ફિલ્મ રિવ્યુ: 'દિલ ધડકને દો'

કલાસિક ફિલ્મનું બેસ્ટ ઉદાહરણ છે ફિલ્મ દિલ ધડકને દો, જે રીમા કાગતી અને ઝોયા અખ્તરે સાથે મળીને બનાવી છે. ઝોયા અખ્તરે તમામ સ્ટારને એકદમ પરફેક્ટલી ડીરેકટ કર્યા છે. આ એક તંદુરસ્ત ફિલ્મ કહી શકાય.
પ્રકારઃ કોમેડી/ડ્રામા


ડાયરેકટરઃ ઝોયા અખ્તર


સ્ટારકાસ્ટઃ અનિલ કપૂર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર, શેફાલી શાહ, રાહુલ બોઝ


રેટિંગઃ 4 સ્ટાર


શુભા શેટ્ટી શહા


આ ફિલ્મ તમને બે હાથ એકબીજાના હાથમાં પરોવીને વિશ્વના ઘણા રસપ્રદ પાસાઓ પર વિચારવા મજબૂર કરે છે. ફિલ્મમાં ઝોયા અખ્તર તમને થોડા સમય માટે આક્રમક પણ લાગે એક ડિરકટરના રૂપમાં પણ તેણે આ ફિલ્મમાં પારિવારિક બાબતોને ધારદાર રીતે રજૂ કરી છે, જે ભારતીય પરિવારોમાં ખુબ સામાન્ય છે અને છત્તાં આ બાબતો એટલી ગંભીર પણ છે.


રિમા અને ઝોયાએ આપણને મેહરા પરિવારની એવી સ્ટોરી આપી છે જે દરેકના પરિવારમાં જોવા મળતા ઉતાર-ચડાવ પર આધારિત છે. અનિલ કપૂર આ ફિલ્મમાં કમલ મેહરા નામના પિતાની ભૂમિકામાં છે. જે પોતે એક થોડો સ્વાર્થી, પોતાની મેળે બધુ કરનારો અને સ્વભ્રમિત વ્યકિત છે. જ્યારે માતાની ભૂમિકામાં રહેલી નિલમ એક ટિપિકલ સફરીંગ વાઈફ છે. જેને ઘરના કાર્પેટથી લઈને દરેક વ્યકિતની ખુશીનો ખ્યાલ રાખવાની આદત છે.જેના કારણે પરિવારની ખુશીઓ જળવાઈ રહે.
 


નિલમની હિંમતવાન અને સ્માર્ટ દિકરીના રોલમાં છે આયેશા (પ્રિયંકા ચોપરા) અને દિકરાના રોલમાં છે કબીર (રણવીર સિંહ). જે પોતાના પિતા જેવી લાઈફ પસંદ કરવા રણવીરને કહે છે. આયેશા માનવ (રાહુલ બોઝ) સાથે લગ્ન કરે છે. જે ઉપરથી તમને ખુબ આધુનિક દેખાય છે પણ અંદરથી તે એકદમ ટિપિકલ વ્યકિત છે. આ ફેમિલિ મેહરાની 30મી વેડિંગ એનવર્સરી ક્રુઝમાં સેલિબ્રેટ કરવા એક ટૂર પર ઉપડે છે. જ્યાં તમામ લોકો બેચેની અનુભવે છે. આ ટૂર પર કબીર ફરાહ (અનુષ્કા શર્મા)ને મળે છે. તે ત્યાં જ તેના પ્રેમમાં પડી જાય છે. જ્યારે અનુષ્કા આ જ જગ્યાએ તેના ખુબ જૂના મિત્ર સન્ની (ફરહાન અખ્તર)ને મળે છે.


dil


 
અનિલ કપૂરે કમલ મેહરાની જે ભૂમિકા ભજવી છે તે અન્ય કોઈ એકટર આટલી સારી રીતે ભજવી જ ન શકે તે વિના સંકોચે કહેવુ પડે તેમ છે. શેફાલી શાહે પણ સેન્સીટીવ મુવમેન્ટસને આબેહૂબ ભજવી છે. રણવીર અને પ્રિયંકાના પાત્ર કાબીલે તારીફ છે. આ બંનેએ એક સાથે આ રોલ ખુબ જબરદસ્ત રીતે ભજવ્યો છે. હિન્દી ફિલ્મની સિબલિંગ પેરમાં પ્રયિંકા-રણવીર એકદમ પરફોક્ટ છે. આ બંને તમને સ્ક્રિન પર વધારે સમય દેખાશે. અનુષ્કા શર્મા, રાહુલ બોઝ અને ફરહાન અખ્તરે પણ સારો સપોર્ટ આપ્યો છે આ ફિલ્મને.


આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટને પસંદ કરવાથી લઈને તેમની પાસેથી પરસેવો પડાવી લે તેવુ સુંદર કામ કઢાવવા બાબતે ઝોયાને તમારે શાબાશી આપવી જ પડે. આ ફિલ્મમાં ન્યૂકમર રિધ્ધિમા સુરી, ઝરીના વહાબે પણ પોતાના કેરેકટરને સારી રીતે ભજવ્યુ છે.ફરહાન અખ્તરે ફિલ્મના ડાયલોગ્સ ખુબ જ શાંતિ પૂર્વક લખ્યા છે અને તેમાં રહેલા હ્યુમરને પણ બરાબર રીતે જાળવ્યુ છે.

ફિલ્મમાં ક્રુઝના મનોહર દર્શયો પણ છે. આ ક્રુઝની સફરમાં તમે તુર્કી, ફ્રાન્સ, સ્પેન, તુનેસિયા અને ઈટલીની ઝલક મળવી શકો છે. આની સાથે ફિલ્મની જર્ની તમને ઈન્ડિયન ફેમિલિની સફરીંગની વાત પણ ખુબ સારી રીતે સમજાવી જાય છે.

આ ફિલ્મ તમને શરૂઆતમાં જેટલી મનોરંજન પૂર્ણ લાગે છે તેટલી જ જેમ આગળ વધે તેમ સંબંધોની ગહનતાને સમજાવતી જાય છે. ફિલ્મ ચોક્કસથી એકવાર જોવા જેવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK