતા વધે છે. આ ભૂલમાં લેવામાં આવેલો નિર્ણય તેમના માટે જીવનનો સૌથી મોટો બની રહેશે?

હૉલીવુડની ‘વૉટ હૅપન્સ ઇન વેગસ’ પરથી પ્રેરિત ગણવામાં આવતી આ ફિલ્મ ઇન્ટરવલ સુધી તો સામાન્ય સ્ટોરીની જેમ ચાલતી હોવા છતાં એન્ટરટેઇનિંગ છે. જોકે આ પ્રકારની ફિલ્મમાં સ્ટોરીમાં ખૂબ જ ઓછા વિકલ્પ હોવાથી સૌથી અઘરું કામ એને કઈ રીતે અંત સુધી પહોંચાડવી એ હોય છે અને નવોદિત ડિરેક્ટર શકુન બત્રાએ તેની જ સ્ક્રિપ્ટને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. ક્લાઇમૅક્સ પણ અલગ અને વાસ્તવિક રીતે બતાવી તેણે એક સારી

સરપ્રાઇઝ આપી છે. અમેરિકન અને મૉડર્ન લાઇફસ્ટાઇલને પણ અતિશયોક્તિ વગર બતાવવામાં આવી છે અને એમાં ઘણી વખત બૉલીવુડના ફિલ્મમેકર્સ ભૂલ કરી બેસતા હોય છે.

આ ફિલ્મનો જોકે સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એ ગણી શકાય કે ફિલ્મ મલ્ટિપ્લેક્સ અને મોટા શહેરના ઑડિયન્સને જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. માસ અપીલના અભાવને કારણે ફિલ્મ તમામ લોકો સ્વીકારી શકશે એવું ન કહી શકાય. ગીતો ફિલ્મમાં સ્ટોરી સાથે જ રાખવામાં આવ્યાં છે અને ટાઇટલસૉન્ગ તથા ‘આન્ટી જી...’ સિવાયનાં ગીતો ફિલ્મ પૂરતાં જ સીમિત છે.

ઇમરાન ખાનનો કન્ફ્યુઝ્ડ અને સાથે-સાથે પેરન્ટ્સના નિયમોમાં બંધાયેલા યુવાનનો રોલ ચૅલેન્જિંગ છે. તેની બૉડી-લૅન્ગ્વેજ ઘણી સારી છે, પણ એક્સપ્રેશન્સના ભાગે તે અમુક વખત હજી નબળો રહે છે. જોકે તેની કરીના સાથેની કેમિસ્ટ્રી ઘણી પસંદ કરવામાં આવશે. કરીના કપૂરને આ પ્રકારના જ અવતાર સાથે ‘જબ વી મેટ’માંં જોઈ હતી એમ ઘણા લોકોનો મત છે અને ગીતના બચપણ સામે રિયાના ઘણી મૅચ્યોર છે એ સિવાય બધું કૉમન છે પણ ખરું. આ કારણે જ આવા રોલમાં કરીનાને પસંદ કરનારા ઘણા છે અને કરીના નિરાશ નહીં કરે. બમન ઈરાની અને રત્ના પાઠક શાહ તેમના નાનકડા રોલમાં પર્ફેક્ટ છે. વિનોદ મેહરાની દીકરી સોનિયા મેહરા પણ ગેસ્ટ અપીરન્સમાં પ્રભાવશાળી છે.

ક્યારેક ફિલ્મ સ્ટોરી, મ્યુઝિક, સ્ક્રિપ્ટ અને ડિરેક્શન એ તમામ ભાગોમાં ઍવરેજ હોય; પણ એને કલાકારોની કેમિસ્ટ્રી અને સારી રીતે બનાવવામાં આવે તો એનો અનુભવ સારો રહી શકે છે. ‘એક મૈં ઔર એક તૂ’ એ કારણે જ રોમૅન્ટિક-કૉમેડીની દૃષ્ટિએ વૅલેન્ટાઇન્સ ડેનો સારો વિકલ્પ કહી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK