ફિલ્મ-રિવ્યુ - દંગલ

૧૬૦ મિનિટમાં તમારી આંખ  ભાગ્યે જ પલકારો મારી શકશે

dangal


મયંક શેખર

ઍક્ટર-પ્રોડ્યુસર આમિર ખાને પચીસથી વધુ વર્ષની તેની કરીઅરમાં કેટલીક અદ્ભુત સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. આમિર ખાનની સ્ક્રિપ્ટની સમજણ સરળ ફૉમ્યુર્લામાં કેટલાકને રસ પડશે એવું લાગે છે.

આમિર ખાને અમને એક વખત કહ્યું હતું કે તે જ્યારે સ્ક્રિપ્ટ વાંચતો કે સાંભળતો હોય છે ત્યારે હવે પછી શું થશે એ જાણવાની જ ઉત્કંઠા તેને હોય છે. અન્ય બાબતો ઉપરાંત હવે શું થશે એ સવાલ પણ સ્ક્રિપ્ટ વાંચતી કે સાંભળતી વખતે આમિરના દિમાગમાં થતો રહે તો સ્ક્રિપ્ટ તેને પસંદ પડે છે.  હું આ વાત શા માટે જણાવી રહ્યો છું? સાચું કહું તો ‘દંગલ’નું ટ્રેલર તમે જોયું હશે તો આ ફિલ્મમાં શું બનવાનું છે એ તમે બરાબર જાણી શકશો. એ દૃષ્ટિએ આ ફિલ્મ મહિલા સશક્તિકરણની છે. આ ફિલ્મમાં ભારતમાં મહિલાઓ સંબંધી સૌથી નીચા સૂચકાંકો ધરાવતા ગ્રામીણ હરિયાણાનું બૅકગ્રાઉન્ડ હોવાને કારણે ફિલ્મનું વિષયવસ્તુ વધારે રસપ્રદ અને સમયસરનું બને છે. બાત ખતમ.

આ ફિલ્મમાં બે યંગ ગલ્ર્સની વાત છે. એ છોકરીઓને તેમના પપ્પા-કમ-ટ્રેઇનિંગ કોચ રેસલિંગ એટલે કે કુસ્તી લડવાની ટ્રેઇનિંગ આપે છે અને એ બન્ને છોકરીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડમેડલ અપાવવા કૃતનિશ્ચય છે. ગોલ્ડ મેડલથી ઓછું કંઈ તેમને મંજૂર નથી.

જક્કી કહેવાય એટલી હદે શિસ્તપ્રેમી કોચ અને તેમની દોરવણી તળે તૈયાર થતા એકદમ પરિશ્રમપ્રેમી શિષ્યોની ફિલ્મોનો પણ એક ખાસ વર્ગ હોય છે. એવી ફિલ્મને સ્ર્પોટ્સ ફિલ્મ કહેવામાં આવે છે. ભગવાન જાણે ભૂતકાળમાં આપણે આવી કોણ જાણે કેટલી ફિલ્મો જોઈ હશે. કુસ્તીબાજ મહાવીર ફોગટ અને તેમની બે દીકરીઓ ગીતા તથા બબિતા ફોગટની બહુ જાણીતી કથા પર આધારિત છે આ ફિલ્મ. મહાવીર ફોગટે અનેક તકલીફોનો સામનો કરીને તેમની દીકરીઓને ઉસ્તાદ કુસ્તીબાજ બનાવી હતી અને એ દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું હતું.

  • આ ફિલ્મ જોતી વખતે ક્યારેક તમે સ્મિત કરો છો, ક્યારેક તમારી આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે અને ક્યારેક તમે તમારા નખ ચાવવા લાગો છો


અચ્છા. એ પછી ખરેખર શું થયું હતું? વેલ, એની વાત હું તમને કહું છું. ૧૬૦ મિનિટની આ ફિલ્મ નિહાળતી વખતે તમારી આંખ પલકારો મારી શકતી નથી, ક્યારેક તમે સ્મિત કરો, ક્યારેક તમારી આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે અને ક્યારેક તમે તમારા નખ ચાવવા લાગો છો. આ ફિલ્મ રેસલિંગની રમત અને એની ઝીણી-ઝીણી બાબતો સાથે આપણો સુંદર રીતે પરિચય કરાવે છે. કેટલીક મહત્વની પળો, કેટલાક ટર્નિંગ પૉઇન્ટ્સ, બન્ને છોકરીઓનો તે નાની હતી ત્યારથી મોટી થઈ ત્યાં સુધીનો પ્રેરક પર્ફોર્મન્સ અને વૃદ્ધ પપ્પા તરીકે આમિર ખાનનો અભિનય એ બધું સાથે મળીને દર્શકોની લાગણીને કઠપૂતળીના ખેલના ઉસ્તાદની માફક અંધારિયા થિયેટરમાં જકડી રાખે છે.

‘તારે ઝમીન પર’ (૨૦૦૭)માં પણ આપણે લાગણીના આવા ચડાવઉતાર નિહાળ્યા હતા. આ વાક્ય લખવાનો હેતુ આ ફિલ્મના ઓછા જાણીતા ડિરેક્ટર નિતેશ તિવારીની મહેનતને ઓછો આંકવાનો હરગિજ નથી. નિતેશ તિવારીએ ‘ચિલ્લર પાર્ટી’ (૨૦૧૧) વિકાસ બહલ સાથે ડિરેક્ટ કરીને ડિરેક્શનક્ષેત્રે પગરણ કર્યા હતાં. એ પછી વિકાસ બહલે ‘ક્વીન’ (૨૦૧૪) અને ‘શાનદાર’ (૨૦૧૫) બનાવી હતી, જ્યારે તિવારીજીએ ‘ભૂતનાથ રિટર્ન્સ’ (૨૦૧૪) બનાવી હતી.

આ તેમની ત્રીજી ફિલ્મ છે. એ દરમ્યાન બીજું શું જોવા મળ્યું હતું? આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી એ પહેલાં એની નિર્માણકથાનો વિડિયો ઑનલાઇન મૂકવામાં આવ્યો હતો. એ ચતુરાઈભરી ચાલ હતી, કારણ કે વર્લ્ડ ક્લાસ ઍથ્લીટ્સ જેવા લાગવા માટે ઍક્ટર્સ તાલીમ લેતા હોય એનો વિડિયો જ ગીતા અને બબીતાની વાતને ગામના અખાડામાંથી સિન્થેટિક મેટ્સ પર અને ત્યાંથી ગ્લોબલ એરિનામાં એમ તબક્કાવાર સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. ગીતાનું પાત્ર ભજવતી ફાતિમા કે બબીતાનું પાત્ર ભજવતી સાન્યા પ્રોફેશનલ રેસલર કે હરિયાણવી નથી એવું આ ફિલ્મમાં એકેય ક્ષણ માટે નથી લાગતું.

તેમની ઉપર છે શાંત, કઠોર; પણ ભાગ્યે જ ગાળો બોલતા હરિયાણવી પપ્પા મહાવીર. આ ફિલ્મમાં મહાવીરના આયુષ્યમાં ૩૦ વર્ષનો વધારો થાય છે. આ ફિલ્મના એ પાત્રમાં પણ ગોળમટોળ, ફાંદવાળા અને ચતુરાઈપૂર્વક અર્થસભર અભિવ્યક્તિ કરતા આમિર ખાને ‘ધૂમ ૩’ (૨૦૧૩) અથવા ‘ગજની’ (૨૦૦૮) જેવી જ ઉત્સુકતા પ્રગટ કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ક્રિસમસ દરમ્યાન તેની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવતી રહી છે. આ વર્ષે પણ ક્રિસમસ દરમ્યાન જ આમિર ખાન ભારતીય દર્શકોને ‘દંગલ’માં કુસ્તીના કુશળ દાવપેચ થિયેટરમાં નિહાળવા લલચાવી રહ્યો છે. આનાથી વધુ કંઈ કહેવાની જરૂર મને લાગતી નથી. તમે આ ફિલ્મ આમ પણ નિહાળવાના જ છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK