ફિલ્મ રિવ્યું: 'બેબી'

આ એવી ફિલ્મ છે કે જેમ જેમ તે પૂર્ણતાને આરે આવે તેમ તેમ તમારા વિચારોને પણ અટકાવી દે.આ ફિલ્મ જેમ આગળ વધે છે તેમ તમારા ધબકારા અટકાવી દે,મો માંથી એક શબ્દ પણ ન બોલી શકો તેટલા એકાગ્ર થઈ જાઓ.



(શુભા શેટ્ટાી સહા)


પ્રકારઃ એકશન-ક્રાઈમ-મિસ્ટ્રી
ડાયરેકટરઃ નિરજ પાંડે
કાસ્ટઃ અક્ષય કુમાર,અનુપમ ખેર,ડેની ડેઝપ્પા,રાના દુગ્ગુબતી,તાપસી પન્નુ,કે કે મેનન
રેટિંગઃ 4 સ્ટાર


બેબી ફિલ્મ નિરજ પાંડેની બીજી મોટી સફળતા છે.નિરજ પાડેનુ સૌથી મોટુ સાહસ એ છે કે પાકિસ્તાનમાં ધબકતા આતંકવાદને તેમણે બખુબી વણી લીધો છે.આમાં સત્યને જરાય વેગળુ રાખવામાં નથી આવ્યું.આ ફિલ્મમાં એ સત્યોને ઉજાગર કરવામાં આવ્યા છે કે આતંકવાદને ન તો કોઈ ધર્મ છે અને ન તો કોઈ પ્રાંત.


'બેબી' આતંકવાદી પ્રવૃતિ ચલાવતા સંગઠનની જાસૂસી કરતું એક ગ્રુપ નું નામ હોય છે અને તેને હેન્ડલ કરતો હોય છે ફિરોઝ અલી ખાન (ડેની ડેઝપ્પા).અજય સિંહ રાજપૂત (અક્ષય કુમાર)એ ફિરોઝનો સૌથી વિશ્વાસુ કાઉન્ટર ઈન્ટેલિજન્સ એજન્ટ હોય છે.આતંકવાદ ગ્રુપનો માસ્ટર માઈન્ડ હોય છે મૌલાના મોહમદ રહેમાન (પાકિસ્તાની એકટર રશિદ નાઝ).તે બોર્ડર એરિયા નજીક બેસતો હોય છે અને આસાનીથી યુવાનોનુ આતંકવાદ અંગે બ્રેઈનવોશ કરતો હોય છે.

ફિલ્મ એકદમ સીધા જ માર્ગે આગળ વધે છે.તેમા કોઈ બીનજરૂરી રંગો ઉમેરવામાં નથી આવ્યા.એક દેશમાંથી બીજા દેશમાં આતંકવાદ કેવી રીતે પ્રસરે છે તે ઘણી સારી રીતે વણી લેવામાં આવ્યુ છે.( ખાસ કરીને તૂર્કીથી નેપાળ અને ત્યાંથી સાઉદી અરેબીયા).અજય અને તેની ટીમ આતંકવાદનો ખાત્મો બોલાલવા જી જાન લગાવી દે છે.આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપે છે.ફિલ્મમાં અક્ષય કુમારના સ્ટંટ કાબીલે તારીફ છે.(આ સ્ટંટના ડાયરેક્ટર છે સિરિલ રફાલી).આ સ્ટંટ એ રીતે વણી લેવામાં આવ્યાં છે કે તમે એકવાર શ્વાસ લેવાનુ પણ ચૂકી જાઓ.અક્ષય કુમાર જાણે હમણા જ મોતને ભેટશે તેવો આભાસ ઉપજાવતા સ્ટંટ જોઈ તમે તેને એકશન કુમાર જ કહેશો.એક સ્ટંટ યુનીટની એજન્ટ પ્રિયા (તાપસી પન્નુ) અને જાવેદ (સુશાંત સિંહ) વચ્ચે છે જે અનફરગોટેબલ છે.એક પ્રોફેશનલ વુમન જે રીતે લોકોને ટ્રીટ કરવા જોઈએ તે જ રીતે ટ્રીટ કરે છે,તેમાં તે કોઈને પણ છોડતી નથી.


ફિલ્મમાં એકટરો દ્વારા કરાયેલા અસરકારક કામની તમામરે પ્રશંસા કરવી જ પડે તેવુ છે.તેના ધારદાર ડાયલોગ્સ તમારા મનમાં અમીટ છાપ છોડી જાય તેવા છે.ઘણા ડાયલોગ્સ અર્થ સભર અને છતાં રમૂજ ઉત્પન્ન કરે તેવા છે.(જે નિરજ પાંડે દ્વારા લખાયેલા છે.) ફિલ્મમાં એક સેકંડ માટે પણ મટકુ ન મારો તેવા ડાયલોગ્સ સાથે ભાવનાત્મક પાસાને પણ ઉમેરવામાં આવ્યા છે.આ ફિલ્મમાં અનુપમ ખેર,કે કે મેનન,તાપસી,સુશાંત,ડેની,રશિદ નાઝ તમામે ફિલ્મમાં પોતાના પ્રાણ રેડી દીધા છે.પાકિસ્તાની એકટર મિકાલ ઝુલ્ફીકર જે અશફાકની ભૂમિકામાં છે,તે ન માત્ર તમારી આંખોને ગમે તેવો ચેહરો છે પણ તમારા દિલમાં ઉતરી જાય તેવો એક ઉમદા એકટર પણ છે.અક્ષય કુમારનુ આગવુ પરફોમન્સ અને બોડી લેગ્વેજ એક ક્રુરતાભર્યા પોલીસ ઓફિસરની ભૂમિકા માટે પરફેક્ટ છે.તે આતંકવાદ સામે એક જ માઈન્ડથી વિચારતો ઓફિસર બતાવાયો છે.તે માઈન્ડ એ છે કે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવો.

ફિલ્મમાં બે ખામી ઉડીને આંખે વળગે તેવી છે એક તો બ્રાકગ્રાઉન્ડ મ્યૂઝિક જેને હજી પણ વધારે રસપ્રદ બનાવી શકાયુ હોત થોડો હળવો સ્પર્શ ઉમેરીને .બીજુ એ એક આતંકવાદીઓ પાસે લેપટોપ બતાવવામાં આવ્યુ છે,જે ફિલ્મની મોટી ઉણપ છે.તેમ છતાં ફિલ્મ અચૂક જોવા જેવી જ છે. થિયેટર સુધી દરેક દર્શકે જવુ અનિવાર્ય છે.












Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK