ચાલીસ ચૌરાસીનાં ચારેય ખાનાં ચીત

ઍક્ટિંગમાં એક્કા જેવા સ્ટાર નસીરુદ્દીન શાહ, કે. કે. મેનન, અતુલ કુલકર્ણી અને રવિ કિસન હોવાથી ફિલ્મ ફ્લૉપ ન થઈ શકે? સ્ક્રિપ્ટની વીકનેસ અને ઠોકી બેસાડેલા આઇટમસૉન્ગને કારણે ફિલ્મ જોઈએ એવું ઑડિયન્સ ખેંચવામાં નાકામ નીવડી છે.

ચાર બદમાશ સૂરી (નસીરુદ્દીન શાહ), બૉબી (અતુલ કુલકર્ણી), શક્તિ (રવિ કિસન) અને પિન્ટો (કે. કે. મેનન) મળીને ૨૦ કરોડ રૂપિયાની નકલી નોટો લૂંટવા એક પોલીસ-વૅનની ચોરી કરે છે. ચોરી કરવા કલ્યાણ જતાં રસ્તામાં અચાનક જ તેમણે ધાર્યા કરતાં વધારે ફાયદો થાય છે. જોકે ચારેય જણ વિચારી પણ ન હોય એવી મુસીબતોમાં મુકાતાં જાય છે. મુસીબતમાંથી જેટલું નીકળવાની કોશિશ કરે એટલી વધતી જાય છે અને પોતાની જ જાળમાં ફસાતા જાય છે.

ફિલ્મની પ્રસ્તાવના આશાસ્પદ છે અને સ્ટારકાસ્ટ પણ લગભગ ઠીક જેવી છે. ફિલ્મમાં કેટલાંક પાત્રોનું કામ સારું છે. ખાસ કરીને ગ્રુપના લીડર નસીરુદ્દીન શાહને દારૂડિયો અને અતુલ કુલકર્ણીને નાકામ સિંગરમાંથી રંગીન મિજાજનો બતાવવામાં આવ્યો છે, પણ તેમની મહેનત વધુ સફળ થઈ હોત જો ફિલ્મને એક સરસ ઢાળ મળ્યો હોત.

ફિલ્મના કેટલાક સીન એન્ટરટેઇનિંગ છે. ઘણી જગ્યાએ પિન્ટો અને બૉબીની મજાક-મસ્તીને સારી રીતે દર્શાવવામાં આવી છે તો ક્યાંક ઘણી વસ્તુઓ ઠોકી બેસાડવામાં આવી હોય એવું લાગે છે. કેટલાક સીનમાં જોક્સને જરૂરિયાત કરતાં વધુ ખેંચવામાં આવ્યા છે.

આ પ્રકારની ફિલ્મોનો મૂળ આધાર કૉમેડી અને હાસ્ય ઊપજાવે એવા સીન પર હોય છે. કેટલાક સીન છોડીને ફિલ્મના ડાયલૉગ્સ જેવા હોવા જોઈએ એવા રમૂજી કે તીક્ષ્ણ નથી. ફિલ્મ ઓવરઑલ વધુ સારી થઈ શકી હોત જો જરૂરિયાત વગરનાં બે આઇટમસૉન્ગ્સને રાખવામાં ન આવ્યાં હોત. ફિલ્મો હિટ કરવા માટે વપરાતાં આઇટમસૉન્ગ્સ ક્યારેક અભિશાપ પણ બની જાય છે. આખી ફિલ્મમાં આઇટમસૉન્ગની ક્યાંય જરૂર નથી જણાતી છતાં ફિલ્મ હિટ કરવાના હેતુથી ઉમેરવામાં આવ્યાં હોય એવું જણાય છે.

ફિલ્મમેકરોએ આના પરથી સમજવું જોઈએ કે પ્રેક્ષકોને દરેક ફિલ્મમાં સેક્સી ડાન્સવાળાં આઇટમસૉન્ગ નથી જોઈતાં. એને કારણે તેમની આશાસ્પદ ફિલ્મો ફ્લૉપ થવાના ચાન્સ વધી જાય છે. આઇટમસૉન્ગ કરતાં એક સારી સ્ક્રિપ્ટ, સારું કામ અને તીક્ષ્ણ ડાયલૉગ ફિલ્મને હિટ કરવા માટે વધુ મહkવનાં છે. કૉમેડી સાથે ગ્લૅમર અને આઇટમસૉન્ગમાં રસ હોય તો આ ફિલ્મ એક વાર જોવાલાયક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK