ફિલ્મ રિવ્યુ : અકીરા

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ : જો નબળા સેકન્ડ હાફનો અભિશાપ ન નડ્યો હોત તો સૌ આ ફિલ્મનાં ઓવારણાં લેતા હોત


akiraજયેશ અધ્યારુ

આપણે ત્યાં હીરોની આસપાસ જ ગરબા લેતી ફિલ્મો બનાવવાનો રિવાજ છે. ફિલ્મનાં પુરુષપાત્રોને ફીણ લાવી દે એવા પાવરફુલ ફીમેલ કૅરૅક્ટરની આસપાસ લખાયેલી ફિલ્મો ચોમાસામાં તૂટ્યા વિનાના રસ્તાઓની જેમ ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે (‘ગજની’ અને ‘હૉલિડે’ ફેમ) એ. આર. મુરુગાદોસ જેવા દક્ષિણ ભારતના ડિરેક્ટર એક તમિળ ફિલ્મ ‘મૌન ગુરુ’ની હિન્દી રીમેક બનાવે અને એમાં પુરુષને બદલે સ્ત્રીને હીરો બનાવે ત્યારે આપણને ગાડું ભરીને હરખ થાય. એમાંય જ્યારે ટ્રેલરમાં જોઈએ કે અગાઉ જેને થપ્પડ સે નહીં, પ્યાર સે ડર લાગતો હતો એવી સોનાક્ષી જૅકી ચૅન સ્ટાઇલમાં ગુંડાલોગનાં જડબાં તોડી રહી છે અને પડદા પાછળ તરખાટ મચાવનારા અનુરાગ કશ્યપ હવે પડદા પર હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે આખો ટુવાલ પલળી જાય એવાં હરખનાં આંસુડાં આવી જાય.

અકીરા સે જો ટકરાએગા, ચૂર ચૂર હો જાએગા

જોધપુરની અકીરા શર્મા (સોનાક્ષી સિંહા) નાનપણથી જ આકરે પાણીએ છે. ક્યાંય પણ અન્યાય થતો જુએ એટલે તેનું લોહી લાવારસની પેઠે ઊકળી ઊઠે. એમાંય તે જુડો-કરાટે શીખી એટલે અન્યાયનો જવાબ તે પોતાના પંચ અને કિકથી આપવા માંડી. આ સ્વભાવને કારણે તેને એવું ભોગવવાનું આવ્યું કે મોટા થયા પછી વતન છોડીને ભાઈને ત્યાં મુંબઈ આવવું પડ્યું. પરંતુ આફતો અકીરાનું સરનામું શોધતી જ આવે છે. અહીં પણ એ આફત નામે ACP ગોવિંદ રાણે (અનુરાગ કશ્યપ) સાથે તેનો ભેટો થઈ ગયો. પોતે કરેલા એક કાંડનો ઢાંકપિછોડો કરવાની ફિરાકમાં નિર્દોષ અકીરા અડફેટે ચડી ગઈ. હવે અકીરા સામે બે ચૅલેન્જ છે, પોતાનો જીવ બચાવવો અને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી.

પહેલાં જમાવટ પછી ગિરાવટ

દેશ-વિદેશની ફિલ્મો જોવા ટેવાયેલા લોકોને અકીરા નામ પડે એટલે પ્રખ્યાત જૅપનીઝ ફિલ્મમેકર અકિરા કુરોસાવા જ યાદ આવે. કદાચ એટલે જ આ ફિલ્મની શરૂઆતમાં કોંકણા સેન શર્મા આપણને વૉઇસ-ઓવરમાંથી અકીરા શબ્દનો અર્થ સમજાવે છે, ઠસ્સાદાર સામથ્યર્‍. સોનાક્ષી સિંહાએ પોતાની છ વર્ષની ફિલ્મી કારકર્દિીમાં પહેલી વાર આવો ઠસ્સો અને સામથ્યર્‍ બતાવ્યાં છે. એક થપ્પડનો જવાબ બે થપ્પડથી આપવાની ફિલસૂફીમાં માનતા ડિરેક્ટર મુરુગાદોસ શરૂઆતમાં જ આપણને મેસેજ આપી દે છે કે આ દેશમાં જો સ્ત્રીઓને સુરક્ષિત કરવી હશે તો તેમને આત્મરક્ષણની ટેãક્નક શીખવ્યા વિના છૂટકો નથી. આપણે ત્યાં કોઈ અડકતું નથી એવા ઍસિડ-અટૅકના મુદ્દાને પણ તેમણે સ્પશ્ર્યો છે. હા, જોકે એ વાર્તામાં એમાંથી શો ધડો લેવાનો છે એવું કંઈ કહેવાનું મુરુગાદોસને જરૂરી લાગ્યું નથી.

ઍની વે, પરંતુ સરસ વાત એ છે કે ગોળમટોળ સોનાક્ષી ઍક્શન સીક્વન્સિસમાં તદ્દન નેચરલ દેખાય છે અને ક્યાંય પરાણે હાથ-પગ ઉલાળતી હોય એવું નથી લાગતું. ગુંડાલોગને ઠમઠોરતી અકીરાને આપણા તરફથી પણ બે-ચાર થપ્પડ રસીદ કરી દેવાનો પાનો ચડાવવાનું મન થાય તો બીજી બાજુ અનુરાગ કશ્યપને જોઈને ધોળે દહાડે લખલખું આવી જાય એવી તેની કડક ઍક્ટિંગ છે. આમ જુઓ તો ‘અકીરા’માં સનકી, ખૂંખાર, ભ્રષ્ટ, ગાંજા ઍડિક્ટ ખ્ઘ્ભ્નો રોલ કરતા અનુરાગ ઍક્ટિંગ કરે છે એમ કહેવું વધારેપડતું છે. તે નૉર્મલ લાઇફમાં જે રીતે આંખમાં તોફાની દરિંદગી આંજીને ફરતા હોય છે એવા જ અહીં દેખાય છે. તે ડરાવે છે, ડરે છે, ફ્રસ્ટ્રેટ થાય છે, હિંસા આચરે છે; પણ જરાય ફિલ્મી થયા વિના. આજથી તેમને ત્યાં બીજા ડિરેક્ટરો સર, આપકે લિએ એક ફૅન્ટૅસ્ટિક રોલ હૈ કહેતા લાઇનો લગાવશે એ નક્કી છે.

બે ફાઇટથી સોનાક્ષીનું પાત્ર જામી જાય, એક સનકી હરકતથી અનુરાગનું પાત્ર એસ્ટાબ્લિશ થઈ જાય, લાલચમાં આવીને પોલીસ લોચો મારે અને પછી પોતાનો જીવ બચાવવા ઘાંઘી થાય, નવાં-નવાં પાત્રો ઇન્ટ્રોડ્યુસ થાય, આ બધું જ બને ત્યાં સુધી ફિલ્મ કોઈ જ નૉન્સેન્સ વગર થ્રિલર વાર્તાને વફાદાર રહીને આગળ વધતી રહે છે. આપણે જ્યારે એકી-પાણી પતાવી, નાસ્તાનાં પડીકાં લઈને ફરી પાછા સીટ પર ગોઠવાઈએ ત્યારે બધા લોચા શરૂ થાય છે. સૌથી પહેલાં જ એક તદ્દન વણજોઈતું ગીત ટપકી પડે છે. બીજું, ક્યારેક અનુરાગ પડદા પરથી ગાયબ થઈ જાય તો ક્યારેક કેસની તપાસ કરી રહેલી પોલીસ-અધિકારી કોંકણા ક્યાંક જતી રહે છે. ઇન્ટરવલ પછી અચાનક જ ડિરેક્ટર લૉજિકને ફિલ્મવટો આપી દે છે. એટલે જ ગમેતેવા ગુના થાય, ગમેતેનાં મર્ડર થાય, કરોડો રૂપિયા ગાયબ થાય, ધોળે દહાડે એક યુવતીને પાગલ જાહેર કરીને મેન્ટલ હૉસ્પિટલ મોકલી દેવાય... ઈવન પોલીસ-કમિશનર બોલે પણ ખરા કે આ મુદ્દો હવે નૅશનલ ઇશ્યુ બની ગયો છે, પરંતુ આમાંનું ક્યાંય કશે જ ચર્ચાય નહીં. આપણે બધું ચૂપચાપ સ્વીકારી લેવાનું. ઇન્ટરવલ પહેલાં જે સસ્પેન્સનું તkવ ઊભું કરાયેલું એ પણ નબળી રીતે ફુસ્સ થઈ જાય છે.

પૂરા મહિનાની પ્રેગ્નન્ટ છતાં ઇન્વેસ્ટિગેશન કરતી કોંકણાનું પાત્ર પણ અત્યંત શાંત છતાં ભારે મક્કમ રીતે ઊપસીને આવે છે. અથવા તો કોંકણાની ઍક્ટિંગને કારણે એ આપણને યાદ રહી જાય છે. લેકિન ડિરેક્ટરે કોંકણા સહિત અમિત સધ, સ્મિતા જયકર, (આલોક નાથ જેવા રોલમાં) અતુલ કુલકર્ણી જેવા અદાકારોનો રીતસર વેડફાટ કર્યો છે.

પણ હા, ડિરેક્ટર મુરુગાદોસ બહુ ચપળ ડિરેક્ટર છે. એટલે જ ફિલ્મમાં માત્ર કૅમેરાથી બતાવાયેલી સિનેમૅટિક મોમેન્ટ્સ પણ ઘણી છે. જેમ કે શરૂઆતમાં મવાલીથી દબાયેલી નાનકડી અકીરા પાછળ ખસે છે અને કરાટે શીખીને સશક્ત થયા બાદ તે મવાલીને પાછળ ખસવા મજબૂર કરે છે. આ બન્ને વખતે કૅમેરા માત્ર બન્નેના પગ પર જ ફોકસ થાય છે. એક દૃશ્યમાં કોંકણાને અત્યંત શાંતિથી એક રૂમ તપાસી રહેલી બતાવાય છે અને બીજી જ સેકન્ડે તેની બાજુમાં એક લાશ પંખા સાથે લટકી રહેલી દેખાય છે. લોકોની ભલાઈ માટે ઈસુ ખ્રિસ્તની જેમ અકીરાનો ભોગ લેવાય છે ત્યારે ઈસુ ખ્રિસ્તની જેમ તેના બાવડે પણ ખીલાને બદલે ઇન્જેક્શન ભોંકવામાં આવે છે. ત્યારે કશું જ બોલ્યા વગર ઇન્જેક્શનનાં સંખ્યાબંધ ટપકાં જોઈને આપણને તેના પર ગુજારાયેલા ત્રાસનો ખ્યાલ આવે છે. પ્રોસ્ટિટuુટના ઘરની દીવાલો પર ગણિકાનાં પાત્રો ધરાવતી હિન્દી ફિલ્મોનાં પોસ્ટરો ફ્રેમ કરેલાં દેખાય છે, જેમાં ખુદ કશ્યપની ‘દેવ ડી’નો પણ સમાવેશ થઈ જાય છે.

લેકિન અફસોસ, આવી મોમેન્ટ્સ ગણીગાંઠી જ છે. બાકીની ફિલ્મમાં વાર્તા અહીંથી તહીં ફંગોળાતી રહે છે. અગાઉ ગુના કરવામાં જાણે PhD કર્યું હોય એવી સ્માર્ટ પોલીસ લોચા પર લોચા માર્યા કરે, ખરે ટાણે જ તેમની ગોળીઓ ખાલી થઈ જાય, અંદર-અંદર ફાટફૂટ પડે, ગમેતેવી યાતના છતાં મર્દાની હિરોઇન રિવાઇટલની બ્રૅન્ડ-ઍમ્બૅસેડરની જેમ ક્યાંકથી શક્તિ મેળવી જ લે... આવી બધી ફિલ્મી સિચુએશન્સ નાખવાની લાલચ મુરુગાદોસ રોકી નથી શક્યા.

ઔર દિખાઓ, ઔર દિખાઓ


પૂરી ૧૩૮ મિનિટની અકીરા એક ડીસન્ટ વન-ટાઇમ વૉચ મૂવી છે. પરંતુ એ જોયા પછી આપણને અમુક પ્રકારની લાલચો જરૂર થઈ આવે. જેમ કે અનુરાગ કશ્યપે સિરિયસલી વધારે ઍક્ટિંગ કરવી જોઈએ, સોનાક્ષીએ સાડી કે ફૉલ ટાઇપના મૅનિકિન જેવા રોલને બદલે આવી દમદાર ભૂમિકાઓ પર વધારે ભાર મૂકવો જોઈએ, ઈવન બોલીવુડમાં પણ સશક્ત સ્ત્રીપાત્રો ધરાવતી વધુ ને વધુ ફિલ્મો બનવી જોઈએ અને આપણે હળવેકથી સ્વીકારી લેવું જોઈએ કે બૉસ, ભારતમાં ખરેખરી ફિલ્મો તો બૉલીવુડમાં નહીં બલકે મરાઠી, બંગાળી અને દક્ષિણની ભાષાઓમાં બને છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK