ફિલ્મ રિવ્યુ : 'બ્લડ મની'માં થશે ફ્લડ મની

નવા કૉન્સેપ્ટ છતાં એક્સાઇટિંગ ક્ષણો વગરની સ્ટોરી અને બૉલીવુડમાં ઘણી વખત ઉપયોગ કરવામાં આવેલી રાઇટિંગ-સ્ટાઇલને કારણે ‘બ્લડ મની’ ટાળવા બરાબર

 

 

blood-moneyમહેશ ભટ્ટના દિગ્દર્શન કે પ્રોડક્શનની ફિલ્મોમાં એક્સાઇટિંગ સ્ટોરીલાઇનની સાથે-સાથે અમુક વર્ગની લાગણી અને સેન્સરના નિયમોના ધજાગરા કરીને પણ દર્શકોને એન્ટરટેઇનમેન્ટ આપી શકવાની ક્ષમતા હોય છે. ‘સારાંશ’ કે ‘નામ’ના સમયથી અત્યારની ‘મર્ડર’ કે ‘રાઝ’ સિરીઝ એનાં ઉદાહરણ છે. જોકે ગઈ કાલે રિલીઝ થયેલી ‘બ્લડ મની’ની સ્ટોરી પ્રૅક્ટિકલ કે રિયલ બાબતો બતાવવાની પૂરતી કોશિશ છતાં નબળી સાબિત થાય છે. બૉલીવુડમાં સંજય દત્તની ‘નામ’ અને હૉલીવુડની લિયોનાદોર્ દિકાપ્રિયોની ‘બ્લડ ડાયમન્ડ’ પરથી ઓછા-વત્તા અંશે પ્રેરિત ગણવામાં આવતી ફિલ્મમાં એ બન્ને ફિલ્મોનું મિશ્રણ કરી મૉડર્નાઇઝેશનનો છંટકાવ કરવામાં આવ્યો છે એમ કહીએ તો જરાપણ અતિશયોક્તિ નહીં હોય.

 

review-2starમુંબઈમાં ગરીબીમાં જીવેલા, પણ પૈસાદાર અને પાવરફુલ બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા કુણાલ (કુણાલ ખેમુ)ને સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં જૉબ મળે છે. વાઇફ આરઝૂ (અમિ્રતા પુરી) સાથે તે આ શહેરમાં પહોંચે છે ત્યારે સપના જેવી લાગતી જિંદગી કઈ રીતે એક પછી એક ચાલથી તેમના જીવન સાથે રમત રમે છે એ સ્ટોરી પરથી ફિલ્મ બનાવવામાં આવી છે.

 

શરૂઆતમાં સારી રીતે ડેવલપ કરવામાં આવેલી સ્ટોરીમાં નવીનતાનો અભાવ હોવાથી એક સમય પછી બધું આપણે વિચારેલું જ બને છે. ક્લાઇમૅક્સ પણ અતિસામાન્ય બનાવવામાં આવી છે. સ્ટોરીની વચ્ચે આવતા ઇમોશનલ હાઈ-ડ્રામાના બૉલીવુડમાં પાછા વળતા દિવસો છે એ ફિલ્મમેકર્સે સમજવું જોઈએ. જ્યારે અલગ સ્ટોરી-કૉન્સેપ્ટ સાથે ફિલ્મ બની છે ત્યારે એને અનુરૂપ જ રાઇટિંગ થવું જોઈએ એ તો હવે મૂળભૂત જરૂરિયાત છે. જોકે અમુક વન-લાઇનર્સ સારી છે, પણ એના આધારે કિનારે ન પહોંચી શકાય.

 

ફિલ્મને બચાવનારો એક ભાગ હોય તો સંગીત છે. ‘જો તેરે સંગ...’, ‘ચાહત...’ અને ‘ગુનાહ...’ ધીમે-ધીમે પોતાનું સ્થાન મેળવી રહ્યાં છે. ફિલ્મને જોવાલાયક બનાવી શકે એમાં બીજું કારણ હોય તો ઍક્ટિંગ છે. કુણાલ ખેમુ તેના વિકાસ સાથે બૉલીવુડમાં પણ ડેવલપ થઈ રહ્યો છે એનું સારું ઉદાહરણ છે. આ ફિલ્મમાં તેની પાસેથી શું આશા રાખવામાં આવી છે એ તેને ખબર છે. નબળી ક્લાઇમૅક્સ હોવા છતાં એ દરમ્યાન તેની ઍક્ટિંગ તાળીઓને હકદાર છે. અમિ્રતા પુરીએ ‘આઈશા’માં પોતાના રોલથી પ્રભાવિત કર્યા તો હતા જ અને આ ફિલ્મમાં તે યોગ્ય કન્ટ્રોલ સાથેનાં એક્સપ્રેશન્સ વડે પોતાના રોલને ન્યાય આપે છે.

 

‘રૉકેટસિંહ-સેલ્સમૅન ઑફ ધ યર’માં રણબીર કપૂરના બૉસનો રોલ કરનારા ઍક્ટર મનીષ ચૌધરીએ આ ફિલ્મમાં પણ બૉસ તરીકે વિલનનો રોલ કયોર્ છે. આ ઍક્ટર સીનમાં હોય ત્યારે તેના પરથી નજર ન હટી શકે એવી ઍક્ટિંગ તેણે કરી છે. મિયા ઉયેદા માત્ર હૉટ-સીન માટે ફિલ્મમાં છે એમ કહી શકાય.

 

ડાયમન્ડ માફિયા અને વાઇટ-કૉલર સ્મગલિંગ પર બનેલી આ ફિલ્મ ‘મની’ વસૂલ કરાવી શકે એવી જરૂર નથી.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK