ફિલ્મ રિવ્યુ : ‘એજન્ટ વિનોદ’ નીકળ્યો આત્મઘાતી

જાસૂસી મિશન પર ભારતમાં ઘણાં વષોર્ બાદ બનેલી ફિલ્મે સામાન્ય સ્ટોરી અને હાસ્યાસ્પદ ક્લાઇમૅક્સને કારણે બાકીના ફિલ્મમેકર્સ માટે સીમાચિહ્ન મૂકવાની તક ગુમાવી દીધી

 

 

agent-vinod-review(અર્ચિત એ. મહેતા)

 

એક બાજુ જ્યારે સુજૉય ઘોષ અને વિદ્યા બાલનની થિ્રલર ‘કહાની’એ રસસભર દરેક સીન, જબરદસ્ત સ્ટોરી અને એટલા જ ઇફેક્ટિવ સસ્પેન્સને કારણે દર્શકોને ફિલ્મના નશામાં ચૂર કર્યા છે ત્યારે સ્પાય-થિ્રલર જેવી ફિલ્મ ભારતમાં ઘણાં વષોર્ બાદ બનતી હોવાને કારણે ‘એજન્ટ વિનોદ’ પાસેથી આશાનું મીટર ઘણું ઊંચું હોય એ સહજ છે. બૉન્ડ અને બૉર્ન ફિલ્મસિરીઝ સાથે થયેલી સરખામણીથી ફ્રી પ્રમોશન, હૉલીવુડની કક્ષાની ઍક્શન તથા સૈફ-કરીનાની રિયલ લાઇફ જોડીની કેમિસ્ટ્રી સાથે આ ફિલ્મ નવો ટ્રેન્ડ શરૂ કરી શકે એ હદની ગણી શકાય. ઇન્ટરવલ સુધી ‘એજન્ટ વિનોદ’ જોનારી દરેક વ્યક્તિને એ સાચી ઠરતી પણ લાગે. જોકે બદનસીબે ફિલ્મ માટે જ્યાં ટોચ પર જવાનો સમય હતો ત્યારે જ એ એવી પછડાટ ખાય છે જે આ ફિલ્મને તથા દર્શકોની મજાને ભાંગી નાખશે.

 

રશિયામાં ભારતીય ગુપ્તચર સંસ્થાના એજન્ટ (રવિ કિસન)ને એક એવા ષડ્યંત્રની જાણ થાય છે જે અમુક દિવસમાં ભારત માટે ખુવારી લાવવા નિમિત્ત બની શકે એમ છે. ભારતમાં એ મેસેજ ટ્રાન્સફર કરતી વખતે જ તેની હત્યા થાય છે. માત્ર ‘૨૪૨’નો સંદેશ તે આપી શકે છે. ત્યાર બાદ એજન્ટ વિનોદ (સૈફ અલી ખાન)ને આ મિશન સોંપવામાં આવે છે. રશિયામાં તેને જાણ થાય છે કે મૉરોક્કોમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા છે અને એ ન્યુક્લિયર બૉમ્બ સાથે સંકળાયેલું મિશન છે. તેને મૉરોક્કોના ડ્રગ-ડીલર ડેવિડ કઝાન (પ્રેમ ચોપડા)ની લિન્ક મળે છે. ત્યાં તેની મુલાકાત પાકિસ્તાની એજન્ટ રૂબી સાથે થાય છે. રૂબીનો ભૂતકાળ શું છે? ‘૨૪૨’ના કોડને જાણીને તે આ હુમલો રોકી શકશે?

 

પહેલો ઝટકો તો ત્યાં જ લાગે કે ‘જૉની ગદ્દાર’ જેવી ખૂબ જ સચોટ થિ્રલર બનાવનારા શ્રીરામ રાઘવન દ્વારા લખવામાં આવેલી સ્ટોરી જ એટલી નબળી છે કે સસ્પેન્સ માટે કોઈ એક્સાઇટમેન્ટ ભાગ્યે જ જાગે.

 

ભારત-પાકિસ્તાનના સંબંધ અને આતંકવાદના વિષય પર શું થઈ શકે એનું ઉદાહરણ ‘અ વેન્સ્ડે’ પરથી મળ્યું જ છે. ભલે બન્ને ફિલ્મોની સ્ટોરીલાઇન અલગ હોય, પણ નવીનતા વિનાના પ્રયોગને આવકારી ન શકાય એ પણ હકીકત છે. આ ફિલ્મ જેટલી હાસ્યાસ્પદ ક્લાઇમૅક્સ ક્યારેક જ જોવા મળે છે. સૈફ-કરીનાની કેમિસ્ટ્રી ‘કુરબાન’ જેવી ઢંગધડા વગરની ફિલ્મને પણ થોડીઘણી બચાવી શકી હતી, પરંતુ આ ફિલ્મમાં તો એનો પણ અભાવ છે. ફિલ્મનો ઇન્ટરવલ સુધીનો ભાગ થિ્રલર તરીકે યોગ્ય છે. સ્ટોરીને શરૂઆત સારી આપવામાં આવી છે, પણ આ પ્રકારની ફિલ્મોમાં સ્ટોરીને આકાર આપવાની મુખ્ય ચૅલેન્જ નથી હોતી, એને એટલા જ માન સાથે અંત આપવાની હોય છે.

 

સંગીત આ ફિલ્મને બચાવનારો એક ભાગ છે. ‘પુંગી...’ અને ‘આઇ વિલ ડુ ધ ટૉકિંગ ટુનાઇટ...’ ભલે વાયા ઈરાન અને જર્મનીથી આવ્યાં હોય, પણ એને અત્યારે માણવામાં આવીરહ્યાં છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે જબરદસ્ત પ્રયોગ કરવામાં આવ્યો છે અને એમાં સફળતા મળી છે. ઍક્શન પણ ફિલ્મને જોવાલાયક બનાવવામાં આવી છે. અમુક ભાગોમાં ડિરેક્શન પણ નવીનતાભર્યું છે.

 

સૈફ અલી ખાન માટે નસીબ આડે પાંદડું હોય એવું લાગી રહ્યું છે. તેણે કરેલી સારી ફિલ્મો (‘એક હસીના થી’, ‘બીઇંગ સાયરસ’) આજ સુધી નોટિસ નથી થઈ અને ‘એજન્ટ વિનોદ’ પ્રકારની ફિલ્મમાં તેની પૂરતી કોશિશ હોવા છતાં બાકીના ભાગોમાં ફિલ્મ ખરી નથી ઊતરી. એક એજન્ટની લાક્ષણિકતાઓ તે આસાનીથી સમજાવી શકે છે. કરીના કપૂર આ ફિલ્મમાં એજન્ટ તરીકે કામ કરી રહી છે એ માત્ર ડાયલૉગ્સથી જ ખબર પડે છે, તેના કામથી નહીં. સારું છે કે તેણે પોતે જ નિર્ણય લઈ લીધો છે કે ભવિષ્યમાં તે ઍક્શન ફિલ્મો નહીં કરે. પ્રેમ ચોપડા હંમેશની માફક લાજવાબ છે. રામ કપૂરનો નવો લુક અને અંદાજ સુખદ સરપ્રાઇઝ લાવશે. કર્નલના રોલમાં આદિલ હુસૈન (‘ઇશ્કિયા’માં વિદ્યા બાલનના હસબન્ડનો રોલ કરનાર) જબરદસ્ત ઍક્ટર છે. તેને નવી તક જરૂર મળવી જોઈએ.

 

‘એજન્ટ વિનોદ’ એક સ્પાય થિ્રલર તરીકે ભલે ચોપડા પર ઘણી પ્રભાવશાળી લાગતી હોય, પણ પડદા પર તો એ ડિરેક્ટર-પ્રોડ્યુસર માટે આત્મઘાતી જ ગણી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK