ફિલ્મ રિવ્યુ: 'બજરંગી ભાઈજાન '

સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન 'ને જોવા માટેના અનેક પ્રકાર હોઈ શકે છે. પોપ્યુલર સ્ટાર સલમાનની ફિલ્મ સમીક્ષાથી પર હોય છે. સલમાન ખાનની એક અલગ શૈલી છે. તે વાત જ એક ફોર્મૂલા જેવી બની ગઈ છે.


film reveiew





અજય બ્રહ્માત્મજ


સ્ટાર કાસ્ટઃ સલમાન ખાન, કરીના કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી, હર્ષાલી મલ્હોત્રા


નિર્દેશકઃ કબીર ખાન


પ્રકારઃ ડ્રામા


સ્ટરઃ 4



'વોન્ટેડ' બાદ તેની આ ફિલ્મમાં એક અલગ ફોર્મુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિર્દેશક બદલાય છે પરંતુ સલમાન ખાન તે જ રહે છે. 'બજરંગી ભાઈજાન' વિશે એવુ કહી શકાય તે ફિલ્મનો સ્વાદ બદલાયો છે અને ફિલ્મનો પ્રભાવ પણ બદલાયો છે. કબીર ખાને ખુબ ચાલાકી પૂર્વક સલમાનની છબીનો ઉપયોગ કર્યો છે અને પોતાની વાત સરળ રીતે કહી દીધી છે. આ સરળતામાં તર્ક ડૂબી જાય છે.
 
'બજરંગી ભાઈજાન' એકદમ સહજ રીતે ભારતીય અને પાકિસ્તાની સમાજમાં વર્ષેથી રહેલી ગલતફેમીઓને રજૂ કરે છે. પોપ્યુલર કલ્ચરમાં આનાથી વધારે આશા રાખવી ઉચિત નથી. સિનેમા સમાજને પ્રભાવિત જરૂર કરે છે, પરંતુ દુષ્પ્રભાવ જ વધારે જોવા મળે છે. જો સારોપ્રભાવ પડે તો 'બજરંગી ભાઈજાન'નો સ્પષ્ટ સંદેશ છે કે બંને દેશોની જનતા નેકદિલ અને માનવીય છે.

પવન કુમાર ચતુર્વેદી (સલમાન ખાન) ઉર્ફે બજરંગી મધ્યમવર્ગીય હિંદૂ પરિવારમાં ઉછરેલો છોકરો છે. તે બજરંગ બલીનો ભક્ત અને સાચો તથા ઈમાનદાર માનવી છે. તેના પિતા કમાણી અર્થે તેને દિલ્હી જવાની સલાહ આપે છે. દિલ્હી પહોંચતાની સાથે જ પવનની મુલાકાત રસિકા સાથે થાય છે. બંને વચ્ચે પ્રેમના બીજ રોપાય છે. આ સમયગાળા દરમ્યાન એક મૂંગી છોકરી તેમના જીવનમાં પ્રવેશે છે. ખોવાયેલી છોકરીને તેના માતા-પિતા સાથે મિલાપ કરાવવામાં બજરંગી જ ફસાઈ જાય છે. કહાની આગળ વધે ત્યારે ખબર પડે છે કે આ છોકરી પાકિસ્તાનની છે.

સરલ સ્વભાવનો પવન તેને પાકિસ્તાન તેના ઘરે પહોંચાડવાની જીદે ચડે છે. ત્યારબાદ ફિલ્મમાં જલ્દીથી કહાની આગળ વધે છે. ઘણી જગ્યાએ તર્ક અને કારણોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. લેખક-નિર્દેશક ઝડપથી પોતાના ધ્યેય સુધી પહોંચવા ઈચ્છે છે. તે દર્શકોને ભાવનાત્મક રીતે ઝકડી રાખવા ઈચ્છે છે. તેમાં તેમની સહાયતા પાકિસ્તાની ટીવી રિપોર્ટર ચાંદ કરે છે. ફિલ્મ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે દર્શકોની આંખોમાં આંસુ ચોક્કસ જોવા મળે છે. મૂંગી બાળકી જેને પવન મુન્ની કહે છે જે પોતાના મા-બાપની શાહિદા છે, તેનો છેલ્લો પોકાર દર્શકોને હચમચાવી દે તેવો છે.

'બજરંગી ભાઈજાન' હિંદી સિનેમાના ઈતિહાસની એવી ખાસ ફિલ્મોમાંથી એક છે, જેમાં પાકિસ્તાનને દુશ્મન દેશ તરીકે ચિતરવામાં નથી આવ્યો. દેશભક્તિના નામ પર ગાળો આપવામાં નથી આવી. આ ફિલ્મમાં એવી ધારણાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે ગલતફેમી ઉભી થાય છે. બંને દેશોના શાસકો અને રાજનીતિક શક્તિઓએ આના ઉપર વૈમન્સ્ય વધાર્યુ છે. 'બજરંગી ભાઈજાન' માનવીય અને સૌહાર્દપૂર્ણ રીતે તે જ ધારણાઓને છેડે છે. ગલતફેમીઓ બંને તરફે છે. ભારતમાં રહેવાને કારણે આપણે આપણી ખામીઓથી પરિચિત છીએ અને પાકિસ્તાન પહોંચી ત્યાંથી ગલતફેમીથી આપણે રૂબરૂ થઈએ છીએ. આ ફિલ્મમાં સરહદ પર રચાયેલી કાંટાળી વાડના દરવાજા ખુલે છે. 'બજરંગી ભાઈજાન' બંને દેશોને નજીક લાવવાનો નેક પ્રયાસ છે.

કલાકારોમાં હર્ષાલી મલ્હોત્રા પોતાની માસૂમિયતથી સૌના દિલ જીતી લે છે. તે મૂંગી છે, પરંતુ આંખો અને ચેહરાથી પ્રેનો ઈઝહાર કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકીની મોજુદગી ફિલ્મની રોચક વધારે છે. તે દર્શકોને મોહી લે છે. તેના અભિનયમાં સાદગી છે. સલમાન ખાનનો રોલ ખુબ સરળ છે અને સાથે એટલો જ પ્રભાવશાળી છે. કરિના કપૂરનુ ફિલ્મમાં હીરોઈનનુ હોવુ હોય તેવુ લાગે છે. તેનો કોઈ ખાસ પ્રભાવ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK