ફિલ્મ રિવ્યુ: 'બાહુબલી'

'બાહુબલી' એ માત્ર એક સીધીસાદી નહી પણ કલ્પના બહારની થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મની શરૂઆતથી જ તમારા પગ જમીન પરથી ખસી જશે.


bahubali


પ્રકાર: એકશન/ડ્રામા


ડાયરેકટર: એસએસ રાજામૌલી


કાસ્ટ: પ્રભાસ, રાના દગ્ગુબતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા


સ્ટાર: 4


તેના તમામ દર્શયો એકશન સભર છે. ફિલ્મમાં કાલ્પનિક કહાની કહેવાની કોશિશ ઓછી કરવામાં આવી છે. રાજામૌલીએ પોતાની ફિલ્મોમાં મુગ્ધ પ્રયાસો માટે જાણીતા છે. 'બાહુબલી' એપિક ફિલ્મ છે. લેખક અને નિર્દેશરની કલ્પનાની ઉડાન તમને પ્રભાવિત કરશે.

'બાહુબલી' એક બહાદુર દિકરાની કહાની છે. જે પોતાની મા સાથે થયેલા અન્યાયના સમાધાન માટે સાહસ અને બળનો ઉપયોગ કરે છે. એક રાજ્યમાં છળ કપટથી બાહુબલીને તેના અધિકારથી બાળપણમાં જ વંચિત કરી દેવામાં આવે છે. બાહુબલીનુ જંગલના નાગરિકો પાલન કરે છે. મોટા થતાની સાથે જ બાહુબલીની જળ પર્વત પર ચડવાની ઈચ્છા મજબુત થતી જાય છે. તેની પાલક મા તેને રોકવામાં સફળ નથી થતી. જળ પર્વત પર તેની મુલાકાત અવંતિકા સાથે થાય છે.

બંને વચ્ચે પ્રેમ પાંગરે છે, પરંતુ ફિલ્મનુ લક્ષ્ય તેનુ પતન નથી. બંનેનુ લક્ષ રાની દેવસેનાની મુક્તિ અને અધિકાર હાસિલ કરવાનુ છે. નાના પ્રેમ પ્રસંગો અને એક-બે રોમેન્ટિક ગીતોને બાદ કરતા બાહુબલી મુખ્ય લક્ષ સાથે જોડાયેલો રહે છે. બાહુબલી એ પરાક્રમની ગૌરવ ગાથા છે, જેને રાજામૌલીએ પ્રભાવશાળી બનાવી છે. આ ફિલ્મમાં દર્શયોની રોચકતા જબરજસ્ત છે. જો કે ફિલ્મમાં ચીલાચાલુ ધારણાઓનો ભરપૂર ઉપયોગ થયો છે, પરંતુ લેખક અને નિર્દેશક તેમા વધારે ઉંડા નથી ઉતરી ગયા. તે પોતાના કાલ્પનિક સંસારમાં રમે છે.

કલાકારો માટે સીજી પ્રભાવની ફિલ્મોમાં કામ કરવુ સહજ નથી. પડદા પર આપણે તેમને જે માહોલમાં જોઈએ છીએ તે માહોલ શૂટિંગ સમયે ઘણો અલગ હોય છે. એક પ્રકારે આવી ફિલ્મો માટે તેમણે શૂન્યથી જ શરૂઆત કરવી પડે છે. રાણા અને પ્રભાસની એકટિંગ કાબીલેતારીફ છે. પીરિયડ અને કોસ્ચયૂમ ડ્રામાનો પડકાર દરેક કલાકારોએ બરાબર સ્વિકારી લીધો છે. બાહુબલી મનોરંજક ચાક્ષુષ અનુભવ છે.

બાહુબલીમાં ડબિંગની ખામી છે. ઘણા સીનમાં લિપસિંક યોગ્ય નથી. સંભળાય છે કંઈક બીજુ અને હોઠના એક્સપ્રેશન પણ કંઈક અલગ હોય છે. જંગલમાં નાગરિકોને ભોજપુરી મિશ્રિત ભાષા આપવાનો તુક્કો સમજમાં નથી આવતો. બાહુબલીમાં દેવસેના જ્યારે કહે છે કે મેરા બેટા આયેગા ત્યારે સ્વાભાવિક રીતે જ કરન અર્જુનની રાખી યાદ આવી જાય છે.

જો કે તેમ છત્તા ફિલ્મની તારિફ તો કરવી જ રહી. વાસ્તવમાં એવા વિશાળકાય સેટ તૈયાર નથી કરી શકાતા. બાહુબલીમાં સીજી ઈફેક્ટથી તૈયાર કરેલો જલપ્રપાત, મહેલ, યુધ્ધનુ મેદાન અને યુધ્ધમાં વપરાયેલી ટેક્નિકન વખાણવા લાયક છે.

















Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK