ફિલ્મ રિવ્યુઃ 'બોમ્બે વેલવેટ'

'બોમ્બે વેલવેટ' શાનદાર ફિલ્મ છે. આ ફિલ્મ શરૂઆતથી જ તમને શહેરના 50 અને 60ના દાયકામાં લઈ જાય છે. ફિલ્મમાં તે સમયના રંગોને બખુબી કંડારવામાં આવ્યા છે.



પ્રકાર- ડ્રામા

ડાયરેકટર- અનુરાગ કશ્યપ

કાસ્ટ- રણબીર કપૂર, અનુષ્કા શર્મા, કરણ જોહર, મનિષ ચૌધરી, કે કે મેનન

રેટિંગ- 3.5


આ ફિલ્મ તમને ખુબ એક વિચિત્ર દુનિયામાં લઈ જાય છે. જ્યા એક ખુબ ભોળા વ્યક્તિઓ છે જે પોતાની જાતને એન્ટરટેઈન્ટ કરવા બોક્સિંગની દુનિયામાં પ્રવેશે છે. બીજી તરફ એવી સ્ત્રીઓ પણ છે જે પોતાની ઓળખ માટે સંઘર્ષ કરી રહી છે.

પ્રોડકશને ફિલ્મની ડિઝાઈન એ રીતે બનાવી છે કે તમને  આ ફિલ્મમાં બોમ્બેનો 50 અને 60નો દશકો બરાબર યાદ આવી જાય અને આ માટે કોઈ પણ કસર છોડવામાં આવી નથી. ફિલ્મના મ્યૂઝિક ડાયરેક્ટરે (અમિત ત્રિવેદી) બખુબી રીતે ઝાઝ મ્યૂઝિક પિરસ્યુ છે.એવુ પણ કહી શકાય કે ઝાઝ મ્યૂઝિક માટે અમિતે જાદુ પાથર્યો છે.

બોમ્બે વેલવેટ એક સંઘર્ષ કરતા યુવા બોક્સર જોની બલરાજ (રણબીર કપૂર)ની અને તેના વિશ્વસનિય મિત્ર ચિમન (સ્તયદીપ મિશ્રા)ની કહાની છે. જોની તેની આસપાસની શરમજનક અને સંઘર્ષભરી દુનિયામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે. તે એક બીગ શોટ માટે કોઈ પણ હદે જવા તૈયાર થઈ જાય છે. જોનીની નિરાશા એક મોટુ પરિણામ સર્જે છે. તેનો એક હોશિયાલ દલાલ કેઝાદ ખમ્ભાતા (કરન જોહર) ખુબ ઉપયોગ કરે છે, અને એજ અરસામાં જોની જાઝ સિંગર રોઈઝી (અનુષ્કા શર્મા)ને મળે છે. તે તેની સાથે ગહન રિલેશનશિપ ઈચ્છે છે. એક ન્યૂઝપેપરનો એડિટર (મનિષ ચૌધરી) રોઈઝી પર ખુબ લગામ રાખે છે.

ફિલ્મના શરૂઆતના સમયે તેની સ્ટોરી તમને ઓતપ્રોત કરી દે છે. રણબીર અને અનુષ્કાની હોટ કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ પડે તેવી છે. જો કે પહેલા કલાક સુધી તમને ફિલ્મ ગમશે પછીથી ફિ્લ્મ થોડી બોરિંગ લાગવા માંડે છે. ફિલ્મમાં ઘણી બધી ઘટનાઓ એક સાથે બને છે તેથી ધ્યાનપૂર્વક ફિલ્મ જોવી પડે તેવી છે, જો એક બે સીન છૂટી જાય તો તમે ફિલ્મ કઈ બાજુ આગળ વધી રહી છે તે જ વિચારતા રહેશો. ફિલ્મ સેકન્ડ હાફમાં તમને કંટાળાજનક લાગે છે. થોડા પાર્ટ જોતા ફિલ્મમાં ગોટાળો હોય તેવુ પણ લાગી શકે.

જોનીનો રોલ રણબીર કપૂરે જોરદાર રીતે ભજવ્યો છે. તેણે આ રોલમાં પોતાના પ્રાણ રેડી દીધા છે. ગુસ્સો, જીદ, વિરોધાભાસ તમામ પાસાઓ તેણે બખુબી નિભાવ્યા છે. અનુષ્કા શર્માએ પણ રોઈઝીના રોલમાં સુંદર અભિનય આપ્યો છે. તે એવી ભૂમિકામાં છે જ્યા જાણે અજાણે તે પુરૂષોના અત્યાચારનો ભોગ બનતી રહે છે. અને આ સફરમાં તે જોનીના પ્રેમમાં પડી જાય છે. સ્તયાદીપ મિશ્રાએ જોનીના મિત્રની જોરદાર ભૂમિકા ભજવી છે.

કરન જોહરે તેના રોલને સારી રીતે પ્લે કરવાનો પ્રયાસ કર્યો છે પણ જોઈએ તેવો ટવિસ્ટ તે નથી લાવી શક્યો. જો કે કરન જોહરને બાદ કરો તો કે કે મેનને સારી ભૂમિકા ભજવી છે. જો કે તેનો નાનકડો રોલ પણ તેણે ખુબ પ્રામાણીકતા પૂર્વક ભજવ્યો છે. તેમ છતા તેણે પોતાના રોલની અસર છોડી છે.

બોમ્બે વેલવેટ એક રોલર કોસ્ટર જેવી ફિલ્મ છે. જે તમને જેટલી ઉંચાઈ લઈ જાય છે એટલી જ રીતે નીચે લઈ આવે છે. જો કે ફિલ્મમાં સગીત છેક સુધી તમારી સાથે રહે છે. તમારા અનુભવ માટે એકવાર જોવા જેવી છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK