ફિલ્મ રિવ્યુ: 'બદલાપુર'

શ્રીરામ રાધવનની આ ફિલ્મ નામ પ્રમાણે જ બદલા પર આધારિત પૃષ્ઠભૂમિ પર બનેલી છે. આ ફિલ્મમાં બદલાપુરના એકટર રઘુ (વરૂણ ધવન)ની પત્ની અને બાળકોની હત્યા થઈ જાય છે.ત્યારબાદ રઘુ પોતાના પરિવારના માર્યા ગયેલા લોકોનો બદલો લેવા નિકળી પડે છે. ફિલ્મમાં વરૂણની પત્નીની ભૂમિકામાં યામી ગૌતમ છે.અન્ય કલાકારોએ વિવિધ ભૂમિકાઓ ભજવી છે.




પ્રકારઃ ક્રાઈમ,ડ્રામા,થ્રિલર


ડાયરેકટરઃ શ્રીરામ રાઘવન


કાસ્ટઃ વરૂણ ધવન,નવાઝુદ્દીન સિદ્દિકી,યામી ગૌતમ,હુમા કુરેસી,રાધિકા આપ્ટે,દિવ્યા દત્તા


રેટિંગઃ 4 સ્ટાર


શ્રીરામ રાઘવનની આ ફિલ્મ ક્રાઈમ ડ્રામા અને થ્રિલરનો સંગમ છે.ફિલ્મને એક ખાસ આવડતથી બનાવાવમા આવી છે.ફિલ્મનુ સંપૂર્ણ પ્રકારે વિવરણ કરવુ ઘણુ મુશ્કેલ છે માટે આ ફિલ્મને થિએટરમાં જોવી જ રહી.ફિલ્મની વાસ્તવિકતા એ છે કે આ ફિલ્મ તમારા હૃદયને કંયાક ને ક્યાંક સ્પર્શી જાય છે.

ફિલ્મમાં સ્ટોરી લાઈન માટેની જે સ્ટાઈલ પસંદ કરવામા આવી છે તે થોડી ગળે ન ઉતરે તેવી છે. કોઈ પણ સીન તેની વાત પૂરી કરે તે પહેલા જ તેને કાપી નાંખવામાં આવે છે. ઘણા સીન એવા છે જે ઈમોશન્સની ચરમસીમા સુધી પહોંચતા જ નથી.ફિલ્મની ગતિની જાળવી રાખવાની ઘણી કોશિશ કરવામાં આવી છે.પણ દર્શકો સુધી ફિલ્મનો સીન પહોંચે ત્યાં જ તે કટ થઈ જાય છે.

ઈંટરવલ પહેલા કહાની ધીરે ધીરે આગળ ધપે છે.માટે ફિલ્મ થોડી ઢીલી લાગે. ફ્લેશબેક પર જવા માટે નિર્દેશકે જે શોટ્સનો ઉપયોગ કર્યો છે તે ઘણી જગ્યાએ ખૂબ નાના છે.ઘણી વાર તમને એમ લાગે કે કદાચ ભૂલથી આ સીન પડદા પર આવી ગયો. ફિલ્મની કહાનીને સમજવા માટે તમારે એ વિચારવુ જ પડે કે શું થઈ રહ્યુ છે.તે સારુ પણ છે અને ખરાબ પણ છે.આ થોડી ખામીઓ ફિલ્મમાં તમને જણાશે.

હવે જો વાત કરવામાં આવે ફિલ્મની ખુબીની તો તેમાં સૌથી સારો પોઈન્ટ એ છે કે તમે એ જરાય જાણી શકતા નથી કે આગળના સીનમાં શુ થસે.ફિલ્મની ઘટનાઓ તમે વિચારી રહ્યા હો તેના કરતા વિપરીત ઘટે છે. ફિલ્મના દરેક કલાકારોનો અભિનય સારો છે.પરંતુ તમને નવાઝુદ્દીન સિદ્દીકીનો અભિનય ખુબ ગમશે. જો વરૂણ ધવનની વાત કરીએ તો તેના વખાણ કરવા જ રહ્યા.તેણે પોતાની કરિયરની શરૂઆતમાં આવો રોલ કરવાની હિંમત બતાવી તે કાબીલે તારીફ છે. જો કે ફિલ્મના ઘણા સીન જોઈને લાગે કે વરૂણ હજી પણ ઘણી વધારે મેહનત કરી શક્યો હોત.આ ઉપરાંત દિવ્યા દત્તા,રાધિકા આપ્ટે એ તમામની એકટિંગ પણ સારી છે. ફિલ્મના બે ગીત કરદા...અને જીના જીના... સારા છે.તેની સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ઘણુ સારુ છે.


ફિલ્મમાં ડકૈત લાયકના રોલમાં નવાઝુદ્દીન છે.જ્યારે હરમનના પાત્રમાં વિનય પાઠક છે.લાયકની સેક્સ વર્કર પ્રેમિકામાં હુમા કુરેશી છે.લાયકની માં,લાયક અંગે જે જાણકારી મેળવવામાં લાગેલી એક જાસુસ,લાયકના છુટાકાની કોશિશમાં લાગેલી એક સોશયલ વર્કરના રૂપમાં કામ કરે છે દિવ્યા દત્તા.હરમનની પત્નીના રોલમાં છે રાધિકા આપ્ટે.આખરે ફિલ્મ ખરેખર થિએટરમાં એકવાર જોવા જેવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK