ફિલ્મ-રિવ્યુ - બાદશાહો

ફક્ત ડાયલૉગ્સના શોખીનો આ ફિલ્મ થિયેટરમાં એન્જૉય કરી શકશે

baadshaho

- પાર્થ દવે

૧૯૭૫નો સમય છે. લખલૂટ સમૃદ્ધિ ધરાવતા રાજપુતાના મહેલમાં લોકો ભેગા થયા છે. જયપુરની મહારાણી ગીતાંજલિ દેવી એક રાજકારણીને દીવાલ પર તસવીરોમાં લટકતા પોતાના ગ્રેટ ગ્રૅન્ડફાધર અને ગ્રૅન્ડફાધરની બહાદુરીના કિસ્સાઓ કહી રહી છે. તેમના કારણે જ આ રજવાડાં સચવાઈ રહ્યાં છે એમ જણાવી રહી છે. તે રાજકારણી લંપટ છે. તેની લોલુપ નજરો મહારાણીના શરીર પર ફરી રહી છે. મહારાણી તેને મહેલના ખંડમાં લઈ જાય છે અને તે દુષ્ટ રાજકારણી તેની સમક્ષ અશ્લીલ માગણી કરે છે. મહારાણી તેની સામે તલવાર ઉગામે છે અને તેને ધુત્કારે છે. એ રાજકારણીનું નામ સંજીવ છે અને તે અદ્દલ સંજય ગાંધી સમો દેખાય છે! બે વર્ષ બાદ ૧૯૭૭વી ૨૫ જૂને દેશ પર ઇમર્જન્સી લાદવામાં આવે છે અને એ જ સંજીવ મહારાણી પર વેર વાળવા તેની તમામ સંપત્તિ કબજે કરવાનું ફરમાન છોડે છે...

ફિલ્મની શરૂઆતની આ ચંદ મિનિટો જોતાં એમ થાય કે તમે કોઈ સિન્સિયર અને પિરિઓડિક મૅચ્યૉર ફિલ્મ જોવા જઈ રહ્યા છો. પણ ના, એ ચંદ મિનિટો બાદ શરૂ થાય છે ઓર એક જૂની બૉટલમાં જૂની શરાબવાળી ટિપિકલ બૉલીવુડિયન મસાલા ફિલ્મ! હા જી, હજી સ્ટોરી તો શરૂ જ હવે થાય છે.

ચલો ખઝાના લૂટતે હૈં


રાજકારણી ભાઈ સંજીવ (પ્રિયાંશુ ચૅટરજી) ઇમર્જન્સી ચાલુ છે એટલે મહારાણી ગીતાંજલિ દેવી (ઇલિઆના ડિક્રુઝ)ને ઇમર્જન્સી સે બડા વૉરન્ટ કોઈ ના હૈ કહીને જેલમાં ધકેલે છે. વર્ષોથી સંગ્રહાયેલું તમામ સોનું જપ્ત કરે છે અને આર્મી દ્વારા તેનો ખજાનો દિલ્હી લઈ આવવા માટે ફોન પર હુકમ છોડે છે. જયપુરથી દિલ્હી બાય રોડ સોના-ઝવેરાતની પેટીઓ લઈ જવાની જવાબદારી સરકાર મિલિટરીમૅન મેજર સેહર સિંહ (વિદ્યુત જામવાલ)ને સોંપે છે. આ બાજુ જેલમાં બેઠેલી મહારાણીને પાકો વિશ્વાસ છે કે તેને બચાવવા તેનો પ્રેમી ભવાની સિંહ (અજય દેવગન) ક્યાંયથી પણ પહોંચી આવશે. ભવાની સિંહ જયપુરનાં મહારાણી મહારાણી નહોતાં ત્યારથી તેમનો બૉડીગાર્ડ છે. હવે તો તે બૉડીગાર્ડથી કંઈક વધુ છે. પાછું કટપ્પાની જેમ ઝબાન ઔર જાન બેઉ એકીસામટા આપી શકે એવો વફાદાર છે. ગીતાંજલિ તેને જયપુરથી દિલ્હી લઈ જવાતો ખજાનો લૂંટવાની વાત કરે છે. ભવાની સિંહ પ્લાન ઘડે છે. એ માટે તે ઠગ દલિયા (ઇમરાન હાશ્મી), દુનિયાના તમામ તાળાં ખોલી આપનાર અર્થાત સેફ-ક્રૅકર તિકલા ઉર્ફે ગુરુજી (સંજય મિશ્રા) અને મહારાણીનું જ બધું કામકાજ સંભાળતી સંજના (ઈશા ગુપ્તા)ને પસંદ કરે છે. આ ચારેય ભેગા થઈને ફૂલપ્રૂફ આર્મર્ડ ટ્રકમાં રખાયેલું અધધધ ઝવેરાત લૂંટી શકશે? શું એ ખજાનો પાછો ગીતાંજલિ દેવીને મળશે? આની ઇર્દગિર્દ આખી ફિલ્મ ગૂંથવામાં આવી છે. અને મા કસમ, સાવ ભંગાર રીતે ગૂંથાઈ છે!

અડધો ડઝન બાદશાહ

અઢાર વર્ષ પહેલાં રાજસ્થાનમાં ‘કચ્ચે ધાગે’ના શૂટિંગ વખતે મિલન લુથરિયા અને અજય દેવગને એક કિસ્સો સાંભળ્યો હતો ત્યારે આ ફિલ્મ વિશે વિચાર્યું હતું. પહેલાં અજય એકલો હતો, પછી સ્ક્રિપ્ટ લખાતી ગઈ અને કૅરૅક્ટર્સ ઉમેરાતાં ગયાં. એકથી વધારે બાદશાહો બનાવવાની લહાયમાં કદાચ મુખ્ય સ્ક્રિપ્ટ જ વીક થતી ગઈ. દિલધડક રૉબરી-બેઝ્ડ મૂવીમાં લૂંટ કરનારાં ચપળ અને ચાલાક પાત્રો એક પછી એક સામે આવતાં જાય. અહીં તો એ કૅલ્ક્યુલેટેડ અને સ્માર્ટ લાગવાને બદલે દયાપાત્ર લાગે છે અને બાકીના કૉમેડી કરે છે! બધા પોતાની જાતને બાદશાહ સાબિત કરવા માટે મથી રહ્યા હોય એમ નિર્જીવ ડાયલૉગ પર ડાયલૉગ માર્યા કરે છે. મિલનની અગાઉની ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’, એની વાહિયાત સીક્વલ અને ‘ધ ડર્ટી પિક્ચર’ કરતાં આ ફિલ્મનો પ્રકાર અને સ્ટોરી સંપૂર્ણ અલગ છે; પણ અજય અને ઇમરાનનો ઍટિટ્યુડ સેમ રખાયો છે!

હાઈ વૉલ્ટેજ ઍક્શન-સીક્વન્સિસ, મુક્કાબાજીવાળી ફાઇટ, શૂટઆઉટ્સ અને વિસ્ફોટ સાથે કાર-ટ્રકનું ઊડવું, વિદ્યુત અને ઇમરાનની ચેઝ-સીક્વન્સિસ, ૧૯૭૫-૭૭ના સમય અનુરૂપ ગાડીઓ અને કપડાં, ‘નસબંધી કરાવો’નાં બૅનર્સ વગેરે બધું મોજૂદ છે. પણ ઇન્ટરવલ પછી ફિલ્મ પ્રિડિક્ટેબલ બનીને ગોથાં ખાવા માંડે છે. ઍક્ચ્યુઅલી, એક સમય પછી થિþલ જેવું કંઈ જ રહેતું નથી. સ્ટોરી અને સ્ક્રીનપ્લે એટલાં નબળાં છે કે ઇન્ટરવલ અને એન્ડ ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ પણ તમને અસર નથી કરતા! ફિલ્મનો એન્ડ ફ્લૅશી બનાવવાની પૂરી ટ્રાય કરી છે; પણ લૉજિક, ભાવ અને બુદ્ધિવિહોણો લાગે છે. એન્ડ કારણ વિનાનો ખાસ્સો લંબાયો છે. એડિટર આરિફ શેખે એન્ડ પર વધારે કાતર ચલાવવાની જરૂર હતી. આઇ મીન એડિટિંગની અત્યંત જરૂર છે.  હા, સિનેમૅટોગ્રાફર સુનીતા રાડિયાએ રણના અમુક શૉટ્સ લાજવાબ લીધા છે. ઇમ્પ્રેસિવ વર્ક! હૉલીવુડમાં ઇટાલિયન જૉબથી માંડીને ઑશન સિરીઝ સુધીની ઘણી રૉબરી-બેઝ્ડ ફિલ્મો બની ચૂકી છે. જેટલી ઇલૉજિકલ રીતે ટ્રક લૂંટવામાં આવે છે એ જોઈને અડધો ડઝન બાદશાહોએ ભેગા થઈને તમને લૂંટી લીધા હોય એવી ફીલિંગ થાય.

ડાયલૉગ્સનો ઓવરડોઝ


મિલન લુથરિયા અને રજત અરોરા ભેગા થાય એટલે તેમની ખૂબી કે ખામી કંઈ પણ કહી શકો તેમની ફિલ્મોમાં ડાયલૉગ્સની ભરમાર હોય. જમવા બેઠા હો અને વેઇટર આવે તો તે પણ ડાયલૉગ મારીને જાય : હમારા ઉસૂલ હૈ સાહબ, હમ ટિપ નહીં લેતે..! લાઇક ધૅટ! ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ અને ‘ધ ડર્ટી પિક્ચર’માં એ ખૂબી કામ આવેલી, જ્યારે ‘વન્સ અપૉન... અગેઇન’માં અક્ષયકુમાર કાળીપીળી ટૅક્સી અને લાલ કલરની બ્રા જોઈને પણ ડાયલૉગ મારતો હતો! એવું જ ‘બાદશાહો’માં થયું છે. ‘બાદશાહો’ મિલનભાઈની સૌથી નબળી ફિલ્મ સાબિત થવાની છે. વિદ્યુત જામવાલ રાજસ્થાનનો નિર્જન રોડ જોઈને કહે છે : યે રાસ્તા કિસીકી મંઝિલ હો સકતા હૈ. તમે આ ડાયલૉગ સાથે કોઈને રિલેટ જ ન કરી શકો! સવાર પડતાં જ નીકળવાનું છે એટલું કહેવાનું હોય તોય રજતભાઈ ભારે અવાજે અને ઇન્ટેન્સ આંખો સાથે અજયભાઈ પાસે બોલાવડાવે : સૂરજ નિકલને સે પહલે હમેં યહાં સે નિકલના હૈ... આના કારણે થાય છે એવું કે ખરેખર સારા લખાયેલા ડાયલૉગ્સની ઇમ્પૅક્ટ ઘટી જાય છે અને જે-તે પાત્ર હાસ્યાસ્પદ બની જાય છે.

review

ઍક્ટિંગના બાદશાહ કે દુક્કા તીક્કા?

અજય દેવગને ઍઝ યુઝ્અલ અભિનય કર્યો છે. આમ તો તેની સ્ક્રીન-પ્રેઝન્સ જ તેનું કામ છે! તેની આંખો, તેના મોઢે બોલાયોલા વન-લાઇનર્સ (અમુક જ!) અને તેની સીટીમાર એન્ટ્રી કાબિલેદાદ છે. ઇમરાન હાશ્મીએ દલિયાનું પાત્ર ભજવ્યું છે, જેને ગન અને ગર્લ બન્ને યુઝ કરતાં આવડે છે. તેની એન્ટ્રી જ સની લીઓની સાથેના આઇટમ-સૉન્ગથી થાય છે. ઇમરાન હાશ્મી અને અફલાતૂન અભિનેતા સંજય મિશ્રાના અમુક સીન્સ નીરસ અને કંટાળાજનક ફિલ્મમાં કલેજે ટાઢક પહોંચાડે છે. સંજયનું કૉમિક ટાઇમિંગ નૅચરલી અદ્ભુત છે. ઑબ્વિસયલી, તે આનાથી વધુ સારું કરી શકે છે. ઈશા ગુપ્તા તેની અગાઉની ફિલ્મો જેવી જ લાગે છે - હા, દેખાવે; તેની ઍક્ટિંગની વાત જ થઈ શકે એમ નથી. વિદ્યુત જામવાલનો રોલ શરૂઆતી ઍક્શનના પ્રારંભિક રાઉન્ડ બાદ સાવ ફ્લૅટ થઈ જાય છે. તેને કેમ ‘ફોર્સ’ બાદ આ પ્રકારના રોલ્સ જ ઑફર થાય છે? અને ઇલિઆના ડિક્રુઝ! કહે છે કે પહેલાં કરીના કપૂર મહારાણીનું આ પાત્ર ભજવવાની હતી. શિફૉન સાડીમાં મૅનિકિન જેવી ઇલિયાના લાગે છે. કોઈ પણ જાતના ભાવ તેના ચહેરા પર દેખાતા જ નથી. જોકે એ તો ક્યારેય નથી દેખાયા! સંજય ઉર્ફે સંજીવ ગાંધી બનતો પ્રિયાંશુ શરૂઆતના અમુક સીન્સમાં દેખાય છે. ‘ઇન્દુ સરકાર’ બાદ જલદી જ સંજય ગાંધીનું આ બીજું વર્ઝન જોવા મળ્યું! પાર્ટીમાં મહારાણી તેને બેડ બતાવે છે ત્યારે તેના મોઢે બોલાયેલો ડાયલૉગ છે : અકેલી પ્રિન્સેસ ક્યા કરેગી ઇસ બેડ પર? (આ તો યાદ આવ્યું!) બાહુબલી પ્રભાસનો વૉઇસ ઓવર આપનાર શરદ કેલકર પોલીસના રોલમાં હાજરી નોંધાવે છે.  

મેરે રશ્કે કમર...

મેરે રશ્કે કમર, તૂને પહલી નઝર.. આહાહા! નુસરત ફતેહ અલી ખાન અને રાહત ફતેહ અલી ખાનનો એ જ વર્ષો જૂનો જાદુઈ અવાજ! ફિલ્મનું મ્યુઝિક તનિષ્ક બાગચી અને અંકિત તિવારીએ આપ્યું છે. થૅન્ક ગૉડ, તેમણે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી અને ફિલ્મમાં લીધેલી આ કવ્વાલી સાથે બહુ છેડછાડ નથી કરી અને ફિલ્મમાં યથાવત રહેવા દીધી છે. બાકી એક આઇટમ- સૉન્ગ અને બે ટ્રેડિશનલ સૉન્ગ છે, જેમાં શિખરકુમારે ગાયેલું એક દિન ચોર આવેગા એક વાર સાંભળવા જેવું છે. કદાચ ગમેય ખરું!  

તો... જોવી કે નહીં?


‘ઇમર્જન્સી બૅકડ્રૉપ આધારિત ફિલ્મ છે’વાળી વાતથી મૂર્ખ ન બનતા. રૉબરી, લૂંટ, ચાર મહાન ઠગની વાત છે એવું વિચારીને પણ ન આકર્ષાતા; તમે ઠગાઈ જશો. અજય દેવગનની આંખોના કે ઇમરાન હાશ્મીની સિરિયલ કિસરની ઇમેજના ફૅન હો તો પણ ન જતા, ડિસઅપૉઇન્ટ થશો; કેમ કે અહીં વાંક કલાકારોનો નહીં, સ્ટોરી અને સ્ક્રીનપ્લેનો છે. છતાં... તમે પૈસા ફેંકો-ડાયલૉગ સુનોવાળા હો, મોટા પડદા પર મેરે રશ્કે કમરને સાંભળવા તથા સની લીઓનીને જોવા માગતા હો અને તર્કવિહોણી એકસો છત્રીસ મિનિટની ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ માટે જોઈ શકતા હો તો શનિ-રવિ (સની નહીં!) તમારા જ છે. એન્જૉય!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK