ફિલ્મ રિવ્યુ :અઝહર

હિટ વિકેટ : આ ફિલ્મ એટલે બાયોપિકના નામે એ જ ટિપિકલ ફિલ્મી મસાલો ને વધુ એક રસપ્રદ સ્ટોરીનો વેડફાટ

azharજયેશ અધ્યારુ


આપણે ત્યાં પાપારાઝી કલ્ચર લગભગ નથી અને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ પણ મરી પરવાર્યું છે. એટલે જ ફિલ્મસ્ટારો હોય કે રાજકારણીઓ કે પછી સ્પોટ્ર્સપર્સન, તેમના પર ખણખોદ કરીને ચારે કોર હાહાકાર મચી જાય એવાં પુસ્તકો પણ ભાગ્યે જ લખાય છે. લેકિન આપણી સેલિબ્રિટીઓ પર બાયોપિક બનાવ્યા વિના તો આપણને ચાલે નહીં એટલે પછી એ જ સેલિબ્રિટી કે તેના પરિવારજનોને સાથે રાખીને અને ન્યુઝપેપર કટિંગ્સ ભેગાં કરીને એક સ્ટોરી તૈયાર કરી દેવાય. ઉપરથી દસ ફ્લેવરની પાણીપૂરીની જેમ બૉલીવુડિયા મસાલા પણ જોઈએ. બધું ભેગું કરીને બાયોપિકના નામે જે ફિલ્મ બને એ કંઈક આ ટોની ડિસોઝાની ‘અઝહર’ જેવી હોય.

બૅટ, બેટિંગ અને બિજલાણી


એક હતો અઝહર (ઇમરાન હાશમી). હૈદરાબાદના મિડલ ક્લાસ પરિવારના આ ટેણિયાને તેના નાના (કુલભૂષણ ખરબંદા)એ બૅટ પકડાવીને ચિંતનનું એવું ચ્યવનપ્રાશ ચટાડ્યું કે સીધો તે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કૅપ્ટન બની ગયો. અમ્મીજાન (શેરનાઝ પટેલ)એ નૌરીન (પ્રાચી દેસાઈ) નામની ચાંદની ટુકડી સાથે તેના નિકાહ પણ પઢાવી દીધા અને અઝહરે તેની સાથે ડ્યુએટ પણ ગાઈ લીધાં. લેકિન પબ્લિસિટી કી ચકાચૌંધ મેં અઝહરને બૉલીવુડની ગ્લૅમરસ ઍક્ટ્રેસ સંગીતા (નર્ગિસ ફખરી) સાથે સેકન્ડ ટાઇમ લવ હો ગયા. બીજી બાજુ અઝહર પર આરોપ લાગ્યો કે તેણે મૅચ ફિક્સ કરવા માટૈ પૈસા ખાધા છે અને ચારે કોર અઝહર ઇઝ અ ચીટરનો દેકારો થયો. અઝહર પર આજીવન પ્રતિબંધ મુકાયો અને ર્કોટમાં લાંબો કેસ ચાલ્યો. કેસ તેના દોસ્તાર રેડ્ડી (કુણાલ રૉય કપૂર)એ લડ્યો. સામે હતી તેજતર્રાર વકીલ મીરા વર્મા (લારા દત્તા). અંતે ચુકાદો આવ્યો કે અઝહર ઇઝ પાકિઝા, પાકસાફ. ઍન્ડ, ધી એન્ડ.

ક્રિકેટ કે અલાવા સબ કુછ


એક બાયોપિક તરીકે અઝહર ક્યુરિયસ કેસ છે. એની શરૂઆતમાં જ મેઝરટેપથી માપી શકાય એવું જંગી સાઇઝનું લાગે-બાગે લોહીની ધાર, આપણા ઉપર નામ નહીં જેવું ડિસ્ક્લેમર આપી દેવાયું છે. એનો સાર કંઈક એવો છે કે : આ ફિલ્મ બાયોપિક છે ખરી, પણ એક્ઝૅક્ટ બાયોપિક નથી; અઝહર નામના એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટનની લાઇફની અમુક ઘટનાઓનું નાટu રૂપાંતર ઓન્લી છે, એ પણ મનોરંજનના હેતુસર. મતલબ કે આપણે કન્ટ્રોવર્શિયલ વ્યક્તિત્વ પર ફિલ્મ બનાવવી છે, પણ કોઈને માઠું નથી લગાડવું. સેલિબ્રિટીનાં ગંદાં ચડ્ડી-બનિયન જાહેરમાં ધોવાં છે, તેની ઇમેજને પણ ટિનોપોલથી ધોઈને ચમકાવી દેવી છે, એમાંથી કમાણી પણ કરવી છે; પણ વિવાદમાં નથી ઊતરવું. રિયલ-લાઇફ ઇવેન્ટ્સને ફિલ્મમાં લેવી છે, પણ એમાં સચ્ચાઈ કેટલી અને ફિક્શનનું અટામણ કેટલું એવી પંચાતમાં નથી ઊતરવું. ટૂંકમાં પૉલિટિકલ પ્રૉપગૅન્ડા ફિલ્મની જેમ આપણે કશા જ સવાલો કર્યા વગર સ્વીકારી લેવાનું કે ઈસ્ટ ઑર વેસ્ટ, અઝહર ઇઝ ધ બેસ્ટ. પરિણામે આ ફિલ્મ ‘જન્નત’ અને ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ની ૧૫૬મી આવૃત્તિ બનીને રહી ગઈ છે.

‘અઝહર ધ ફિલ્મ’ પર ટીકાનાં નારિયેળ વધેરીએ એ પહેલાં એટલું તો કહેવું જ પડે કે ઇમરાન હાશમી પ્લેય્ડ વેલ. અઝહરભાઈ પાસેથી તેણે બૉડી-લૅન્ગ્વેજની, કૉલર ઊંચો રાખવાની અને બેટિંગ સ્ટાઇલની સારી એવી ટ્રેઇનિંગ લીધી છે. ઈવન પિચ્છુ સે તો ખબર જ નથી પડતી કે આ ઓરિજિનલ અઝહર છે કે ફિલ્મી. ગળામાં કાળું માદળિયું પણ એક્ઝૅક્ટ સાઇઝનું પહેરાવ્યું છે. હા, અઝહરની બોલવાની સ્ટાઇલ પકડી નથી એ સારું થયું છે નહીંતર આખી ફિલ્મ સબટાઇટલ્સ સાથે રિલીઝ કરવી પડી હોત. ‘અઝહર’ ફિલ્મમાં ઇમરાન તેની ટ્રેડમાર્ક ચુમ્મી લે, મેદાન પર શૉટાબાજી કરે કે ર્કોટમાં ઇમોશનલ ડાયલૉગબાજી કરે; દરેક ઠેકાણે આપણને થાય કે અઝહરને મળે કે ન મળે, ઇમરાનને તો ક્લીન ચિટ મળવી જ જોઈએ.

બહુ ક્રૂર ભાષામાં એવું કહી શકાય કે આ ફિલ્મ એક ક્રિકેટરની કે ભારતના સૌથી સફળતમ કૅપ્ટનોમાંના એકની લાઇફસ્ટોરી લાગતી જ નથી. દેશની મોસ્ટ પૉપ્યુલર ગેમનો એકેય સીન કનેક્ટ થતો નથી કે એક ગ્રામ જેટલો પણ રોમાંચ જગાવતો નથી. ગ્રાઉન્ડ પરના સીન કોઈ ક્લબ કક્ષાની મૅચ જેવા અને તદ્દન કૃત્રિમ લાગે છે. જુનવાણી સ્કોરર્બોડ કે ભારતીય ટીમનો યુનિફૉર્મ ક્રીએટ કરવામાં જેટલી મહેનત કરી છે એના હજારમા ભાગની મહેનત પણ અઝહરના સાથીક્રિકેટરો પસંદ કરવામાં કરાઈ નથી. પારેવા જેવો બિચારો અઝહર જાણે ભૂખ્યાં વરુઓની વચ્ચે આવી ગયો હોય એમ બાકીના ક્રિકેટરોને લુચ્ચા, લફડેબાજ અને માથાકૂટિયા ચીતરવામાં આવ્યા છે. અહીં પણ આ ફિલ્મ જોઈને અન્ય ક્રિકેટરોને પેટમાં ચૂંક ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રખાયું છે. એટલે જ મનોજ અહીં પ્રભાકર નથી, રવિ એ શાસ્ત્રી નથી, નવજોત એ સિદ્ધુ નથી; જ્યારે અજય એ જોકર છે, સચિન છોટુ છે. અને અબોવ ઑલ ફિલ્મમાં ભાગ્યે જ ક્યાંય અઝહર એ મોહમ્મદ અઝહરુદ્દીન છે.

એક લોઅર મિડલ ક્લાસ પરિવારના ફરજંદમાંથી ભારતીય ટીમમાં સિલેક્શન અને કૅપ્ટન બનવા સુધીની અઝહરની જર્ની કેવી રહી, સાથીખેલાડીઓ સાથેના તેના સંબંધો કેવા હતા, વિવિધ ટૂર પર જાય ત્યારે અને ડ્રેસિંગ-રૂમમાં કેવી ધમાલો થતી, શું કામ અઝહરના ક્રિકેટવિશ્વમાં કોઈ પાકા દોસ્તાર નહોતા, અઝહરની પર્સનાલિટીનાં બીજાં પાસાં કયાં હતાં એવા કોઈ પ્રfનોના જવાબ આ ફિલ્મમાંથી આપણને મળતા નથી. અરે, બિજલાણી નહીં એવી સંગીતા સાથે અઝહર અહીં જે સ્પીડે પ્રેમમાં પડે છે એટલી ઝડપથી તો મૅગી પણ ન બને. અચાનક એ પ્રેમનું ઝરણું ક્યાંથી ફૂટી નીકળ્યું ને સલમાન સાથે તેને ક્યારે કિટ્ટા થઈ ગયા એવુંય કંઈ નથી. બસ, મળ્યાં, કિસ કરી, ગીત ગાયું અને ફિટ્ટસ.

બાકી હતું એ ચીઝી વનલાઇનરોના બેતાજ બાદશાહ રજત અરોરાએ પૂરું કર્યું છે. તીન તરહ કી જંગ વલ્ર્ડફેમસ હૈ : પતિ-પત્ની, પાની-પેટ્રોલ ઔર ઇન્ડિયા-પાકિસ્તાન; જબ છાતી પે ઇન્ડિયા લિખા હો તો દિલ નહીં ભરતા, ફર્ક નહીં પડતા ઝિંદગી મેં, ફર્ક તભી પડતા હૈ... આવા સડકછાપ વનલાઇનરોએ ફિલ્મની ગંભીરતાનો ડૂચો વાળી નાખ્યો છે. ઉપરથી સંગીતા બિજલાણી તરીકે ચીપિયા ઓષ્ઠવતી નર્ગિસ ફખરીને અને કપિલ દેવ તરીકે વરુણ બડોલાને જોઈને માથું કૂટીએ. હા, લારા દત્તાનું કામ ઢિનચાક છે. ફિલ્મમાં પોતે રહી ગયાની લાગણી ન અનુભવાય એટલા માટે સંગીતકારોએ પણ ઓયે ઓયે ગીતને ખોટા શબ્દો સાથે રીમિક્સ નામનો બોથડ પદાર્થ ઝીંકી દઈને મરણતોલ ફટકો માર્યો છે.

આ ફિલ્મમાં અઝહરનો કેસ એક્ઝૅક્ટ્લી કઈ ર્કોટમાં ચાલે છે એ તો બાલાજી જાણે, પણ અહીં સૌથી હાસ્યાસ્પદ અને ભંગાર ર્કોટરૂમ ડ્રામા પેશ થયો છે. ફિલ્મના એક સીનમાં અઝહરની બૅગમાં એક ડઝન સ્પૉન્સર્ડ ચડ્ડીઓ પૅક થયેલી બતાવાય છે અને અઝહરના બાપા (વીરેન્દ્ર સક્સેના) પણ ચડ્ડી-ચડ્ડી જપ્યા કરે છે? શું કામ? બાલાજી જાણે. ખર્ચો કાઢવા માટે જ્યાં ને ત્યાં ગંદું પ્રોડક્ટ-પ્લેસમેન્ટ છે. કારણ? પ્રોડ્યુસર જાણે.

મૅચ કૅન્સલ


બાયોપિકના નામે આ ફિલ્મ ‘અઝહર’ને ક્લીન ચિટ અપાવવાની અને તે કેટલો બિચારો છે એ સાબિત કરવાની જ કવાયત છે એ ચોખ્ખું દેખાઈ આવે છે. પરંતુ એક ફિલ્મ તરીકે પણ આ અઝહર તદ્દન કંગાળ છે. એના કરતાં ઘરે બેસીને ત્ભ્ન્ની એકાદી મૅચ જોઈ નાખો, ખુદ અઝહર પણ એ જ કરતો હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK