ફિલ્મ રિવ્યૂ : કેલેન્ડર ગર્લ્સ

મધુર ભંડારકરની આ ફિલ્મ પેજ3, ફેશન અને હિરોઈન જેવી ગ્લેમર ફિલ્મોનું મિશ્રણ છે


celendar girl


અજય બ્રહ્માત્મજ

મુખ્ય કલાકાર : આકાંશા પુરી, અવની મોદી, કાઈરા દત્ત, રુહી સિંહ, સતરૂપા

દિગ્દર્શક : મધુર ભંડારકર

સંગીત : અમાલ મલીક, મીત બ્રધર્સ

સ્ટાર : 2.5


મધુર ભંડારકરની ત્રણ ફિલ્મ, પેજ3, ફેશન અને હિરોઈન. આ ત્રણેય ફિલ્મોને એક ડબ્બામાં પુરીને જોરથી હલાવામાં આવે અને કાગળ પર પલટી નાંખવામાં આવે તો દ્રશ્ય અને ચરિત્રની હેરફેરથી  કેલેન્ડર ગર્લ્સની કહાની ઉભરી આવશે.

મધૂર ભંડારકરની શૈલી ઘણી રસપ્રદ છે, પણ આ ફિલ્મમાં પેજ3, હિરોઈન અને ફેશન જેવી જ શૈલી છે. જેથી દર્શકોને કંઈ નવું મળશે નહીં. તે ગ્લેમરની દુનિયાની ચમક છે. જે મધૂર ભંડારકરે અગાઉની ફિલ્મોમાં તેની હકીકત દર્શાવી છે.ગ્લેમરની ચમક તમને જોવાની ગમતી હોય તો ફિલ્મ પણ તમને મજા આપશે.

મધુર ભંડારકરે હૈદરાબાદ, કોલકતા, રોહતક, પાકિસ્તાન અને ગોવાની પાંચ યુવતીઓનાં કિરદાર માટે  નંદિતા મેનન, પરોમા ઘોષ, મયૂરી ચૌહાણ, નાજનીન મલિક અને શૈરોન પિંટો પર પસંદગી ઉતારી છે. ગ્લેમરની દુનિયા આવી ગયા બાદનો સંઘર્ષ અને ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન પામવા કરવો પડતો સંઘર્ષ આં બને પરિસ્થિતિમાં પસાર થનારા પાત્ર અને કેલેન્ડર ગર્લ્સ બનવા સુધીની કહાની આ ફિલ્મમાં છે.

આ  ફિલ્મની કહાની ગીત ખ્વાહિંશોમાં સ્પષ્ટ જણાઈ આવે છે. ફિલ્મનો સાર છે - કહાં લે આઈ ખ્વાહિશે, દર્દ કી જો યે બારિશેં, હૈ ગલતી દિલ કી યા ફીર, હૈ વક્ત કી સાજિશેં.

પરોમા, નાજનીન અને શૈરોનનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રીઓને પોતાના સારા પ્રદર્શનની ભરપૂર તક મળી છે. સતરૂપા, અવની મોદી અને કિયારા દત્તાએ પોતાનું પાત્ર સમજીને નિભાવ્યું છે. ફિલ્મનાં મોટાભાગના દ્રશ્યમાં તેમને સુંદર અને આકર્ષક દેખાવાનું છે. જેથી કરીને દિગ્દર્શકે અભિયનથી સવિશેષ મેક-અપ અને  રૂપ પર ધ્યાન આપ્યું છે.

ફિલ્મ જોતી વખતે સમાજમાં હાજર રહેલા એ પ્રકારનાં પાત્રને ઓળખી શકાય છે. મધૂર ભંડારકરની ફિલ્મોમાં સ્થિતિઓનાં કારણની તપાસ થતી નથી,નજરે ચઢી રહેલી ઘટનાઓમાં જ પાત્રોનાં  જીવનનું ચિત્રણ હોય છે.

સમય : 130 મિનિટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK